IPO News: શેરબજારમાં કમાણીની જોરદાર તક, ખુલી રહ્યાં છે ચાર આઈપીઓ, જાણો પ્રાઇઝ બેન્ડ સહિત દરેક વિગત
IPOs this Week: આઈપીઓમાં રોકાણ કરવા માટે સારો સમય આવવાનો છે. આ સપ્તાહે ચાર આઈપીઓ ઈશ્યૂ માટે ઓપન થઈ રહ્યાં છે. જેમાં તમે દાંવ લગાવી શકો છો.
નવી દિલ્હીઃ છેલ્લાં કેટલાક દિવસથી શેર બજારમાં તેજી જોવા મળી રહી છે. આ વચ્ચે ઘણા શેરના ભાવમાં વધારો થવાથી ઈન્વેસ્ટરોને ફાયદો થયો છે. પાછલા દિવસોમાં કેટલીક કંપનીઓએ પોતાનો આઈપીઓ લોન્ચ કર્યો હતો. જો તમે તેમાં રોકાણ કરી શક્યા નથી તો નિરાશ થવાની જરૂર નથી. હવે આગામી સપ્તાહે 4 કંપનીઓના આઈપીઓ ખુલવા જઈ રહ્યાં છે. આ આઈપીઓમાં રોકાણ કરી તમે સારી કમાણી કરી શકો છો. બજારમાં જે કંપનીઓ આઈપીઓ લઈને આવી રહી છે તેમાં આત્મજ હેલ્થકેર, એચએમએ એગ્રો, વીફિન સોલ્યૂશન અને એસેન સ્પેશિલિટી ફિલ્મ કંપનીઓ સામેલ છે.
Aatmaj Healthcare
આત્મજ હેલ્થકેર (Aatmaj Healthcare)નો આઈપીઓ આજે ખુલી ગયો છે. રોકાણકારો પાસે 21 જૂન સુધી આઈપીઓમાં રોકાણ કરવાની તક છે. કંપની આ આઈપીઓ દ્વારા 38.40 કરોડ રૂપિયા ભેગા કરશે. આ ઈશ્યૂ માટે કંપનીએ 60 રૂપિયા પ્રતિ શેર કિંમત નક્કી કરી છે.
આ પણ વાંચોઃ અઠવાડિયાના પહેલા જ દિવસે સોનામાં કડાકો, ચાંદી મોંઘી થઈ, જાણો લેટેસ્ટ રેટ
HMA Agro Industries
એચએમએ એગ્રો ઈન્ડસ્ટ્રીઝ (HMA Agro Industries)નો આઈપીઓ 20 જૂને ખુલશે. કંપનીએ ઈશ્યૂ માટે 555-585 રૂપિયા પ્રતિ શેર પ્રાઇઝ બેન્ડ નક્કી કરી છે. આ આઈપીઓ દ્વારા કંપની કુલ 480 કરોડ રૂપિયા ભેગા કરવાની છે. એચએમએ એગ્રો આઈપીઓનું લિસ્ટિંગ 4 જુલાઈ 2023ના બીએસઈ અને એનએસઈમાં થશે.
Veefin Solutions
વીફિન સોલ્યૂશન્સ (Veefin Solutions)ના આઈપીઓ પર ઈન્વેસ્ટરો 22 જૂનથી દાંવ લગાવી શકશે. આ ડિજિટલ લેન્ડિંગ અને સપ્લાય ચેન ફાઈનાન્સ ટેક્નોલોજી પ્રોડક્ટ સોલ્યૂશન્સ કંપની છે. વીફિન સોન્યૂશન્સે આઈપીઓ માટે 82 રૂપિયા પ્રતિ શેરની પ્રાઇઝ નક્કી કરી છે. આ એસએમઈ આઈપીઓ 26 જૂને બંધ થશે.
આ પણ વાંચોઃ 1 વર્ષમાં પૈસા ડબલ, હવે કંપનીએ 1 બોનસ શેર આપવાની કરી જાહેરાત, જાણો વિગત
Essen Specialty Films
ઇસ્સેન સ્પેશિયલિટી ફિલ્મ્સ (Essen Specialty Films)કંપની સ્પેશિયલિટી પ્લાસ્ટિક પ્રોડક્ટ્સ બનાવે છે. કંપનીએ આ આઈપીઓ માટે 101-107 રૂપિયા પ્રતિ શેર પ્રાઇઝ બેન્ડ નક્કી કરી છે. આ ઈશ્યૂ દ્વારા કંપની 66 કરોડ રૂપિયા મેળવી શકે છે. કંપનીનો આઈપીઓ 23 જૂને ઓપન થશે અને 27 જૂન સુધી સબ્સક્રિપ્શન માટે ઓપન રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube