નવી દિલ્હી: જો તમે ટ્રેનમાં અવારનવાર મુસાફરી કરતા હોવ તો આ અહેવાલ તમને ચોક્કસ ખુશખુશાલ કરી નાખશે. મુસાફરોની સુવિધાઓ પર સતત કામ કરી રહેલી ભારતીય રેલવેએ લાંબા અંતરની મુસાફરી કરતા મુસાફરોને એક વધુ સુવિધા આપી છે. રેલવે તરફથી શરૂ કરવામાં આવેલી આ સુવિધા ચિપ્સ અને બિસ્કિટ ખાવાના શોખીન લોકોને સૌથી વધુ પસંદ આવશે. પહેલીવાર IRCTCએ ટ્રેનમાં ટેબલેટ ઓપરેટેડ ઓટોમેટિક ફૂડ વેન્ડિંગ મશીન ઈન્સ્ટોલ કર્યું છે. જો કે હજુ આ સુવિધાની શરૂઆત હાલમાં જ શરૂ થયેલી કોયંબતુર-બેંગ્લુરુ UDAY એક્સપ્રેસમાં થઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફૂડ વેન્ડિંગ મશીનથી લઈ શકશો સ્નેક્સ
ઉદય એક્સપ્રેસમાં લગાવવામાં આવેલી ફૂડ વેન્ડિંગ મશીનથી તમે ક્વિક ટૂ ઈટ સ્નેક્સ જેવા કે બિસ્કિટ, ચિપ્સ, મમરા, લઈને તેની મજા ઉઠાવી શકો છો. આ ઉપરાંત આ મશીનથી તમને કેનવાળા જ્યૂસ, ચા-કોફી અને અન્ય પ્રકારના ડ્રિંક્સની પણ સુવિધા મળશે. ઓટોમેટિક ફૂડ વેન્ડિંગ મશીનને ત્રણ કોચના મિની પેન્ટ્રી કમ ડાઈનિંગ એરિયા વચ્ચે લગાવવામાં આવ્યાં છે. અત્રે જણાવવાનું કે ઉદય એક્સપ્રેસ ડબલ ડેકર ટ્રેન છે.


બિઝનેસ ટ્રાવેલર્સને ધ્યાનમાં રાખીને શરૂ કરાઈ સુવિધા
આ સર્વિસને બિઝનેસ ટ્રાવેલર્સની સુવિધાને ધ્યાનમાં રાખીને શરૂ કરાઈ છે. અત્રે જણાવવાનું કે કોયંબતુરથી બેંગ્લુરુ પહોંચવામાં ઉદય એક્સપ્રેસ 7 કલાકનો સમય લે છે. જ્યારે પાછા આવતા 6 કલાક 45 મિનિટનો સમય લાગે છે. આ મશીનથી મુસાફરો ટેબલેટ દ્વારા પોતાનો ઓર્ડર કરી શકે છે. ત્યારબાદ તમારી કિંમત ચૂકવવાની રહેશે અને તમને ઓર્ડરની ડિલિવરી મળી જશે.


અત્રે જણાવવાનું કે આ મશીનથી ફક્ત કેશમાં જ સમાન લઈ શકાશે. આવનારા સમયમાં એવી આશા કરવામાં આવી રહી છે કે ઓટોમેટિક ફૂડ વેન્ડિંગ મશીન દ્વારા કેશલેસ ટ્રાન્ઝેક્શનની પણ સુવિધા મળશે. રેલવે આવી જ ઓટોમેટિક ફૂડ વેન્ડિંગ મશીનને એસી 3 ટાયરવાળી હમસફર એક્સપ્રેસમાં પણ શરૂ કરવાની યોજના કરી રહી છે. આવનારા સમયમાં આ પ્રકારની લાંબા અંતરની અને ટૂંકા અંતરની ટ્રેનોમાં શરૂ કરી શકાય છે.