મુંબઈઃ ભારતીય રેલવેની સહાયક કંપની આઈઆરસીટીસી (IRCTC) તમને દક્ષિણ ભારતના પ્રખ્યાત ધાર્મિક સ્થળો પર ફરવાની જબરદસ્ત તક આપી રહી છે. આઈઆરસીટીસી એક પેકેજ લાવવાની છે, જેમાં તમને બેંગલુરૂ, મૈસૂર, કન્યાકુમારી, તિરૂવનંતપુરમ, રામેશ્વરમ, મદુરૈ અને તિરૂપતિ ફરવાની તક મળશે. આઈઆરસીટીસીનું આ ટ્રેન ટૂર પેકેજ 10 રાત અને 11 દિવસનું હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પેકેજની શરૂઆત મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી થશે. આ યાત્રા ભારત ગૌરવ સ્પેશિયલ ટૂરિસ્ટ ટ્રેન (Bharat Gaurav Special Train) દ્વારા કરાવવામાં આવશે. આ સ્પેશિયલ ટ્રેનમાં સફર કરનાર યાત્રી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, ઠાણે, કલ્યાણ, કર્જત, લોનાવાલા, પુણે, દૌંડ કુર્ડુવાડી, સોલાપુર અને કુલબુર્ગી સ્ટેશનોથી બોર્ડિંગ/ડિબોર્ડિંગ કરી શકશે. આ પેકેજમાં તમારે ખાવા-પીવાની ચિંતા કરવાની જરૂર નથી. તેમાં ઓનબોર્ડ અને ઓફબોર્ડ મિલ્સની સુવિધા મળશે. 


Indian Railways: બાળકોની ટ્રેનની ટિકિટને લઈને બદલી ગયા રેલ્વેના નિયમ, જાણો નવો નિયમ


કેટલું લાગશે ભાડું?
ટૂર પેકેજ માટે ટેરિફ અલગ-અલગ હશે. આ પેસેન્જર દ્વારા પસંદ કરવામાં આવેલી કેટેગરી પ્રમાણે હશે. પેકેજની શરૂઆત 17490 રૂપિયા પ્રતિ વ્યક્તિથી થશે. જો ઇકોમોની કેટેગરી (સ્લીપર) માં સફર કરો છો તો તમારે 17490 રૂપિયા ચુકવવા પડશે. જો કન્ફર્ટ કેટેગરી (થર્ડ એસી) પેકેજ લેવામાં આવે તો 30390 રૂપિયા પ્રતિ વ્યક્તિ ચાર્જ આપવો પડશે. આ સિવાય ડીલક્સ કેટેગરી (સેકેન્ડ એસી) પેકેજ માટે પ્રતિ વ્યક્તિ 36,090 રૂપિયા ચાર્જ ચુકવવો પડશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube