નવી દિલ્હીઃ IRCTC  કાયમ પોતાના મુસાફરોનો વિચાર કરતી હોય છે. જો તમે ભારતમાં જુદા જુદા સ્થળો પર એક જ ટૂરના માધ્યમથી ફરવા માગો છો, તો IRCTC તમારા માટે શાનદાર ઓફર લઈને આવ્યું છે. IRCTC આ મહિનાથી જ 4 જ્યોતિલિંગોના દર્શન માટેના ટૂર પેકેજની શરૂઆત કરવા જઈ રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

IRCTCએ પર્યટકોનો કર્યો વિચાર
આ 11 દિવસનું પેકેજ વૃદ્ધો અને પરિવાર સાથે ફરવાનું પ્લાન બનાવનાર લોકો માટે શ્રેષ્ઠ ઓફર છે. પ્રવાસીઓની આવક કરવાની મર્યાદાને ધ્યાનમાં રાખીને IRCTCએ ખાસ ટૂર પેકેજ તૈયાર કરવામાં આવ્યું છે. આ ટૂર પેકેજની કિંમત ઘણી ઓછી રખાઈ છે. 4 જ્યોતિલિંગોના દર્શન કરાવતી આ ટ્રેન જુદા જુદા રાજ્યોમાંથી નીકળશે. આ ટ્રેન ભારત દર્શનનો લ્હાવો પ્રવાસીઓને આપશે.


ખર્ચ કરવા પડશે ફક્ત 10,395 રૂપિયા
IRCTCની ચાર જ્યોતિલિંગના દર્શન કરાવનારી આ ટ્રેન 21 થી 31 ઓકટોબર સુધી ચાલશે. આ ટુરમાં પ્રતિ વ્યક્તિ 10,395 રૂપિયા ભાડુ નક્કી કરવામાં આવ્યું છે. IRCTC  પ્રયાગરાજથી 4 જ્યોતિલિંગ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી (STATUE OF UNITY) માટે સ્પેશિયલ ટ્રેન ચલાવશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સાથે ઉદયપુરની યાત્રા પણ સામેલ છે.


11 દિવસમાં આટલી બધી જગ્યાઓ ફરી શકાશે
10 રાત અને 11 દિવસના પેકેજમાં મધ્ય પ્રદેશનું મહાકાલેશ્વર, ઓમકારેશ્વર, ગુજરાતના સોમનાથમાં સ્થિત નાગેશ્વર જ્યોતિલિંગના દર્શન કરાવવામાં આવશે. આ સિવાય દ્વારકાનું દ્વારકાધીશ મંદિર, બેટ દ્વારકા મંદિર, અમદાવાદમાં સાબરમતી આશ્રમ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટીને પણ દર્શાવવામાં આવશે. રાજસ્થાનના ઉદયપુરના સિટી પેલેસ, મહારાણા પ્રતાપ સ્મારક સહિતની જ્ગ્યાઓની મુલાકાત ટ્રેન યાત્રા મારફતે કરી શકશો.


આ પેકેજમાં મળશે તમામ સુવિધાઓ
IRCTC દ્વારા પહેલીવાર પ્રયાગરાજથી 'ભારત દર્શન' ટ્રેનની શરૂઆત કરવામાં આવી છે. આ ટ્રેનમાં બેસવાની સુવિધા પ્રયાગરાજ સંગમ, પ્રયાગ, પ્રતાપગઢ, અમેઠી, રાયબરેલી,લખનઉ, કાનપુર, ઈટાવા, ભિંડ, ગ્વાલિયર અને ઝાંસીથી ઉપલબ્ધ છે. આ ટૂર પેકેજમાં નાસ્તો, બપોર અને રાત્રનું શાકાહારી ભોજન આપવામાં આવે..આ સિવાય લોકલ ટ્રાવેલ બસમાં જ કરવામાં આવશે. IRCTCના યાત્રિકોના રોકાણ માટે ધર્મશાળાની વ્યવસ્થા રહેશે..


કેવી રીતે કરી શકાય રજિસ્ટ્રેશન
'ભારત દર્શન' કરવા ઈચ્છતા પ્રવાસીઓ IRCTCની વેબસાઈટ  www.irctctourism.com થી ઓનલાઈન બુકિંગ કરાવી શકશે. યાત્રિકોની સુવિધા માટે મોબાઈલ નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. કોઈ પણ યાત્રિક 8287930934 પર ફોન કરીને જાણકારી મેળવી શકશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube