કરોડોના કૌભાંડી સાગઠિયાને ભાજપના કયા નેતા જેલમાં મળી આવ્યાં? મેવાણીનો આક્ષેપ
Mansukh Sagathia corruption: ભ્રષ્ટાચારના અનેક આરોપોથી લથપથ અને રાજકોટના ગેમઝોનના આરોપી પૂર્વ TPO હાલ જેલમાં છે. જોકે, સાગઠિયાને જેલમાં મળવા માટે ભાજપના નેતાઓ ગયા હોવાનો આક્ષેપ કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ કર્યો છે.
Trending Photos
- ગેમઝોનમાં આગકાંડનો આરોપી છે મનસુખ સાગઠિયા
- મનસુખ સાગઠિયાને જેલ કસ્ટડીમાં મળવાનો મામલો
- ભાજપના નેતાઓ મનસુખ સાગઠિયાને મળ્યા હોવાનો ધડાકો
- આ મામલે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનું નિવેદન
- ભાજપના કયાં નેતાઓ સાગઠિયાને મળ્યા તેની તપાસ કરાવો
- નેતાઓ સાથે સાગઠિયાની ચર્ચા અંગે મેવાણીની તપાસની માગ
- આ ઘટનાથી ACB અને રાજકોટ SIT પર ઉઠાવ્યા સવાલો
- જીગ્નેશ મેવાણીએ ફરીવાર જુગારની રેસમાં 3 કરોડના તોડનો કર્યો ઉલ્લેખ
ગૌરવ દવે, રાજકોટઃ મનસુખ સાગઠિયા હાલ સૌથી વધુ ચર્ચામાં છે. સાગઠિયા રાજકોટનો પૂર્વ ડાઉન પ્લાનિંગ ઓફિસર એટલેકે, TPO છે. જેને રાજકોટના ગેમઝોનમાં થયેલાં અગ્નિકાંડ બાદ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો. એટલું જ નહીં તેણે બોગસ રીતે ડિઝાઈનને પૈસા ખાઈને મંજૂરી આપી હોવાથી તેની સામે કેસ દાખલ કરીને તેને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયો છે. રાજકોટમાં થયેલાં અગ્નિકાંડમાં માસુમ બાળકો સહિત એક સાથે 27 લોકોએ જીવ ગુમાવ્યો હતો. હવે આવા અગ્નિકાંડના જવાબદાર આરોપીઓને જેલમાં પણ મળે છે ફૂલ છૂટછાટ. જેલમાં સાગઠિયાને મળવા માટે દોડી દોડીને આવે છે ભાજપના નેતાઓ...
જેલમાં સાગઠિયાને ભાજપના નેતાઓ મળવા આવતા હોવાનો આક્ષેપ કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી કર્યો છે. મેવાણીએ એવો પણ આક્ષેપ કર્યો છેકે, સાગઠિયા આ પ્રકારે ખોટી રીતે પ્લાન પાસ કરીને કરોડો રૂપિયાનું કૌભાંડ કરતો હતો. ત્યારે કેટલાં વર્ષથી તે આ કૌભાંડ કરે છે? તેની સાથે ભાજપના અને સરકારના કયા કયા મોટા માથાઓ સંડોવાયેલાં છે તેની તપાસ થવી જોઈએ.
ધારાસભ્ય મેવાણીએ એવો પણ આક્ષેપ કર્યો છેકે, અગ્નિકાંડના આરોપી અને કરોડોના કૌભાંડી સાગઠિયાને જેલમાં ભાજપના નેતાઓ મળવા આવે છે. એટલું જ નહીં જેલમાં પણ સાગઠિયાને ઘર જેવી સુવિધાઓ આપવામાં આવે છે. સાગઠિયાને જેલમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર મળ્યા હોવાનો પણ તેણે આક્ષેપ કર્યો છે.
મેવાણીએ એવો પણ આક્ષેપ કર્યો છેકે, કેટલાક રાજકીય નેતાઓ સાગઠિયા સાથે ગેરકાયદેસર ધંધામાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. રાજકોટના પૂર્વ TPO મનસુખ સાગઠિયા પર ભ્રષ્ટાચારના આરોપો વધુ ગંભીર બન્યા છે. મંગળવારે ભ્રષ્ટાચારના પુરાવા બહાર આવ્યા બાદ, એક પૂર્વ ધારાસભ્ય અને કોર્પોર્ટેર ક્રાઈમ બ્રાંચની કચેરીમાં સાગઠિયાને મળવા ગયા હતા. મુલાકાત દરમ્યાન તેમણે કેટલીક ગુપ્ત વાતચીત પણ કરી હતી. જોકે, રાજકોટ પોલીસ કમિશનર દ્વારા નિયુક્ત SIT આ મુલાકાતનો ઈન્કાર કરે છે.
મેવાણીની માગ છેકે, જોકે, ક્રાઈમ બ્રાંચના CCTV ફૂટેજ ની તપાસ કરવામાં આવે તો સત્ય બહાર આવી શકે છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા આ બાબતે તપાસ કરાવે તો ઘણા ઉચ્ચ અધિકારીઓ સપડાઈ શકે છે. સાગઠિયા અત્યાર સુધી આવી સાઠગાંઠ કરીને મોટો મોટા લોકો સાથે ઉઠતો બેસતો હતો. એ બધા પણ સાગઠિયા સાથે મળીને કરોડો રૂપિયા કમાયા છે. આ ગોટાળામાં રિયલ એસ્ટેટ સંબંધિત ઘણા નેતાઓ સામેલ હોવાનું જાણવા મળ્યું છે જેમણે FSI, TP કપાત, ફાઈનલ પ્લોટ વિવાદ, પસંદગીના સ્થળોએ કપાત મેળવવા સહિતના ગુનાઓ કર્યા હતા.
જો ભાજપના કોઈ નેતા સાગઠિયાને મળ્યા હશે તો પાર્ટી યોગ્ય સમયે નિર્ણય લેશેઃ રજની પટેલ
ભાજપના નેતા ઓ સાગઠીયા ને જેલમાં મળવા ગયા હોવાની વાત પર પ્રદેશ મહામંત્રી રજની પટેલનું નિવેદન સામે આવ્યું છે. ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી રજની પટેલે જણાવ્યુંકે, સરકાર આ કેસની નિષ્પક્ષ તપાસ કરી રહી છે. સરકાર કામ કરી રહી છે દોષિતોને છોડવામાં નહીં આવે. ભાજપના જોઈ કોઈ નેતાઓ અગ્નિકાંડના આરોપી સાગઠિયાને જેલમાં મળવા ગયા હશે અંગત સંબંધોને કારણે તો પાર્ટી દ્વારા યોગ્ય સમયે આ અંગે નિર્ણય લેવામાં આવશે.
રાજકોટ અગ્નિકાંડ મામલો:
- ડીપાર્ટમેન્ટલ ઇન્કવાયરી રીપોર્ટ તૈયાર
- કેબિનેટ બેઠક બાદ કમીટીના રીપોર્ટ પર ચર્ચા
- ટીઆરપી ગેમ ઝોન ૨૦૨૧ મા પહેલી પરમીશન થી લઈ ઘટનાના દિવસ સુધીની બાબતો પર તપાસ
- આ સમયગાળા દરમિયાન જવાબદારી પર રહેલા અધિકારીઓની પુછપરછ
- ફાયર, આર એન્ડ બી, મનપા કમિશનર ના લેવાયા નિવેદન
- સરકાર બંધ કવરમા આવતીકાલે ગુજરાત હાઈકોર્ટમાં રીપોર્ટ સબમીટ કરશે
હાઈકોર્ટના આદેશ પર રચાયેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ આ અંગેની તપાસ કરી રહી છે. સાગઠિયા દ્વારા કરવામાં આવેલી ગેરમાર્ગે દોરનારા કમાણીનો મોટો હિસ્સો મનપાના અધિકારીઓ, ધારાસભ્યો અને રાજકીય નેતાઓનો હોવાનું પણ ચર્ચામાં છે. આ ઘટના રાજકીય ક્ષેત્રમાં ભારે ખળભળાટ મચાવ્યો છે. તપાસ દરમિયાન આગામી દિવસોમાં ઘણા મોટા ખુલાસા થવાની શક્યતા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે