આ સરકારી કંપનીનો આવી રહ્યો છે IPO,પ્રાઇઝ બેન્ડ 32 રૂપિયા નક્કી, 21 નવેમ્બરે થશે ઓપન, જાણો વિગત
IREDA IPO: જો તમે કોઈ આઈપીઓમાં દાવ લગાવવાનું વિચારી રહ્યાં છો કો 21 નવેમ્બરે સરકારી કંપનીનો આઈપીઓ ઓપન થશે. જાણો આઈપીઓની તમામ વિગત...
IREDA IPO: જો તમે કોઈ આઈપીઓમાં દાવ લગાવવાનું વિચારી રહ્યાં હોવ તો આ સમાચાર તમારા માટે છે. આગામી સપ્તાહે એક મોટી કંપનીનો આઈપીઓ રોકાણ માટે ઓપન થઈ રહ્યો છે. આ કંપની ઈન્ડિયન રિન્યૂએબલ એનર્જી ડેવલોપમેન્ટ એજન્સી (IREDA)છે. નોંધનીય છે કે ઇરેડાના આઈપીઓ માટે ડેટ અને ઈશ્યૂ પ્રાઇઝ ફાઇનલ થઈ ગઈ છે. કંપનીનો આઈપીઓ રોકાણ માટે 21 નવેમ્બરે ખુલશે અને 23 નવેમ્બર સુધી તેને સબ્સક્રાઇબ કરી શકાશે. કંપનીના ઈશ્યૂની પ્રાઇઝ બેન્ડ 30-32 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. ગ્રે માર્કેટમાં આજે શેર 4 રૂપિયાના પ્રીમિયમ પર ઉપલબ્ધ છે.
1 ડિસેમ્બરે થશે લિસ્ટિંગ
નોંધનીય છે કે આ આઈપીઓ 21 નવેમ્બરે ખુલશે અને 23 નવેમ્બરે બંધ થશે. એન્કર બુક 20 નવેમ્બરે ખુલશે. શેરનું એલોટમેન્ટ 27 નવેમ્બરે થશે અને રિફંડની શરૂઆત 28 નવેમ્બરે થશે. કંપની 1 ડિસેમ્બરે શેરબજારમાં લિસ્ટ થશે.
આ પણ વાંચોઃ 65 રૂપિયાનો શેર તૂટીને 81 પૈસા પર આવી ગયો, હવે વેચાશે નાદાર કંપની
સરકાર વેચશે ભાગીદારી
ઇરેડાના આઈપીઓમાં 406.16 મિલિયન શેરનો ફ્રેશ ઈશ્યૂ અને મોદી સરકાર દ્વારા 268.78 મિલિયન શેરની વેચાણની રજૂઆત (OFS) સામેલ છે. અપર પ્રાઇઝ બેન્ડ પર કંપની આઈપીઓ દ્વારા લગભગ 1290 કરોડ અને ઓએફએસ દ્વારા 860 કરોડ ભેગા કરશે. વર્તમાનમાં સરકારની પાસે આ કંપનીમાં 100 ટકા ભાગીદારી છે. નોંધનીય છે કે આ પૂર્ણ માલિકીવાળી મિની-રત્ન કંપની છે, જે ભારતમાં રિન્યૂએબલ એનર્જી અને ઉર્જા પરિયોજનાના ફાઈનાન્સને લઈને કામ કરે છે.
આ પણ વાંચોઃ બે મહિના પહેલા 75 રૂપિયામાં આવ્યો હતો IPO,હવે 380 ને પાર પહોંચ્યો શેરનો ભાવ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube