Isha Ambani Twins: ઈશા અંબાણી તેના જોડકા બાળકો સાથે મુંબઈ આવી ચૂકી છે અને પરિવારે તેનું આલીશાન સ્વાગત પણ કર્યું. મુકેશ અંબાણી અને નીતા અંબાણી, પુત્રી અને પૌત્ર-પૌત્રીને લેવા માટે પહોંચ્યા હતા. હવે તેમના કેટલાક વીડિયો સામે આવ્યા છે. આ વીડિયોમાં ઈશા અંબાણીના બંને બાળકોની પહેલી ઝલક જોવા મળી રહી છે. ફેન્સ આ વીડિયો જોઈને ઝૂમી ઉઠ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈશાના જોડકા  બાળકોની ઝલક જોવા મળી
એવા ખબર હતા કે ઈશા અંબાણી જલદી અમેરિકાના લોસ એન્જલસથી મુંબઈ પાછી ફરી રહી છે. નવેમ્બરમાં તેણે જોડકા બાળકો કૃષ્ણા અને આદિયાને જન્મ આપ્યો હતો. ત્યારબાદ પહેલીવાર ઈશા ઘરે પાછી ફરી છે. પુત્રીના આવવાની ખુશીમાં અંબાણી પરિવારે ભવ્ય ફંકશનનું આયોજન કર્યું છે. સામે આવેલા વીડિયોમાં નીતા અંબાણી પોતાના પૌત્ર અને પૌત્રી સાથે જોવા મળી રહ્યા છે. 



મુકેશ અંબાણી અને નીતા અંબાણી પુત્રીને લેવા માટે એરપોર્ટ પહોંચ્યા હતા. અહીં નીતા અંબાણીના હાથમાં એક બાળક જોવા મળ્યું હતું. બીજુ બાળક ઈશા અંબાણીના હાથમાં હતું. બાળકને  હાથમાં લઈને નીતા અંબાણીના મુખ પર જે ખુશી જોવા મળી તે જોવા લાયક હતી. તેઓ સતત પેપરાઝીઓને થેંક્યુ કહતા જોવા મળ્યા. પરિવાર બાળકો સાથે ગાડીમાં બેસીને રવાના થતો પણ જોઈ શકાય છે. સોશિયલ મીડિયા પર યૂઝર્સ બંને બાળકોની ક્યૂટનેસ પર ફિદા થઈ ગયા છે. 



300 કિલો સોનાનું કરશે દાન
મીડિયા રિપોર્ટ્સ મુજબ ઈશા અંબાણીના વરલી સ્થિત ઘર કરુણા સિંધુ પર ભારતના અલગ અલગ મંદિરોના અનેક પંડિતો બોલાવવામાં આવ્યા છે. અહીં બાળકો માટે પૂજા પાઠનું ભવ્ય ફંક્શન આયોજિત કરાયું છે. એવી પણ ચર્ચા છે કે અંબાણી પરિવાર બાળકોના નામ પર 300 કિલો સોનાનું પણ દાન કરવાનો છે. આ પૂજામાં ભોજન રાંધવા માટે દુનિયાભરમાંથી અલગ અલગ કેટરર બોલાવવામાં આવ્યા છે. ભારતના મોટા મંદિરો જેમ કે તિરુપતિ બાલાજી, તિરુમાલા, નાથદ્વારા, અને શ્રી દ્વારકાધીશ સહિત અન્ય જગ્યાએથી આવેલા સ્પેશિયલ પ્રસાદ પણ આ ભવ્ય ફંક્શનમાં પીરસવામાં આવશે. 


આ વીડિયો પણ ખાસ જુઓ....


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube