30 સપ્ટેમ્બર પછી 2000 નોટ રાખનાર વિરુદ્ધ શું કાર્યવાહી થશે ? જાણો RBI નો જવાબ
2000 notes Withdrawn: શુક્રવારે અચાનક જાહેર કરવામાં આવ્યું કે 2000 રૂપિયાની નોટ ચલણમાંથી પરત લેવામાં આવશે. આ વાત જાહેર થતાં જ લોકોમાં નોટબંધીનો ભય ફરીથી ફેલાઈ ગયો. જો કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે આ કોઈપણ પ્રકારની નોટબંધી નથી.
2000 notes Withdrawn: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા શુક્રવારે એક ચોંકાવનારો નિર્ણય લીધો. શુક્રવારે અચાનક જાહેર કરવામાં આવ્યું કે 2000 રૂપિયાની નોટ ચલણમાંથી પરત લેવામાં આવશે. આ વાત જાહેર થતાં જ લોકોમાં નોટબંધીનો ભય ફરીથી ફેલાઈ ગયો. જો કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે આ કોઈપણ પ્રકારની નોટબંધી નથી. આરબીઆઈ એ કહ્યું છે કે 23 મેથી લઈ 30 સપ્ટેમ્બર સુધીમાં 2000 રૂપિયાની નોટ લોકો પોતાના ખાતામાં જમા કરાવી શકે છે અથવા તો બદલી શકે છે. આરબીઆઈ એ સ્પષ્ટતા પણ કરી છે કે 2000 રૂપિયાની નોટ 30 સપ્ટેમ્બર સુધી સંપૂર્ણપણે માન્ય રહેશે.
આ પણ વાંચો:
જો કોઈ બેન્ક 2000 રુપિયાની નોટ બદલવાની કે લેવાની ના કહે તો શું કરવું ? જાણી લો ફટાફટ
સંઘરી રાખેલી 2000 ની નોટ બદલી જ લેજો 30 સપ્ટેમ્બર સુધીમાં, જાણો ડેડલાઈન પછી શું થશે
Currency Notes: 2000 ની નોટ પછી 100, 200 અને 500ની નોટને લઈ RBI એ કરી મહત્વની ઘોષણા
2000 રૂપિયાની નોટને લઈને 30 સપ્ટેમ્બરની ડેડલાઈન જાહેર કરવામાં આવતા લોકોના મનમાં પણ અનેક પ્રકારના પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. આવો જ એક પ્રશ્ન છે કે 30 સપ્ટેમ્બર પછી જો કોઈ વ્યક્તિ પાસેથી 2,000 ની નોટ મળે તો શું તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થશે ? કારણ કે આ પહેલા સરકારે જ્યારે 500 અને 1000 રૂપિયાની નોટને રદ કરી હતી ત્યારે નિશ્ચિત સમય મર્યાદા પછી આ નોટ પોતાની પાસે રાખવી ગુનો ગણાતો હતો. તો શું આવું જ 2000 રૂપિયાની નોટ સાથે થવાનું છે ? આ પ્રશ્નનો જવાબ છે કે 30 સપ્ટેમ્બર પછી કોઈ વ્યક્તિ પાસે 2,000 ની નોટ હશે તો તેના વિરુદ્ધ કોઈ કાયદેસરની કાર્યવાહી નહીં થાય.
નાણા સચિવ ટીવી સોમનાથને એક મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે આ નિર્ણય 2016 માં જાહેર કરેલી નોટબંધીથી અલગ છે. તેનો અર્થ વ્યવસ્થા પર કોઈ અસર નહીં પડે. લોકોને પણ તેનાથી કોઈ તકલીફ નહીં પડે લોકો એકવારમાં 20,000 રૂપિયા સુધીની 2000 ની નોટ બેંકમાં જઈને સરળતાથી બદલી શકે છે. જો કોઈ બેંક નોટ બદલવાથી કે જમા કરવાથી ઇનકાર કરે તો લોકો સંબંધિત બ્રાન્ચની ફરિયાદ પોતાની બેંકના મેનેજરને કરી શકે છે.