આજથી નવો મહિનો ઓગસ્ટ શરૂ થઈ ચૂક્યો છે. મંગળવારે એક ઓગસ્ટથી દેશમાં અનેક ફેરફાર થઈ રહ્યા છે. જેની સામાન્ય માણસના ખિસ્સા પર સીધી અસર પડશે. જેમાં રાંધણ ગેસના ભાવમાં ફેરફારથી માંડીને નવું ઘર ખરીદવા સુધીના નિયમોમાં ફેરફાર થયા છે. આ ઉપરાંત ક્રેડિટ કાર્ડથી લઈને આવકવેરા રિટર્ન ફાઈલ કરવા સંલગ્ન નિયમોમાં ફેરફાર થયા છે. આજથી કયા કયા ફેરફાર થયા છે તે ખાસ જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ITR ફાઈલ કરવા પર લાગશે દંડ
એસેસમેન્ટ યર 2022-23 માટે આવકવેરા ટેક્સ રિટર્ન એટલે કે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ ગઈ કાલે 31 જુલાઈ 2023 હતી. જો કે આ ડેડલાઈન એવા ટેક્સપેયર્સ માટે હતી જેમણે પોતાના ખાતાનું ઓડિટ કરાવ્યું નથી. એક ઓગસ્ટે આ ડેડલાઈન પૂરી થઈ ગઈ અને હવે આઈટીઆર ફાઈલ કરવા માટે દંડ ભરવો પડશે. 


નોંધનીય છે કે મોડેથી આવકવેરો ફાઈલ કરવા બદલ 5 લાખ રૂપિયાની આવક સુધીના ટેક્સપેયર્સ માટે 1000 રૂપિયા, જ્યારે 5 લાખથી વધુની વાર્ષિક આવક પર 5000 રૂપિયા સુધીની લેટ ફી વસૂલવાની જોગવાઈ છે. જો કરદાતા 31 ડિસેમ્બર 2023 બાદ આઈટીઆર ફાઈલ કરે તો તેણે ડબલ એટલે કે 10,000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે. 


એલપીજી સસ્તો થયો
ઓઈલ કંપનીઓએ એલપીજી સિલિન્ડરના ભાવમાં ભારે ઘટાડો કર્યો છે. સિલિન્ડરના ભાવમાં ઘટાડો જુલાઈમાં કિંમતોમાં વધારા  બાદ જોવા મળ્યો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ એક ઓગસ્ટની સવારે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કર્યો છે. જો કે ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. કોમર્શિયલ ગસ સિલિન્ડર દિલ્હીમાં 1780 રૂપિયાથી ઘટીને 1680 રૂપિયા થયો છે. કોલકાતામાં પહેલા 1895.50 રૂપિયાની સરખામણીએ હવે 1802.50 રૂપિયા ચૂકવવાના રહેશે. એ જ રીતે મુંબઈમાં પહેલા એ 1733.50 રૂપિયાનો મળતો હતો, જે હવે 1640.50 રૂપિયાનો મળશે. ચેન્નાઈમાં કિંમત 1945.00 રૂપિયાથી ઘટીને 1852.50 રૂપિયા રહી ગઈ છે. 


ATF મોંઘુ, હવાઈ ભાડું વધશે
ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ એવિએશન ટર્બાઈન ફ્યૂલ એટલે કે ATF ના ભાવમાં 7728 રૂપિયા પ્રતિ કિલોનો વધારો કર્યો છે. તેની સીધી અસર હવાઈ ભાડા પર જોવા મળી શકે છે. એલરાઈન્સ ATF ને ગ્રાહકોમાં ટ્રાન્સફર કરવા માટે ભાડું વધારી શકે છે. દિલ્હીમાં એક ઓગસ્ટથી ATF ના ભાવ 98,508.26 રૂપિયા થયા છે. 


GST ઈનવોઈસ જરૂરી
આજથી એટલે કે એક ઓગસ્ટથી કંપનીઓ માટે ઈલેક્ટ્રોનિક ઈનવોઈસ જરૂરી બનશે. જેમનું B2B ટ્રાન્ઝેક્શન વેલ્યૂ 5 કરોડ રૂપિયાથી વધુ છે. આ અગાઉ ઈ ઈનવોઈસ ફક્ત એવી કંપનીઓ માટે જરૂરી હતું જેમનું વાર્ષિક ટર્નઓવર 10 કરોડ રૂપિયાથી વધુ હતું. 


300 દવાઓ માટે QR કોડ જરૂરી
આજથી 300 દવાઓ માટે QR કોડ જરૂરી હશે. આ દવાઓ એવી છે જેમનો ઉપયોગ મોટા પાયે થાય છે. આ પહેલથી દવાઓ વિશે અનેક પ્રકારની જાણકારીઓ મળશે. જેમ કે દવા નકલી તો નથી, ક્વોલિટીની સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં આવ્યું નથી. મેન્યુફેક્ચરિંગ લાઈસન્સ અને બેચ નંબર જેવી જાણકારીઓ પણ ગ્રાહકોને મળી શકશે. 

Axis Bank ક્રેડિટ કાર્ડ યૂઝર્સને ફટકો
જો તમે એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ યૂઝર છો તો પછી પહેલી ઓગસ્ટ 2023 તમારા માટે આંચકો આપનારી રહેશે. કારણ કે બેંક ક્રેડિટ કાર્ડ કેશબેક અને ઈન્સેન્ટિવ પોઈન્ટને ઘટાડવા જઈ રહી છે. હવે તેમાં 1.5 ટકા જ કેશબેક મળશે. અત્રે જણાવવાનું કે એક્સિસ બેંક ફ્લિપકાર્ટ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ યૂઝર્સ માટે આ ફેરફાર કરવા જઈ રહી છે. જે 12 ઓગસ્ટથી પ્રભાવી થશે. 


બાસમતી ચોખા માટે સ્ટાન્ડર્ડ
FSSI એ ભારતમાં પહેલીવાર બાસમતી ચોખા માટે માપદંડો નક્કી કર્યા છે. જે એક ઓગસ્ટથી પ્રભાવી થશે. FSSI ને આશા છે કે નિર્ધારિત સ્ટાન્ડર્ડ ગ્રાહકોના હિતોની રક્ષા કરશે અને એ સુનિશ્ચિત કરશે કે બજારમાં વેચવામાં આવતા બાસમતી ચોખાની ખાસ સુગંધ હોય. તેમાં કોઈ પણ પ્રકારની કૃત્રિમ સુગંધ અને રંગ ન હોય. માપદંડ ભૂરા બાસમતી ચોખા, મિલ્ડ  બાસમતી ચોખા, બોઈલ ભૂરા બાસમતી ચોખા, અને મિલ્ડ બોઈલ બાસમતી ચોખા પર લાગૂ થશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube