સોમવારે શેર બજારમાં જોવા મળી તેજી, મહારાષ્ટ્રમાં ભાજપની જીતની જોવા મળી અસર; રોકાણકારોને 7 લાખ કરોડનો નફો
Share Market Close: મહારાષ્ટ્ર ચૂંટણીમાં ભાજપ ગઠબંધનની ભવ્ય જીતથી શેર બજારને મજબૂત સરકારની ખાતરી અપાવી છે. આ વિશ્વાસને કારણે સોમવાર 25 નવેમ્બરના રોજ શેર બજારે લાંબા સમય બાદ 80 હજારનો આંકડો પાર કર્યો હતો.
Trending Photos
Share Market Close: લાંબા સમયથી શેર બજારમાં ચાલી રહેલા ઘટાડા પર બ્રેક લાગી છે. સોમવારે રોકેટ ગતિએ શેરબજાર ખુલ્યું હતું. સેન્સેક્સ ખુલતાની સાથે જ 1000 પોઈન્ટ વધી ગયો હતો. જ્યારે નિફ્ટીએ બજારની શરૂઆત સાથે ત્રણ સદીનો ઉછાળો મેળવ્યો હતો. મહારાષ્ટ્ર ચૂંટણીમાં ભાજપ ગઠબંધનની જંગી જીતે બજારને મજબૂત સરકારની ખાતરી આપી. આ વિશ્વાસને કારણે સોમવાર 25 નવેમ્બરના રોજ શેરબજારે લાંબા સમય બાદ 80 હજારનો આંકડો પાર કર્યો હતો.
તેજીની સાથે બંધ થયું બજાર
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના નેતૃત્વ હેઠળના ગઠબંધનની શાનદાર જીત અને મોટી કંપનીઓના શેરમાં ખરીદીને કારણે સોમવારે સ્થાનિક શેરબજારોમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ લગભગ 993 પોઈન્ટની છલાંગ લાગાવી છે અને નિફ્ટીમાં પણ 315 પોઈન્ટ ઉછાળો જોવા મળ્યો છે. બીએસઈના 30 શેર પર બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ પાછલા સત્રની તેજીને ચાલુ રાખીને 992.74 પોઈન્ટ એટલે કે 1.25 ટકા વધીને 80,109.85 પોઈન્ટ પર બંધ થયો હતો. ટ્રેડિંગ દરમિયાન એક સમયે તે 1,355.97 પોઈન્ટ વધીને 80,473.08 પોઈન્ટ પર પહોંચ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો સ્ટાન્ડર્ડ ઈન્ડેક્સ નિફ્ટી 314.65 પોઈન્ટ એટલે કે 1.32 ટકા વધીને 24,221.90 પોઈન્ટ પર પહોંચી ગયો છે.
ભાજપની જીતથી રોકાણકારોને 7 લાખ કરોડનો નફો
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ગઠબંધનની જીત અને શોર્ટ કવરિંગમાં વધારાને કારણે આજે રોકાણકારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ચારેતરફ તેજીના કારણે આજે રોકાણકારોની સંપત્તિમાં રૂ. 7.14 લાખ કરોડનો વધારો થયો છે. સેન્સેક્સ પર લાર્સન એન્ડ ટુબ્રો, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ), અદાણી પોર્ટ્સ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, પાવર ગ્રીડ, આઈસીઆઈસીઆઈ બેન્ક, એચડીએફસી બેન્ક, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (ટીસીએસ), કોટક મહિન્દ્રા બેન્ક અને એક્સિસ બેન્કના શેરમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો હતો. . બીજી તરફ જેએસડબલ્યુ સ્ટીલ, ટેક મહિન્દ્રા, ઈન્ફોસીસ, મારુતિ સુઝુકી, એશિયન પેઈન્ટ્સ અને એચસીએલ ટેકના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ દરમિયાન ઓનલાઈન કેટરિંગ સપ્લાયર ઝોમેટોનો 23 ડિસેમ્બરથી JSW સ્ટીલની જગ્યાએ BSE સેન્સેક્સ જૂથમાં સમાવેશ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
બજારમાં બધા થયા આશ્ચર્યચકિત
જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વીકે વિજયકુમારે જણાવ્યું કે, બજારમાં બધાને આશ્ચર્યચકિત કરવાની પોતાની ક્ષમકા શુક્રવારે નિફ્ટીમાં 557 પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો અને આ સિલસિલો મહારાષ્ટ્રમાં ભાજપના નેતૃત્વ હેઠળના ગઠબંધનની શાનદાર પ્રદર્શનના કારણે ચાલુ રહેશે.
આ ચૂંટણીમાં વ્યાપક રાજકીય સંદેશ છે અને બજારના પરિપ્રેક્ષ્યમાં તે ખૂબ જ સકારાત્મક છે. શનિવારે જાહેર થયેલા મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામોમાં ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું છે. ભાજપની આગેવાની હેઠળનું મહાયુતિ ગઠબંધન રેકોર્ડ સંખ્યામાં બેઠકો જીતીને સત્તામાં પરત ફર્યું છે.
ગ્લોબલ માર્કેટની સ્થિતિ
એશિયાના અન્ય બજારોમાં દક્ષિણ કોરિયાનો કોસ્પી અને જાપાનનો નિક્કી ઉછાળા સાથે બંધ થયો હતો, જ્યારે ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ અને હોંગકોંગનો હેંગસેંગમાં ઘટાડો જોવા મળ્યો હતો. યુરોપનું બજાર બપોરના કારોબારમાં લાભમાં હતું. શુક્રવારે અમેરિકાનું બજાર સકારાત્મક ક્ષેત્રમાં બંધ થયું છે. વૈશ્વિક તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 0.40 ટકા ઘટીને $74.87 પ્રતિ બેરલ પર આવી ગયું છે. શેરબજારના આંકડા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)એ શુક્રવારે રૂ. 1,278.37 કરોડના શેરનું ચોખ્ખું વેચાણ કર્યું હતું. શુક્રવારે BSE સેન્સેક્સ 1,961.32 પોઈન્ટ વધીને 79,117.11 પોઈન્ટ અને નિફ્ટી 557.35 પોઈન્ટ વધીને 23,907.25 પોઈન્ટ પર બંધ થયું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે