10 જૂને ઓપન થશે આ કંપનીનો આઈપીઓ IPO, પ્રાઇઝ ₹93, જાણો GMP અને અન્ય વિગત
Ixigo IPO: જો તમે પણ આઈપીઓમાં દાવ લગાવો છો તો તમારા માટે સારા સમાચાર છે. આગામી સોમવારે વધુ એક કંપનીનો આઈપીઓ ઓપન થઈ રહ્યો છે.
Ixigo IPO: જો તમે કોઈ આઈપીઓમાં દાવ લગાવવાનું વિચારી રહ્યાં છો તો તમારા માટે કામના સમાચાર છે. આગામી સપ્તાહે વધુ એક કંપનીનો આઈપીઓ રોકાણ માટે ઓપન થઈ રહ્યો છે. આ આઈપીઓ ટ્રાવેલ બુકિંગ મંચ ઈક્સિગોનું સંચાલન કરનારી ટ્રાવેન્યૂઝ ટેક્નોલોડી લિમિટેડનો છે. કંપનીનો આઈપીઓ 10 જૂને રોકાણ માટે ઓપન થશે. ઈન્વેસ્ટર આ ઈશ્યૂમાં 22 જૂન સુધી પૈસા લગાવી શકે છે. પ્રાઇઝ બેન્ડ 88 રૂપિયાથી 93 રૂપિયા નક્કી કરવામાં આવી છે. એક લોટમાં 161 શેર સામેલ છે.
શું છે વિગત
એન્કર ઈન્વેસ્ટર માટે બોલીની તારીખ 7 જૂન શુક્રવાર હતો. નોંધનીય છે કે એન્કર ઈન્વેસ્ટરો પાસેથી કંપનીએ 333 કરોડ રૂપિયા ભેગા કર્યાં છે. ટ્રાવેન્યૂઝ ટેક્નોલોજી લિમિટેડની યોજના આઈપીઓ દ્વારા 740 કરોડ રૂપિયા ભેગા કરવાની છે. ગુરૂગ્રામ સ્થિત કંપનીના આઈપીઓમાં 120 કરોડ રૂપિયાના ફ્રેશ શેર અને વર્તમાન શેરધારકો દ્વારા 620 કરોડ રૂપિયાના મૂલ્યના 6.66 કરોડ શેરના વેચાણની રજૂઆત (ઓએફએસ) સામેલ છે.
આ પણ વાંચોઃ કંપનીને મળ્યો TATA પાસેથી મોટો ઓર્ડર, શેર ખરીદવા લાગી હોડ, ₹25 પર આવ્યો ભાવ
નિવેદન અનુસાર આ રકમનો ઉપયોગ કંપની વર્કિંગ કેપિટલની જરૂરીયાત પૂરી કરવા, ટેક્નોલોજી સાથે ડેટા વિજ્ઞાનમાં રોકાણ કરવા, અધિગ્રહણ દ્વારા વિકાસ અને સામન્ય કામકાજી ઉદ્દેશ્ય માટે કરશે. ઈક્સિગો આઈપીઓ માટે બુક રનિંગ લીડ મેનેજર એક્સિસ કેપિટલ લિમિટેડ, ડેમ કેપિટલ એડવાઇઝર્સ લિમિટેડ અને જેએમ ફાઈનાન્શિયલ લિમિટેડ છે, જેમાં લિક ઇનટાઇમ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ રજીસ્ટ્રારના રૂપમાં કાર્યરત છે.
શું ચાલી રહ્યો છે GMP?
ઈક્ગિસો આઈપીઓનો જીએમપી કે ગ્રે માર્કેટ પ્રીમિયમ 28 રૂપિયા છે. ઈન્વેસ્ટરગેન.કોમ અનુસાર તે જણાવે છે કે ઈક્સિગોના શેર ગ્રે માર્કેટમાં 28 રૂપિયાના પ્રીમિયમ પર કારોબાર કરી રહ્યાં છે. એટલે કે લિસ્ટિંગના દિવસે આ સ્થિતિ રહી તો કંપનીના શેર 121 રૂપિયા પર લિસ્ટ થઈ શકે છે.