નવી દિલ્હી: મોદી સરકારની સૌથી મોટી યોજનાઓમાં એક પ્રધાનમંત્રી જનધન યોજના (PMJDY)ને આજે 6 વર્ષ પૂરા થયા છે. 2014માં પ્રધાનમંત્રી બનાવાની સાથે પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi)એ 15 ઓગસ્ટ 2015ના જનધન યોજના લોન્ચ કરી હતી. જેનો ઉદેશ્ય લોકોના બેંક ખાતા ખોલાવવાનો હતો. આજે જ્યારે તેને 6 વર્ષ પૂરા થયા તો પીએમ મોદીએ ટ્વિટ (tweet) કરી લોકોને શુભચ્છાઓ આપી અને આ યોજનાથી જોડાયેલા કેટલાક તથ્યો તમામની સામે રજૂ કર્યા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- WhatsApp પર માત્ર ચેટિંગ નહીં, મ્યુચ્યુઅલ ફંડ પણ ખરીદી શકો છો, જાણો કેવી રીતે


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના ટ્વિટમાં લખ્યું, આજથી 6 વર્ષ પહેલા પ્રધાનમંત્રી જનધન યોજનાને લોન્ચ કરાઇ હતી, જેનો ઉદેશ્ય લોકોને બેન્કિંગ સિસ્ટમ (banking system) સાથે જોડવાનો હતો. આ એક ગેમચેન્જર (game-changer) સાબિત થયું, જેને ગરીબીમાં ફસાયેલા લોકોને ફાયદો પહોંચાડવાનું કામ કર્યું. પીએમ મોદીએ વધુમાં લખ્યું, પ્રધાનમંત્રી જનધન યોજનાના કારણે કરોડો પરિવારોનું ભવિષ્ય સુરક્ષિત થયું છે. તેમાં મોટાભાગે ગ્રામીણ વિસ્તારના લોકો છે અને મહિલાઓ છે. જેમણે આ યોજના માટે કામ કર્યું છે, હું તેમનો આભાર વ્યક્ત કરું છું.


આ પણ વાંચો:- સોના-ચાંદીના ભાવમાં મોટો વધારો, જાણો આજની કિંમત


જનધન યોજના કેવી રીતે બની ગેમચેન્જર?
1. ઓગસ્ટ 2020 સુધી આ યોજના અંતર્ગત 40.35 કરોડ બેંક ખાતા ખોલવામાં આવ્યા છે.
2. કુલ બેંક ખાતામાં 55.2 ટકા ખાતા મહિલાઓના નામે છે.
3. જનધન યોજના અંતર્ગત ખોલવામાં આવેલા બેંક ખાતામાં 64 ટકા ગ્રામીણ વિસ્તારના છે, બાકી 36 ટકા શહેરના છે.
4. તેમાં ઝીરો બેલેન્સથી ખાતુ ખોલાવી શકાય છે.
5. આ યોજના અંતર્ગત 2 લાખનો દુર્ઘટના વીમો મળે છે, જે એકદમ ફ્રી હોય છે.
6. જનધન ખાતામાં હવે ડેબિટ કાર્ટ મળવાની સુવિધા પણ છે.


આ પણ વાંચો:- આ રીતે ઑનલાઇન બુક કરો રસોઈ ગેસ સિલિન્ડર, 50 રૂપિયાનું મળશે ડિસ્કાઉન્ટ


તમને જણાવી દઇએ કે, PM Garib Kalyan Yojana અંતર્ગત સરકાર એપ્રિલ-જૂન 2020 દરમિયાન મહિલાઓના ખાતામાં 30,705 કરોડ રૂપિયા જમા કરવાશે. આ તે સમય છે જ્યારે કોરોના સંકટના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન લાગ્યું હતું. જનધન યોજના અંતર્ગત 8 કરોડ લોકોને મોદી સરકાર ઘણી સ્કીમના પૈસા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા પહોંચાડે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર