જયેશ જોશી, અમદાવાદ એમેઝોન કંપનીનો પાયો નાંખનારા જેફ બેઝોસે 5 જુલાઈ 1994 કંપનીની શરૂઆત કરી હતી. અને આ જ દિવસે તેમણે CEOનું પદ છોડ્યું. એક ગેરેજથી લઈને દુનિયાની ટોચની કંપની એમેઝોન બનાવનારા જેફ બેઝોસ અને તેની કંપનીની અત્યાર સુધીની સફર ઘણું બધું શીખવાડે છે. ત્યારે આવો જાણીએ એમેઝોનના બનવાથી લઈને જેફ બેઝોસના તેના છોડવા સુધીની અત્યાર સુધીની રસપ્રદ કહાની.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


'હું પોતાની નોકરી છોડવા માગતો હતો અને કંઈક અલગ કરવા માગતો હતો. મારી પત્ની ઈચ્છતી હતી કે હું મારા સપના પૂરા કરું. મેં નિર્ણય લીધો કે મારે મારા સપના પૂરા કરવા છે. હું આ વાત પર અફસોસ વ્યક્ત કરવા માગતો નથી કે મેં પ્રયત્ન પણ ન કર્યો. પરંતુ જો પ્રયાસ કરીશ તો મને પસ્તાવો નહીં થાય.' આ વાત એમેઝોનના માલિક જેફ બેઝોસે 2010માં પ્રિન્સટન યુનિવર્સિટીમાં કહી હતી. આ તે જ યુનિવર્સિટી છે જ્યાંથી બેઝોસે ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અને કમ્પ્યૂટર સાયન્સની ડિગ્રી મેળવી હતી. આ વાતનો ઉલ્લેખ એટલા માટે કરવામાં આવી રહ્યો છે. કેમ કે જેફ બેઝોસે 5 જુલાઈએ એમેઝોનનું CEOનું પદ છોડી દીધું. તેમની જગ્યા એન્ડી જેસી નવા CEO બની ગયા છે. 5 જુલાઈનો દિવસ એટલા માટે ખાસ છે. કેમ કે 27 વર્ષ પહેલાં 5 જુલાઈ 1994ના દિવસે તેમણે એક નાના ગેરેજમાંથી એમેઝોનની શરૂઆત કરી હતી. પરંતુ આજના સમયમાં એમેઝોન સૌથી વધારે માર્કેટ કેપના મામલામાં દુનિયાની ટોપ-5 કંપનીઓમાંથી એક છે. જેફ બેઝોસ પણ આજે દુનિયાના સૌથી અમીર વ્યક્તિ છે.


નાના ગેરેજથી શરૂ કરી કંપની:
બેઝોસે જૂન 1994માં પોતાની નોકરી છોડી અને 5 જુલાઈ 1994ના દિવસે એક ગેરેજથી એમેઝોનની શરૂઆત કરી. શરૂઆતમાં અહીંયા જૂના પુસ્તકો જ મળતા હતા. એમેઝોનના રિપોર્ટ પ્રમાણે 1997ના અંત સુધી કંપનીના 150થી વધારે દેશમાં 15 લાખથી વધારે ગ્રાહક હતા. શરૂઆતના કેટલાંક વર્ષોમાં કંપનીને ખોટ ગઈ. પરંતુ પછીછી કંપનીને જબરદસ્ત નફો થયો. માત્ર 2020માં જ એમેઝોનને 3.86 મિલિયન ડોલર એટલે 28.76 લાખ કરોડની આવક થઈ અને કંપનીને 21,331 મિલિયન ડોલર એટલે 1.58 લાખ કરોડ રૂપિયાનો નફો થયો.


માર્કેટની દ્રષ્ટિએ ચોથી મોટી કંપની:
બેઝોસે જ્યારે પોતાના પિતાના ગેરેજમાંથી એમેઝોનની શરૂઆત કરી હતી. ત્યારે કોઈએ એ વિચાર્યું ન હતું કે એક દિવસ તેમની કંપનીની ગણતરી દુનિયાની સૌથી મોટી કંપનીઓમાં થશે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કંપની શરૂ થયાના ત્રણ વર્ષમાં જ કંપનીની માર્કેટ કેપ 1 અરબ ડોલરને પાર પહોંચી ગઈ હતી. સપ્ટેમ્બર 2018માં એમેઝોનની માર્કેટ કેપ 1 ટ્રિલિયન ડોલરને પાર પહોંચી ગઈ. આ સમયે કંપનીની માર્કેટ કેપ 1.7 ટ્રિલિયન ડોલરની આસપાસ છે. સૌથી વધારે માર્કેટ કેપના મામલામાં એમેઝોન એપલ, માઈક્રોસોફ્ટ અને સઉદી અરામકો પછી ચોથા નંબરે છે.


2018થી સૌથી અમીર વ્યક્તિ છે જેફ બેઝોસ:
1999માં જેફ બેઝોસ પહેલીવાર ફોર્બ્સની યાદીમાં આવ્યા. તે સમયે બેઝોસ દુનિયાના 19મા સૌથી અમીર વ્યક્તિ હતા. અને તે સમયે તેમની નેટવર્થ 10 અરબ ડોલરની આજુબાજુ હતી. પરંતુ આજે બેઝોસ દુનિયાના સૌથી અમીર વ્યક્તિ છે. અને તેમની નેટવર્થ 200 અરબ ડોલરથી પણ વધારે છે. 2018માં બેઝોસ પહેલી વખત ફોર્બ્સની બિલિયોનરની યાદીમાં પહેલા નંબરે આવ્યા અને માઈક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સને પાછળ છોડી દીધા. વર્ષ 2018થી તે આ યાદીમાં પહેલા નંબરે છે. જોકે તેની વચ્ચે એલન મસ્ક થોડાક દિવસ માટે નંબર વન બન્યા પરંતુ બેઝોસે તેમને પણ પાછળ છોડી દીધા.


23 વર્ષથી પગારમાં એકપણ રૂપિયાનો વધારો થયો નથી:
બેઝોસને એમેઝોનના CEO પદ માટે તે સેલરી મળતી હતી. જે 1998માં મળતી હતી. એમેઝોનના પ્રોક્સી સ્ટેટમેન્ટ પ્રમાણે 1998માં જેફ બેઝોસને 81,840 ડોલર સેલરી મળતી હતી.  અને અત્યાર સુધી તેમને આટલી જ સેલરી મળતી હતી. એવામાં સવાલ એ છે કે તો પછી બેઝોસ ક્યાંથી કમાણી કરે છે? કંપનીના જણાવ્યા પ્રમાણે 2020ના અંત સુધી બેઝોસની પાસે કંપનીના 14 ટકા શેર છે, જે સૌથી વધારે છે. તે  સિવાય 2004માં તેમણે બ્લૂ ઓરિજિન નામની એક એરોસ્પેસ ફર્મની શરૂઆત કરી હતી. 2013માં તેમણે અમેરિકાના સૌથી મોટા અખબારમાંથી એક વોશિંગ્ટન પોસ્ટને ખરીદી લીધું હતું. જેફ બેઝોસ મે 1996થી એમેઝોનના CEOનું પદ સંભાળી રહ્યા હતા. અને હવે તે આ પદ પરથી હટી ગયા છે. બેઝોસે પોતાના પદ પરથી હટવાની જાહેરાત કરતાં કહ્યું હતું કે તે હવે કંપનીના બીજા બિઝનેસ પર ફોકસ કરશે. હવે સમય બતાવશે કે બેઝોસના હટવાથી એમેઝોન પર શું અસર પડે છે?


Juhi Chawla છે પતિ જય મહેતાની બીજી પત્ની, બધાને એમકે પૈસા માટે કર્યા લગ્ન, પણ કંઈક અલગ છે હકીકત

Gandi Baat વાળી એકટ્રેસે ગરમ કર્યું સોશલ મીડિયા, કામસૂત્ર અને મસ્તરામમાં પણ બધાને મુકી દીધાં હતાં અચંભામાં!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube