નવી દિલ્હી: આપણે બધા જાણીએ છીએ કે જેટલો પૈસા માણસ પાસે હોય વ્યક્તિ તેટલો જ એશો આરામ અને એશ કરે. મીડલ ક્લાસની સવારથી સાંજ સુધીની જીંદગી સંઘર્ષમાં જ પસાર થતી હોય છે. ક્યારેક આપણા મનમાં એવો પ્રશ્ન પણ ઉદ્ભવતો હોય છે કે ખુબ અમીર લોકો રોજબરોજનું જીવન કેવી રીતે પસાર કરતા હશે. તેઓ કેટલા કલાક સૂતા હશે અને કેટલા વાગે ઉઠતા હશે. એમેઝોનના ફાઉન્ડર જેફ બેજોસ, માઈક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સ, જાણીતા રોકાણકાર વોરેન બફેટ, ફેસબુકના માર્ક ઝકરબર્ગનો દિવસ કેવી રીતે પસાર થાય છે તે જીજ્ઞાસા તો દરેકના મનમાં હોય છે. આવો જાણીએ કે આ અમીરો પોતાનો દિવસ કેવી રીતે પસાર કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


જેફ બેજોસ (Jeff Bezos)
જેફ બેજોસ દુનિયાના સૌથી અમીરોની યાદીમાં હવે બીજા નંબર પર આવી ગયા છે. ગુરુવાર સુધી તેઓ દુનિયાના સૌથી અમીર વ્યક્તિ હતાં. પરંતુ બિલ ગેટ્સે તેમને પછાડ્યા છે. જેફ બેજોસની કુલ સંપત્તિ 103 અબજ ડોલર છે. પરંતુ તેમની દિનચર્યાની વાત કરીએ તો તેમનો દિવસ તો સામાન્ય માણસની જેમ જ વીતે છે. બિઝનેસ ઈનસાઈડરના રિપોર્ટ મુજબ બેજોસ આઠ કલાકની ઊંઘ લેવાનુ પસંદ કરે છે અને સવાર ઉઠવા માટે એલાર્મની મદદ લે છે. તેમના દિવસની શરૂઆત એક કપ કોફીથી અને અખબાર વાંચવાથી થાય છે. તેઓ એમેઝોનની ઓફિસ જતા પહેલા નાશ્તો જરૂર કરે છે. સામાન્ય રીતે તેમની મીટિંગ સવારે 10 વાગે શરૂ થાય છે. બપોરે કોઈ મીટિંગ  કરતા નથી. બેજોસ રાતે ડિનર કર્યા બાદ પોતાના વાસણ પોતે જાતે ધોવે છે. તેઓ કસરત ક્યારે કરે છે તે સ્પષ્ટ નથી પરંતુ કસરત માટે પણ તેઓ સમય કાઢે છે. 



બિલ ગેટ્સ (Bill Gates)
માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સ આમ તો રિટાયર્ડ લાઈફ જીવી રહ્યાં છે. પરંતુ આજે પણ તેઓ દુનિયામાં સૌથી અમીર વ્યક્તિ છે. બિલ ગેટ્સ પોતાના બિલ એન્ડ મેલિન્ડા ફાઉન્ડેશનના કામોમાં ખુબ વ્યસ્ત રહે છે. બિલ ગેટ્સ સાત કલાકની ઊંઘ લે છે. સામાન્ય રીતે તેઓ સવારે નાશ્તો કરતા નથી. સવારે કસરત કરે છે અને ત્યારબાદ અખબાર વાંચે છે. ત્યારબાદ ફાઉન્ડેશનનું કામકાજ પતાવે છે. તેઓ ખુબ વાંચે છે અને રાતે પણ ઘરનું થોડુંઘણુ કામ કરવાનું ભૂલતા નથી. જેફ બેજોસની જેમ તેઓ પણ મોટાભાગે પોતાના વાસણો જાતે સાફ કરે છે. 



વોરેન બફેટ (Warren Buffett)
દિગ્ગજ ઈન્વેસ્ટર વોરેન બફેટ આઠ કલાક સૂવે છે. તેઓ સવારે 6.45 વાગે ઉઠે છે. નાશ્તો કરતા પહેલા અખબાર વાંચે છે અને ત્યારબાદ બફેટ મેકડોનાલ્ડ્સ જાય છે. બર્કશાયર હેથવેની ઓફિસમાં તેઓ મોટાભાગનો સમય વાંચવામાં વીતાવે છે. તેઓ રોજેરોજ ઓછામાં ઓછા 500 પેજ વાંચવાની સલાહ આપે છે. ઓફિસના તેમના કામકાજમાં બ્રિજ રમવું અને ગિટારની પ્રેક્ટિસ સામેલ છે. 



માર્ક ઝકરબર્ગ (Mark Zuckerberg)
એ સ્પષ્ટ નથી કે ફેસબુકના સંસ્થાપક અને સીઈઓ માર્ક કેટલાક કલાક સૂવે છે. પરંતુ સામાન્ય રીતે તેઓ સવારે 8 વાગે ઉઠે છે. ત્યારબાદ સૌથી પહેલા પોતાનો ફોન ચેક કરે છે અને ખાસ કરીને ફેસબુક, મેસેન્જર અને વોટ્સએપ. તેઓ અઠવાડિયામાં ઓછામાં ઓછી 3વાર કસરત કરે છે અને ક્યારેક ક્યારેક પોતાના પાલતુ કૂતરા સાથે ટહેલવા પણ જાય છે. તેઓ સવારે નાશ્તો કરાનું પસંદ કરે છે અને તેમનો મનપસંદ પોષાક ગ્રે ટીશર્ટ અને જીન્સ છે. અઠવાડિયામાં લગભગ 50થી 60 કલાક કામ કરે છે. ક્યારેક તો તેનાથી પણ વધારે. ઝકરબર્ગ પોતાની બંને પુત્રીઓ સાથે મોજમસ્તી કરીને દિવસ વિતાવે છે.