જેટ એરવેઝ વિમાનમાં ડાલમિયાને આવ્યો હાર્ટ એટેક, ક્રૂ સભ્યોએ બચાવ્યો જીવ...
આ ર્દુઘટનાનો ઉલ્લેખ કરતાં ફ્લાઇટમાં મુસાફરી કરતા સહ મુસાફરે ક્રુ મેમ્બર્સના વખાણ કરતાં જેટ એરવેઝના ચેરમેન નરેશ ગોયલને એક પત્ર લખ્યો છે.
નવી દિલ્હી : જેટ એરવેઝના ક્રુ મેમ્બર્સ દ્વારા ઓન બોર્ડ ફ્લાઇટમાં એક મુસાફરનો જીવ બચાવવાનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનાનો ઉલ્લેખ કરતાં ફ્લાઇટમાં મુસાફરી કરતા અન્ય એક મુસાફરે ક્રૂ મેમ્બર્સના વખાણ કરતાં જેટ એરવેઝના ચેરમેન નરેશ ગોયલને એક પત્ર લખ્યો છે. જેમાં સમગ્ર ઘટના વર્ણવી છે સાથોસાથ ફ્લાઇટ મેનેજમેન્ટ અને ક્રૂ સભ્યોની સરાહના કરી છે.
આ ઘટના 22 મેના દિવસની છે. જેટ એરવેઝની આ ફ્લાઇટ મુંબઇથી કોલકત્તા જઇ રહી હતી. ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલા મિસ્ટર ડાલમિયાને એકાએક હાર્ટ એટેક આવ્યો હતો અને તેઓ ઢળી પડ્યા હતા. આ વખતે જેટ એરવેઝના ક્રૂ સભ્યોએ જે રીતે તત્પરતા દાખવી અને સમગ્ર સ્થિતિને સંભાળી લીધી એ કાબિલે તારીફ હોવાનો ડાલમિયાની પાછળની સીટમાં બેઠેલા Chemco Groupના ચેરમેન રામ સરાવગીએ પોતાના પત્રમાં ઉલ્લેખ કર્યો છે.
જો તમને હાર્ટની સમસ્યા છે, તો હાર્ટ એટેકથી બચાવશે આ મોબાઇલ એપ
સરાવગીએ લખેલા પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, હું અને મારી પત્ની 22 મેના રોજ જેટ એરવેઝની 9W625 નંબરની ફ્લાઇટ દ્વારા મુંબઇથી કોલકત્તા જઇ રહ્યા હતા. અમારી ફ્લાઇટ ઉડાન ભર્યાના એક કલાક બાદ મારી સીટની આગળની હરોળમાં બેઠેલા મિસ્ટર ડાલમિયાને એકાએક હાર્ટ એટેક આવ્યો હતો અને તે સીટ પર જ ઢળી પડ્યા હતા. ફ્લાઇટના ક્રૂ સભ્યોને જેવી ખબર પડી કે તરત જ તેઓએ મિસ્ટર ડાલમિયાને સંભાળી લીધા હતા. પહેલા તેમણે ફર્સ્ટ એડ આપ્યું હતું. ક્રૂ સભ્યોને ઘટનાની ગંભીરતા જણાતાં તરત જ એમણે ફ્લાઇટને પરત મુંબઇ લાવવાનો નિર્ણય લીધો હતો કે જેથી એમને જરૂરી મેડિકલ સારવાર આપી શકાય.
હેલ્થ અંગેના વધુ ન્યૂઝ જાણો...
જેવી ફ્લાઇટ મુંબઇ આવી પહોંચી કે ડોક્ટર એમની ટીમ સાથે તરત જ ફ્લાઇટમા આવી પહોંચ્યા હતા અને દર્દીને ઇમરજન્સી મેડિકલ ટ્રીટમેન્ટ આપી હતી કે જેથી એમનો જીવ બચી ગયો હતો. ત્યાર બાદ ફ્લાઇટને કોલકત્તા માટે રવાના કરાઇ હતી. જેટ એરવેઝના તમામ ક્રૂ સભ્યોએ એક મુસાફરનો જીવ બચાવવા માટે જે રીતે ત્વરિત નિર્ણય લીધો અને કામગીરી બતાવી એ પ્રશંસનીય છે. ફ્લાઇટના કેબિન ઓફિસર કેવિન બર્રેટો અને કેબિન સ્ટાફ આકાંક્ષા ત્યાગીનો ખાસ આભાર.
Chemco Gropu ના ચેરમેન રામ સરાગવીએ જેટ એરવેઝના ચેરમેન નરેશ ગોયલ અને એમના સ્ટાફના વખાણ કરતાં લખ્યું છે કે, આ ર્દુઘટના ફ્લાઇટમાં મુસાફરી કરનાર તમામ મુસાફરને સ્તબ્ધ કરનારી હતી. પરંતુ સંકટ સમયે જે રીતે જેટ એરવેઝના સ્ટાફે જે સતર્કતા બતાવી અને સ્થિતિને સંભાળી એ દાદનીય છે. આ ઘટનાએ પોતાની કંપની અને કર્મચારીઓની મુસાફરો પ્રત્યેની ભાવનાની ઝલક છોડી રહી છે.