નવી દિલ્હી: કોર્પોરેટ અફેર્સના મંત્રાલય (MCA) એ ગંભીર ફેરાફેરી તપાસ કાર્યાલાય (SFIO) સાથે જેટ એરવેજ અને તેની સહાયક કંપનીઓની આ મામલે તપાસ શરૂ કરવા માટે કહ્યું છે કે તેના પ્રમોટર્સે ફંડ કાઢીને ક્યાંક બીજે લગાવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે લગભગ 8,400 કરોડ રૂપિયાના લોન તળે દબાયેલા એરલાઇન્સે એપ્રિલમાં પોતાનું કામકાજ બંધ કરી દીધું હતું, કારણ કે તેમની પાસે સંચાલન માટે પૈસા ન હતા. એક બિઝનેસ ચેનલના સૂત્રોના હવાલેથી જણાવ્યું હતું કે સરકાર પાસે આ વાતના પુરતા પુરાવા છે કે ધનની હેરાફેરી કરવામાં આવી છે, તેના માટે સરકારે એસએફઆઇઓ સાથે તપાસ કરવાનો નિર્ણય લીધો છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યાં કોઈની હજી નજર નથી પડી ત્યાં પહોંચી ગયા છે મુકેશ અંબાણી! જિયો પછી હવે નવો ધમાકો


સમાચાર અનુસાર SFIO ના વેસ્ટર્ન રીજનલ ડાયરેક્ટરે આ વિશે એક વિસ્તૃત રિપોર્ટ આ અઠવાડિયે આપ્યો છે, ત્યારબાદ મંત્રાલયે તપાસ શરૂ કરવાનો આદેશ આપ્યો. લગભગ આઠ મહિના પહેલાં જ મંત્રાલયે આ શરૂઆતના એસ્ટીમેન્ટનો આદેશ કર્યો હતો કે ફંડનું કોઇ પ્રકારનું ડાયવર્જન થયું છે એટલું જ નહી. જેટ એરવેજ જ્યારે ગત વર્ષની પહેલી ત્રિમાસિકમાં પોતાના નાણાકીય પરીણામ રજૂ કરવામાં નિષ્ફળ રહી તો આ તપાસમાં રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ (RoC) ને પણ તપાસમાં સામેલ કરવામાં આવ્યો. 

'સંકટમોચન' બન્યા નરેશ ગોયલ, Jet Airways ના કર્મચારીઓને ફરી લખ્યો ઇમોશનલ લેટર


SFIO ની તપાસથી એક દિવસ પહેલાં જ ઇડીએ એતિહાદ એરવેજના જેટમાં પબ્લિક જોઇન્ટ સ્ટોક કંપની રોકાણ વિશે તપાસ શરૂ કરી છે. ઇડી એ વાતની તપાસ કરી રહી છે, એતિહાદે 2014માં જેટ પ્રીવિલેજ પ્રાઇવેટ લિમિટેડ (JPPL)માં જે રોકાણ કર્યું હતું, તેમાં ક્યાંક એફડીઆઇના નિયમોનું ઉલ્લંઘન તો નથી. ઇડીએ જેટના ઘણા અધિકારીઓને બોલાવીને આ સોદાના માળખા વિશે જાણકારી લીધી હતી. આ પહેલાં વિદેશી રોકાણ પ્રમોશન બોર્ડ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના જવાબ મળ્યા નથી.

લાખોમાં કમાણી કરે છે આ ખેડૂત, અઢળક નફો રળવા માટેનો મંત્ર તમે પણ ખાસ જાણો


આ પહેલાં બેંકો પાસે ઇમરજન્સી ફંડ ન મળવાના કારણે 17 એપ્રિલના રોજ જેટને પોતાનું કામકાજ અસ્થાયી રીતે બંધ કરવું પડ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે જેટ એરવેજની ઉપર 8,500 કરોડ રૂપિયાનું દેવું છે. કંપનીને ચલાવવા માટે 400 કરોડ રૂપિયાના ઇમજન્સી ફંડ જરૂર હતી, પરંતુ એસબીઆઇએ તેને આપવાની ના પાડી. જેટ એરવેજની ઉડાન સેવાઓ અસ્થાયી રીતે અટકાવી દેવામાં આવી છે. જેટ એરવેજ સંકટના લીધે લગભગ 23 હજાર કર્મચારી પ્રભાવિત છે. આ કર્મચારીઓને ઘણા મહિનાનો પગા મળ્યો નથી.