'સંકટમોચન' બન્યા નરેશ ગોયલ, Jet Airways ના કર્મચારીઓને ફરી લખ્યો ઇમોશનલ લેટર

જેટ એરવેજ ફરીથી રનવે પર જોવા મળશે. જેટ એરવેજના કર્મચારીઓના કર્મચારીઓને પણ યૂનિફોર્મમાં પરત ફરવાની તક મળશે. આ બધુ સંભવ છે, કારણ કે કંપનીને વેચવા માટે તેમના 'સંકટમોચન' સામે આવ્યા છે. આ બીજું કોઇ નહી પરંતુ કંપનીના પૂર્વ ચેરમેન અને ફાઉન્ડર નરેશ ગોયલ છે. જેટ એરવેજની ડૂબતી નાવડીને પાર લગાવવા માટે નરેશ ગોયલે એરલાઇનને ઇમરજન્સી ફંડ આપી દીધું છે. આ સાથે જ નરેશ ગોયલે જેટના કર્મચારીઓને પણ એક ઇમોશનલ લેટર પણ લખ્યો છે. પત્રમાં તેમણે આશા વ્યક્ત કરી છે કે જેટ એરવેજ ફરી એકવાર ઉડશે. 
'સંકટમોચન' બન્યા નરેશ ગોયલ, Jet Airways ના કર્મચારીઓને ફરી લખ્યો ઇમોશનલ લેટર

નવી દિલ્હી: જેટ એરવેજ ફરીથી રનવે પર જોવા મળશે. જેટ એરવેજના કર્મચારીઓના કર્મચારીઓને પણ યૂનિફોર્મમાં પરત ફરવાની તક મળશે. આ બધુ સંભવ છે, કારણ કે કંપનીને વેચવા માટે તેમના 'સંકટમોચન' સામે આવ્યા છે. આ બીજું કોઇ નહી પરંતુ કંપનીના પૂર્વ ચેરમેન અને ફાઉન્ડર નરેશ ગોયલ છે. જેટ એરવેજની ડૂબતી નાવડીને પાર લગાવવા માટે નરેશ ગોયલે એરલાઇનને ઇમરજન્સી ફંડ આપી દીધું છે. આ સાથે જ નરેશ ગોયલે જેટના કર્મચારીઓને પણ એક ઇમોશનલ લેટર પણ લખ્યો છે. પત્રમાં તેમણે આશા વ્યક્ત કરી છે કે જેટ એરવેજ ફરી એકવાર ઉડશે. 

250 કરોડનું ઇમરજન્સી ફંડ
નરેશ ગોયલે કેશની કટોકટીની સમસ્યા સામે ઝઝૂમી રહેલી એરલાઇનને ઇમરજન્સી ફંડ આપ્યું છે. ફંડ ન આપવાના લીધે એરલાઇનનું કામકાજ ઠપ્પ હતું. નરેશ ગોયલે એરલાઇન કંપનીને 250 કરોડ રૂપિયા આપ્યા છે. નરેશ ગોયલે પોતાના પત્રમાં લખ્યું છે કે એરલાઇનને બચાવી રાખવા માટે તેમણે દરેક સંભવ બલિદાન આપ્યા છે. નરેશ ગોયલે કહ્યું કે તેમને આશા છે કે બેંકના નેતૃત્વ રેજોલ્યૂશન પ્લાન સફળ થશે અને 10 મે સુધી કોઇ ખરીદી સામે આવશે.

ગોયલના લેટરમાં શું લખ્યું છે
નરેશ ગોયલે જે પત્ર લખ્યો છે તેમાં તેમણે કહ્યું કે 'નીતા અને હું ઉત્સુકતાથી આશા કરી રહ્યા છીએ કે 10 મેના રોજ સકારાત્મક પરિણામ સામે આવશે. તમારી માફક અમારી પણ ઇચ્છા છે કે ગત અઠવાડિયે છવાયેલા કાળા વાદળોને ચીરતા ફરીથી ચમકતો સૂર્યને જોઇ શકો. નરેશ ગોયલે આ લેટર બધા એરલાઇન સ્ટાફને તેમના પુત્ર નીવાન ગોયલે મોકલ્યો છે. 

કર્મચારીઓ માટે દુખી છે ગોયલ
જેટ એરવેજના ફાઉન્ડરે લેટરમાં કહ્યું છે કે તેમણે ગ્રુપ કંપની દ્વારા બેંકોને 250 કરોડ રૂપિયા આપ્યા છે. સાથે જ એરલાઇનને બચાવવા માટે તેમણે પોતાની ભાગીદારીને પણ બેંકો પાસે રાખી છે. તેમણે આગળ લખ્યું કે કર્મચારીઓએ જે બલિદાન આપ્યું છે તે ખૂબ મહાન અને મોટું છે. તેમણે ખૂબ દુખ થાય છે કે કર્મચારીઓને ગત કેટલાક મહિનાઓથી પગાર મળ્યો નથી.

ભૂતકાળને કર્યો યાદ
ભૂતકાળને યાદ કરતાં નરેશ ગોયલે કહ્યું કે ''ગત 25 વર્ષોથી દર વર્ષે, 5 મેનો દિવસ આપણા બધા માટે દિલમાં એક વિશેષ સ્થાન ધરાવે છે. પરંતુ અમારી 26મી વર્ષગાંઠ આ બધા દિવસોમાં સૌથી દુખદ દિવસ હતો, જેમાં કોઇપણ ઉડાન ન હતી. આ અજબ અને દુખદ સંયોગ છે કે 18 એપ્રિલ 1993 ના રોજ અમે મુંબઇથી પ્રથમ વિમાન પ્રાપ્ત કર્યું હતું, તો બીજી તરફ 18 એપ્રિલના રોજ સવારે અમૃતસરથી મુંબઇ આપણી અંતિમ ઉડાણ સંચાલિત કરવામાં આવી હતી. 

ખરીદદારોની રેસમાં કોણ?
હાલ જેટ એરવેજને ખરીદવાની રેસમાં પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ TPG કેપિટલ, ઇંડિગો પાર્ટનર્સ, નેશનલ ઇન્વેસ્ટમેંટ અને ઇંફ્રાસ્ટ્રક્ચર ફંડ (NIIF) અને એતિહાદ એરવેજ સામેલ છે. આ બધાને બોલી લગાવવા માટે રસ દાખવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર અત્યારે આ બધાને નોન-ડિસ્ક્લોઝર એગ્રીમેંટ સાઇન કરવાનો છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news