રોકેટ બની ગયો આ શેર, 217% વધી ચુક્યો છે ભાવ, એક્સપર્ટે કહ્યું- 350 રૂપિયા સુધી જશે, ખરીદો
શેર બજારમાં કેટલાક શેર એવા હોય છે જે ઈન્વેસ્ટરોને સારૂ રિટર્ન આપતા હોય છે. જિંદલ સ્ટેનલેસ તેમાંથી એક શેર છે. જેણે છેલ્લા કેટલાક સમયમાં સારૂ રિટર્ન આપ્યું છે અને સ્ટોકમાં તેજી જોવા મળી રહી છે.
Stock To Buy: છેલ્લા કેટલાક દિવસથી જિંદલ સ્ટેનલેસ (Jindal Stainless) ના શેરએ શાનદાર રિટર્ન આપ્યું છે. સપ્તાહના બીજા કારોબારી દિવસ મંગળવારે જિંદલ ગ્રુપની આ કંપનીના શેરમાં 5 ટકાની તેજી જોવા મળી છે. ટ્રેડિંગ દરમિયાન શેરનો ભાવ 285.65 રૂપિયાના પોતાના પાછલા બંધના મુકાબલે 5.51 ટરકાના વધારા સાથે 301.4 રૂપિયા પર બંધ થયો છે.
સ્ટોકે 8 માર્ચ 2023ના 329 રૂપિયાના 52 સપ્તાહની ઉપલી સપાટી વટાવી હતી. તો 20 જૂન 2022ના શેરની કિંમત 95.05 રૂપિયા સુધી નીચે પહોંચી ગઈ હતી. આ 52 સપ્તાહનું નીચલું સ્તર છે. શેર પોતાના નિચલા સ્તરથી 217 ટકા કે 206 રૂપિયા વધી ગયો છે. સ્ટેનલેસ સ્ટીલ નિર્માતાના શેરમાં આ વર્ષે 25.44 ટકાનો વધારો થયો છે અને છેલ્લા એક વર્ષ દરમિયાન 139 ટકાનું પોઝિટિવ રિટર્ન આપી ચુક્યો છે.
માર્ચ ક્વાર્ટરના પરિણામ
વાર્ષિક આધાર પર માર્ચ 2023ના ક્વાર્ટરમાં જિંદલ સ્ટેનલેસના નેટ પ્રોફિટમાં 20 ટકાની કમીની સાથે 716.29 કરોડ રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. પરંતુ ક્વાર્ટરના આધાર પર ફર્મે ડિસેમ્બર ક્વાર્ટરમાં 512 કરોડ રૂપિયાના નફા સાથે 40 ટકાની વૃદ્ધિ મેળવી હતી. કંપનીની સંચાલનથી આવક એક વર્ષ પહેલાના મુકાબલે 9725.91 કરોડ રૂપિયાથી વધી 9765.08 કરોડ રૂપિયા થઈ ગઈ હતી.
આ પણ વાંચોઃ સોનું થયું સસ્તું, ચાંદીના ભાવમાં પણ ઘટાડો, જાણો 18થી 24 કેરેટ ગોલ્ડની કિંમત
ડિવિડેન્ડ અને ફંડ ભેગું કરવાની યોજના
કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટરે સારા નાણાકીય પ્રદર્શનને કારણે શેર ધારકોને FY23 માટે 1.50 રૂપિયાના ફાઇનલ ડિવિડેન્ડની ભલામણ કરી છે. તેનાથઈ કુલ ડિવિડેન્ડની ચુકવણી 2.50 રૂપિયા થશે. તો ડેબ્ટ સિક્યોરિટીઝ જારી કરી 5000 કરોડ રૂપિયા ભેગા કરવાના પ્રસ્તાવને મંજૂરી પણ આપવામાં આવી છે.
ટાર્ગેટ પ્રાઇઝ શું છે
ટિપ્સ ટૂ ટ્રેડના અભિજીતે કહ્યું- નાણાકીય વર્ષ 23ના ચોથા ક્વાર્ટરના પરિણામ સુસ્ત રહ્યાં છે. શોર્ટ ટર્મમાં શેર 321-330 રૂપિયા સુધી જઈ શકે છે. તો આઈસીઆઈસીઆઈ ડાયરેક્ટને આશા છે કે આ શેર વર્ષના અંત સુધી 350 રૂપિયા પર પહોંચી જશે.
(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે, આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં જોખમ રહેવું છે અને રોકાણ કરતા પહેલાં તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો)