Jio Cinema V/S Hotstar: જીઓ સિનેમાએ hotstar ની ચિંતા વધારી દીધી છે. જીઓ સિનેમા અને વોર્નર બ્રધર્સ વચ્ચે થયેલી દિલના કારણે સૌથી વધુ ફટકો હોટસ્ટારને પડશે. અનુમાન છે કે જીઓ સિનેમાની આ ડીલના કારણે hotstar નો ધંધો ભારતમાં બંધ થઈ શકે છે. આ ડીલ જીઓ સિનેમા માટે એક મોટી ગેમચેન્જર સાબિત થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 


Indian Railways: તમારી ટ્રેનની ટિકિટ પર તમારા પરિવારના સભ્ય કરી શકે છે મુસાફરી


આ 5 ભુલના કારણે અનિલ અંબાણીને થયું ભારે નુકસાન, ડુબી ગઈ 42 અરબ ડોલરની સંપત્તિ


આ દીકરીઓ સંભાળી રહી છે કરોડોનો બિઝનેસ, પિતા છે બિઝનેસ એમ્પાયરના માલિક


જો તમે પણ જીઓ સિનેમા યુઝ કરો છો તો તમારા માટે આ જાણવું જરૂરી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના વાયાકોમ 18 અને વોર્નર બ્રધર્સ ડિસ્કવરી વચ્ચે મલ્ટી યર એગ્રીમેન્ટ સાઇન થયો છે. જે અંતર્ગત હવે એચબીઓ અને વોર્નર બ્રધર્સનું કન્ટેન્ટ ભારતમાં જીઓ સિનેમા પર જોવા મળશે. એટલે કે જીઓ સિનેમા પર હેરી પોટર સીરીઝ, ગેમ્સ ઓફ થ્રોન્સ જેવી શાનદાર મુવીઝ જોઈ શકાશે. પહેલા આ બધી જ ફિલ્મો અને શો માત્ર હોટસ્ટાર પર ઉપલબ્ધ હતા. જોકે 31 માર્ચ 2023 થી hotstar પરથી એચબીઓ કન્ટેન્ટ હટાવી લેવામાં આવ્યું હતું. અનુમાન છે કે જીઓ સિનેમાની આ ડીલ તેના માટે ગેમ ચેન્જર સાબિત થશે અને ભારતમાં તેને સૌથી મોટો ફાયદો થશે. 


મહત્વનું છે કે જીયો યુઝર્સ પોતાના મોબાઈલમાં જીઓ સિનેમા કોઇપણ પ્રકારનો ખર્ચ કર્યા વિના ફ્રીમાં ઇન્સ્ટોલ કરી અને ફિલ્મ અને શોની મજા માણી શકે છે. જોકે આઇપીએલ પૂરું થયા પછી જીઓ સિનેમા પેઇડ સબસ્ક્રાઇબ લોન્ચ કરશે.