જિયોના કારણે ધનાઢ્ય મુકેશ અંબાણીની યશકલગીમાં વધુ એક છોગુ ઉમેરાયું, ખાસ જાણો
પત્રિકામાં લખવામાં આવ્યું છે કે તેમણે મોબાઈલ ડેટાને સામાન્ય લોકો સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
નવી દિલ્હી: ફોર્ચ્યુન પત્રિકાએ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને માનવાધિકાર અધિવક્તા ઈન્દિરા જયસિંહને 2018ની વિશ્વની પ્રમુખ હસ્તિઓની સૂચિમાં સામેલ કર્યા છે. પત્રિકાએ 2018 માટે વિશ્વના અગ્રણી 50 લોકોની સૂચિ જારી કરી. જેમાં એપલના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) ટિમ કુક, ન્યૂઝિલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા આર્ડર્ન, ફૂટબોલ કોચ નિક સબાન સહિત આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશી ને પણ સામેલ કરવામાં આવ્યાં છે. અંબાણી (61) અંગે પત્રિકામાં લખવામાં આવ્યું છે કે તેમણે મોબાઈલ ડેટાને સામાન્ય લોકો સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
આ વર્ષની સૂચિમાં ટોચના સ્થાન પર માર્જરી સ્ટોનમેન ડગલાસ સહિત અમેરિકાના તે વિદ્યાર્થીઓને રાખવામાં આવ્યાં છે જે બંદૂકની હિંસાનો શિકાર થયા છે. સૂચિમાં મીટૂ આંદોલનને બિલ અને મિરિન્ડા ગેટ્સ બાદ ત્રીજા સ્થાને રાખવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદીને પણ 2015માં આ સૂચિમાં સ્થાન મળ્યું હતું. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 2016માં તથા ભારતીય સ્ટેટ બેંકના તત્કાલિન ચેરમેન અરુંધતિ રોયને 2017માં આ સૂચિમાં સ્થાન મળ્યું હતું.
વર્ષ 2015માં શરૂ થયેલા આ સૂચિમાં અત્યાર સુધી શી જિનપિંગ, પોપ ફ્રાન્સિસ, જેફ બેજોસ, એન્જેલા મર્કેલ, આંગ સાન સૂ કી, પોલ રયાન, જેક મા, મિલિન્ડા ગેટ્સ, જોન મેકેન, જેનેટ યેલેન અને જસ્ટિન ટ્રુડોને જગ્યા મળી છે. આ વર્ષની સૂચિમાં ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સ, એફડીએ કમિશ્નર સ્કોટ ગોટલિયેબ, લેરી ફિંક, જનરલ મોટર્સના સીઈઓ મેરી બારા, ઈંજીના સીઈઓ ઈઝાબેલ કોચર, ફિલ્મ દિગ્દર્શક રયાન કૂગલર, ટેનસેટના સીઈઓ હુઆતેંગ પોની મા, સેલ્સફોર્સના સીઈઓ માર્ક બેનિયોફ, ઓપરા વિન્ફ્રે, ચીની પર્યાવરણવીદ મા જૂન, જેપી મોર્ગન ચેઝના સીઈઓ જેમી ડિમોન, ડેલ્ટા એરલાઈન્સના સીઈઓ એન્ડ બાસિટયન તથા નિર્માતા નિર્દેશક રીસ વિદસ્પૂર્નને જગ્યા મળી છે.