Jio vs airtel vs vodafone plans: હાલના દિવસોમાં બધી ટેલિકોમ કંપનીઓ પોતાના ગ્રાહકોને ઈમ્પ્રેસ કરવામાં લાગી છે. કંપનીઓ પોતાના સસ્તાથી લઈને મોંઘા પ્લાન રજુ કરી રહી છે જેથી કરીને ગ્રાહકો તેમની પાસે ટકી રહે. આવી હરિફાઈમાં એરટેલ, વોડાફોન આઈડિયાથી લઈને જિયો સુદ્ધા સામેલ છે. જો તમે એક સારો રિચાર્જ પ્લાન ખરીદવા માંગતા હોવ તો તેના માટે દરેક ટેલિકોમ કંપની પાસે તમને સારો ઓપ્શન મળી જશે. જેમાં તમને વધુ ડેટાવાળો પ્લાન પણ મળશે. મોટાભાગે એવું બનતું હોય છે કે વધુ ડેટા માટે મોંઘો પ્લાન ખરીદવો પડતો હોય છે. અહીં અમે તમને ઓછા ભાવના એવા પ્લાન વિશે જણાવીશું જેમાં 6 જીબી ડેટા સાથે અનેક ફાયદા પણ મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Airtel નું સૌથી સસ્તું 4જી ડેટા વાઉચર
જો તમે એરટેલના ગ્રાહક છો અને સસ્તું 4જી ડેટા વાઉચર ખરીદવા માંગતા હોવ તો તેના મટાે તમારે 48 રૂપિયાનું રિચાર્જ વાઉચર ખરીદવાનું રહેશે. આ વાઉચરમાં તમને કંપની 3 જીબી ડેટા આપે છે. તેની વેલિડિટી તમારા હાલના રિચાર્જ પ્લાનવાળી રહેશે. આ ઉપરાંત કંપની પાસે એક 78 રૂપિયાવાળો ડેટા વાઉચર પણ છે. જે 5જીબી ડેટા સાથે જ વિંક મ્યૂઝિકનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ આપે છે. 


Good News! તહેવાર પહેલા 6 કરોડ લોકોના ખાતામાં સરકાર પૈસા જમા કરશે, ફટાફટ આ રીતે ચેક કરજો બેલેન્સ


Reliance Jio નું સૌથી સસ્તું 4જી ડેટા વાઉચર
રિલાયન્સ જિયોના સૌથી સસ્તા ડેટા વાઉચરની વાત કરીએ તો તેમાં તમને એક સાથે અનેક વિકલ્પ મળી જશે. અહીં 11 રૂપિયા, 21 રૂપિયા અને 51 રૂપિયાવાળા ડેટા વાઉચર છે. 11 રૂપિયાવાળા વાઉચરમાં 1જીબી ડેટાની સુવિધા મળશે. જ્યારે 21 રૂપિયાવાળા વાઉચરમાં તમને 2જીબી અને 51 રૂપિયાવાળા વાઉચરમાં 6 જીબી ડેટા મળશે. 


Government Scheme: મહિલાઓ માટે ખુબ જ કામની છે આ યોજના, સરકાર તરફથી મળે છે ફ્રી સિલાઈ મશીન, જાણો વિગતો


Vodafone Idea નો સૌથી સસ્તો 4જી ડેટા વાઉચર
જો તમે વોડાફોન આઈડિયા યૂઝર છો અને સૌથી સસ્તો ડેટા વાઉચર ખરીદવા માંગતા હોવ તો તેના માટે તમારે 16 રૂપિયા અને 48 રૂપિયા ખર્ચ કરવા પડશે. 16 રૂપિયાવાળા વાઉચરમાં તમને 1જીબી ડેટાની સુવિધા મળશે. જ્યારે 48 રૂપિયાવાળા વાઉચરમાં 3જીબી ડેટા સાથે આવે છે અને તેની વેલિડિટી 28 દિવસની છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube