Jungle Camps India IPO: જો તમે શેર બજારમાં આવતા આઈપીઓમાં રોકાણ કરો છો તો તમારા માટે સારા સમાચાર છે. આગામી સપ્તાહે વધુ એક આઈપીઓ ઓપન થશે. કંપનીના શેર અત્યારથી ગ્રે માર્કેટમાં 104% પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યાં છે. કંપનીના શેર આજે ગ્રે માર્કેટમાં 75 રૂપિયાના પ્રીમિયમ પર ઉપલબ્ધ છે અને તેની પ્રાઇસ બેન્ડ 72 રૂપિયા છે. અમે વાત કરી રહ્યાં છીએ જંગલ કેમ્પ્સ ઈન્ડિયા લિમિટેડના આઈપીઓની. ઈન્વેસ્ટરો માટે આ ઈશ્યુ 10 ડિસેમ્બરે ખુલશે અને 12 ડિસેમ્બરે બંધ થશે. તમને જણાવી દઈએ કે કંપની મહેમાનો માટે વન્યજીવન અને સંરક્ષણ કેન્દ્રિત લોજ પ્રદાન કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે વિગત
બીએસઈ સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ (એસએમઈ) પર લિસ્ટ થવા માટે પ્રસ્તાવિત છે. 10 રૂપિયાની ફેસ વેલ્યુ સાથે 4,086,400 ઈક્વિટી શેરનો ફ્રેશ ઈશ્યુ છે. જંગલ કેમ્પસ ઈન્ડિયાએ જણાવ્યું કે 35 ટકા શેર રિટેલ ઈન્વેસ્ટરોને, 50 ટકા શેર ક્વોલિફાઈડ ઈન્સ્ટીટ્યુશનલ ઈન્વેસ્ટર્સને અને 15 ટકા શેર હાઈ નેટ-વર્થ ઈન્ડિવિઝ્યુઅલને ફાળવવામાં આવશે. 


આ પણ વાંચોઃ 500 કરોડમાં વેચાયો ઈશા અંબાણીનો આલીશાન બંગલો, નવું માલિક કોણ? જુઓ અંદરની તસવીર


કંપનીની યોજના
કંપનીએ તેની વિસ્તરણ યોજનાઓને વેગ આપવા, તેની બ્રાન્ડની હાજરી વધારવા અને ટકાઉ પ્રવાસન પ્રત્યે તેની પ્રતિબદ્ધતાને મજબૂત કરવા માટે IPO દ્વારા અંદાજે રૂ. 29.42 કરોડ એકત્ર કરવાનું લક્ષ્ય રાખ્યું છે. 7 કરોડ રૂપિયાની આવકનો ઉપયોગ સંજય ડુબરી નેશનલ પાર્કમાં એક નવી પરિયોજના વિકસિત કરવા માટે કરવામાં આવશે. જ્યારે મધ્ય પ્રદેશના પેંચ નેશનલ પાર્કમાં સ્થિત પોતાના વર્તમાન રિસોર્ટ, પેંચ જંગલ કેમ્પના રિનોવેશન માટે 3.5 કરોડ રૂપિયાનો ઉપયોગ કરવામાં આવશે. વધુમાં, કંપની ઉત્તર પ્રદેશના મથુરામાં 4-સ્ટાર હોટેલ વિકસાવવા માટે તેની પેટાકંપની મધુવન હોસ્પિટાલિટી પ્રાઈવેટ લિમિટેડમાં રૂ. 11.5 કરોડનું રોકાણ કરવા માગે છે. બાકીના ભંડોળનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે.",