કોલકાતા: ઇન્ડિગો એરલાઇન્સના બે વિમાન બુધવારે સાંજના સમયે આકાશમાં 35થી 36 હજાર ફૂટ ઉંચે અથડાતા માંડ બચી ગયા. આ બંન્ને વિમાનમાં આશરે 300 જેટલા યાત્રીઓ પ્રવાસ કરી રહ્યા હતા. આ અંગે એરપોર્ટ ઑથોરિટી ઓફ ઇન્ડિયાના આધિકારીઓનએ ગુરુવારે માહિતી આપી કે, ભારત અને બાંગ્લાદેશની સીમા હવાઇક્ષેત્રની વચ્ચે હવામાં ઇન્ડિગોના બે વિમાન એટલા નજીક આવ્યા કે બંન્ને વચ્ચે ટક્કર થતા બચી હતા. ટક્કરની સંભાવનાથી માત્ર 45 સેકન્ડ પહેલા કોલકાતા વાયુ નિયંત્રણ ટાવરે એક વિમાનને ડાબી અને બીજા વિમાનને જમણી બાજી વળી જવાના આદેશ કર્યા જે તેટલી જ ઉચાઇએ તેની સામે આવી રહ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમાન ઉચાઇએ આવ્યા સામ-સામે
કોલકાતા હવાઇ મથકના વરિષ્ઠ અધિકારીએ એએઆઇના એક અધિકારીને ફોન કરીને જણાવ્યું કે, ઇંડીગો સાથે જોડાયેલા ઓછા ખર્ચાળુ વિમાન બુધવારે સાંજે એક જ ઉંચાઇ પર આવી પહોંચ્યા હતા અને એકબીજા માટે ખતરો બની ગયા હતા. તેમણે વધુમા જણાવ્યુ કે, ‘એર વિમાન ચેન્નાઇથી ગુવહાટી જઇ રહ્યું હતપં અને બીજુ વિમાન ગુવહાટીથી કોલકાતા જઇ રહું હતુ. વિમાન સાજે 5 વાગ્યેને 10 મિનીટે એકબીજા નજીક આવી ગયા હતા.          


તે સમયે કોલકાતાથી વિમાન બાંગ્લાદેશ હાવાઇ ક્ષેત્રમાં 36 હજાર ફૂટની ઉંચાઇ પર અને બીજુ વિમાન ભારતીય હવાઇ ક્ષેત્રમાં 35 હજાર ફૂટની ઉંચાઇ પર હતા. અધિકારીએ જણાવ્યું કે બાંગ્લાદેશ એટીસીએ કોલકાતાના વિમાનને 35 હજાર ફૂટ સુધી આવવાનું કહેવામાં આવ્યું હતું. અને જ્યારે વિમાને આદેશનુ પાલન કર્યું ત્યારે તે બીજા વિમાનની એકદમ નજીક આવી ગયું જે 35 હજાર ફૂટની ઉંચાઇ પર ઉડી રહ્યું હતું.


વધુ વાંચો...ભારતમાં બનશે દુનિયાનો સૌથી લાંબો સમુદ્રી રોપ-વે, કરોડોનો થશે ખર્ચ



કોલકાતામાં એક એટીલી અધિકારીએ તેને જોયુ અને વહેલી તકે ચેન્નાઇ-ગુવહાટી તરફ ઉડી રહેલા વિમાનને ડાબી આજુ વળવા મટે આદેશ આપવામાં આવ્યા જેથી દુર્ધટના ટળી હતી. આ અંગે ઇન્ડિગો પ્રવક્તા સાથે સંપર્ક કરતા જણાવ્યું કે અમારી પાસે આવી કોઇ પણ પ્રકારની માહિતી નથી.