નવી દિલ્હીઃ ગુજરાતની કંપની જ્યોતિ CNC ઓટોમેશન લિમિટેડ સિવાય બીએલએસ ઈ-સર્વિસ લિમિટેડ અને પોપુલર વ્હીકલ્સ એન્ડ સર્વિસ લિમિટેડનો ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (આઈપીઓ) ને મંજૂરી મળી ગઈ છે. આ મંજૂરી સેબીએ આપી છે. નોંધનીય છે કે આ કંપનીઓએ ઓગસ્ટ અને ઓક્ટોબર વચ્ચે સેબીની સાથે આઈપીઓ માટે શરૂઆતી દસ્તાવેજ જમા કરાવ્યા હતા. 12-15 ડિસેમ્બર દરમિયાન સેબીથી નિષ્કર્ષ પત્ર મળ્યો છે. કોઈપણ કંપનીને આઈપીઓ લાવવા માટે સેબીનો નિષ્કર્ષ પત્ર જરૂરી હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યોતિ CNC ઓટોમેશન લિમિટેડ
જ્યોતિ સીએનસી ઓટોમેશન આઈપીઓ હેઠળ નવા શેર જારી કરી 1,000 કરોડ રૂપિયા ભેગા કરશે. તેમાં ઓફર ફોર સેલ સામેલ નથી. આઈપીઓથી પ્રાપ્ત રકમનો ઉપયોગ કંપની લોન ચુકવવા, લોન્ગ ટર્મ કેપિટલની જરૂરીયાતોના ફાઈનાન્સ અને સામાન્ય કોર્પોરેટ કામકાજ માટે કરશે. જ્યોતિ સીએનસી ઓટોમેશન કમ્પ્યુટર ન્યૂમેરિકલ કંટ્રોલ (સીએનસી) મશીનોની અગ્રણી નિર્માતાઓમાંથી એક છે અને તેના વિવિધ ક્ષેત્રોમાં ગ્રાહક છે. તેના ગ્રાહકોના ઇસરો અને ટાટા પણ સામેલ છે. 


આ પણ વાંચોઃ આ છે દુનિયાના 5 સૌથી અમીર પરિવારો, સંપત્તિના આંકડા જાણી તમારા હોશ ઉડી જશે


બીએલએસ ઈ-સર્વિસ લિમિટેડ
બીએલએસ ઈ-સર્વિસ લિમિટેડ આઈપીઓ હેઠળ 2.41 કરોડ નવા શેર જાહેર કરશે. તેમાં ઓએફએસ સામેલ નથી. આઈપીઓથી મળેલી રકમનો ઉપયોગ નવી ક્ષમતાઓ વિકસિત કરવા અને વર્તમાન પ્લેટફોર્મને મજબૂત કરવા માટે કરવામાં આવશે. આ કંપની બીએલએસ ઈન્ટરનેશનલ સર્વિસ લિમિટેડની સબ્સિડિયરી છે. તે વીઝા સર્વિસ આપનારી કંપની છે.


પોપુલર વ્હીકલ્સ એન્ડ સર્વિસ
પોપુલર વ્હીકલ્સ એન્ડ સર્વિસના આઈપીઓમાં 250 કરોડ રૂપિયાના નવા ઈક્વિટી શેર જારી કરવામાં આવશે. આ સિવાય તેમાં 1.42 કરોડ ઈક્વિટી શેરની વેચાણની રજૂઆત (ઓફર ફોર સેલ) પણ સામેલ છે. નવા ઈશ્યૂથી પ્રાપ્ત રકમનો ઉપયોગ લોન ચુકવવા અને સામાન્ય કોર્પોરેટ કામકાજ માટે કરવામાં આવશે. કેરલ સ્થિત કંપની ઓટોમોટિવ ડીલરશિપમાં લાગેલી છે. તે મારૂતિ સુઝુકી, હોન્ડા અને જેએલઆરના યાત્રી વાહન ડીલરશિપ અને ટાટા મોટર્સના કોમર્શિયલ વ્હીકલ ડીલરશિપનું સંચાલન કરે છે. આ કંપનીના શેર બીએસઈ અને એનએસઈ પર લિસ્ટ થશે. 


આ પણ વાંચોઃ 3 મહિનામાં મોટી કમાણી કરાવશે આ Railway Stock,2023માં આપ્યું 250% રિટર્ન, જાણો વિગત


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube