World Richest Families: આ છે દુનિયાના 5 સૌથી અમીર પરિવારો, સંપત્તિના આંકડા જાણી તમારા હોશ ઉડી જશે

World's Top 5 Richest Families 2023: બ્લૂમબર્ગની વર્લ્ડ રિચેસ્ટ ફેમેલી 2023ના લિસ્ટમાં સંયુક્ત અરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાનના પરિવારે પ્રથમ નંબરે પોતાની જગ્યા બનાવી છે. 
 

World Richest Families: આ છે દુનિયાના 5 સૌથી અમીર પરિવારો, સંપત્તિના આંકડા જાણી તમારા હોશ ઉડી જશે

Top 5 Richest Families in the World 2023: તમે અત્યાર સુધી દુનિયાના ઘણા ધનીકો વિશે સાંભળ્યું અને વાચ્યું હશે. આ દિવસોમાં આપણા દેશ ભારમાં અંબાણી પરિવાર ધનીક લોકોની યાદીમાં પ્રથમ સ્થાને છે, પરંતુ ભારતથી અલગ શું તમે જાણો છો કે દુનિયાનો સૌથી ધનીક પરિવાર કયો છે? જો નહીં તો અમે આજે તમને તેની જાણકારી આપી રહ્યાં છીએ.

હકીકતમાં દર વર્ષે બ્લૂમબર્ગ મેગેઝીન દુનિયાના સૌથી ધનીક પરિવારોનું લિસ્ટ જાહેર કરે છે. આ કડીમાં વર્ષ 2023નું લિસ્ટ પણ સામે આવી ગયું છે. તેવામાં આવો જાણીએ દુનિયાભરમાં વર્ષ 2023ના 5 સૌથી મોટા ધનીક પરિવાર કયાં છે. 

અલ નાહયાન પરિવાર (Al Nahyan Family)
બ્લૂમબર્ગના વર્લ્ડ રિચેસ્ટ પરિવાર 2023ના લિસ્ટમાં  સંયુક્ત અરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાનનો પરિવાર પ્રથમ સ્થાને છે. રિપોર્ટ્સ પ્રમાણે અલ નાહયાનના પરિવારની કુલ સંપત્તિ 305 બિલિયન ડોલર છે. તમને જણાવી દઈએ કે નાહયાન પરિવારે પ્રથમવાર આ લિસ્ટમાં પોતાનું નામ સામેલ કર્યું છે અને તે ટોપ પર છે. નાહયાન પરિવારની સૌથી વધુ સંપત્તિ ઓયલથી બની છે, આ સૌથી ધનીક પરિવારની જમીનો પર યુએઈનો સૌથી મોટો ઓયલ રિઝર્વ બનેલો છે. 

વાલ્ટન ફેમેલી (Walton Family)
દુનિયાભરના ધનીક પરિવારોના લિસ્ટમાં વાલ્ટન પરિવારનું નામ બીજા નંબર પર છે. રિપોર્ટ પ્રમાણે દુનિયાની સૌથી મોટી રિટેલ ચેન વોલમાર્ટમાં 46 ટકાની ભાગીદારી ધરાવતા આ પરિવાર પાસે 259.7 અબજ ડોલરની સંપત્તિ છે. 

હર્મેસ ફેમેલી (Hermes Family)
ત્રીજી પોઝીશન પર લગ્ઝરી ફેશન બ્રાન્ડ Hermes માટે જાણીતી હર્મેસ પરિવારની છઠ્ઠી પેઢીએ પોતાની જગ્યા બનાવી છે. આ પરિવારની કુલ સંપત્તિ 150.9 અબજ ડોલર છે. 

માર્સ ફેમેલી (Mars Family)
ચોથા નંબર પર નામ આવે છે માર્સ પરિવારનું. અમેરિકાની કન્ફેક્શનરી કંપની માર્સને ચલાવનાર આ પરિવારની પાસે 141.9 અબજ ડોલરની સંપત્તિ છે. નોંધનીય છે કે માર્સ પરિવાર પેડિગ્રી જેવા પેટ ફૂડ અને સ્નિકર્સ ચોકલેટ બ્રાન્ડના ઓનર છે. 

અલ થાની પરિવાર (Al Thani Family)
પાંચમાં નંબર પર કતરનો શાહી પરિવાર અલ થાની છે. રિપોર્ટ પ્રમાણે આ પરિવારની પાસે 135 અબજ ડોલરની સંપત્તિ છે. તમને જણાવી દઈએ કે અલ થાની પરિવારની પાસે ઓયલ ડિપોઝિટની સાથે-સાથે ફેશન લેબલ વેલેંટિનોનો માલિકી હક પણ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news