37000% વધી ગયો આ શેર, 8 વર્ષમાં 1 લાખ રૂપિયાના બની ગયા 3.7 કરોડ રૂપિયા
શેર બજારમાં એવા ઘણા મલ્ટીબેગર સ્ટોક હોય છે જે રોકાણકારોને માલમાલ કરી દેતા હોય છે. આવો એક સ્ટોક જ્યોતિ રેજિન્સ એન્ડ એડહેસિવ્સનો છે. જેણે આઠ વર્ષમાં રોકાણકારોને કરોડપતિ બનાવી દીધા છે.
નવી દિલ્હીઃ સ્પેશિયાલિટી કેમિકલ ઈન્ડસ્ટ્રીની કંપની જ્યોતિ રેજિન્સ એન્ડ એડહેસિવ્સના શેરએ છેલ્લા આઠ વર્ષમાં જોરદાર રિટર્ન આપ્યું છે. કંપનીના શેર છેલ્લા 8 વર્ષમાં 4 રૂપિયાથી વધી 1500 રૂપિયાને પાર પહોંચી ગયા છે. જ્યોતિ રેજિન્સ એન્ડ એડહેસિવ્સ (Jyoti Resins and Adhesives)ના શેરએ 8 વર્ષમાં 37000 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે. જ્યોતિ રેજિન્સના શેરનું 52 સપ્તાહનું હાઈ લેવલ 1818.45 રૂપિયા છે.
1 લાખ રૂપિયાની બની ગયા 3.78 કરોડ રૂપિયા
જ્યોતિ રેજિન્સ એન્ડ એડહેસિવ્સના શેર 21 એપ્રિલ 2015ના બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં 4.12 રૂપિયાના સ્તર પર હતા. કંપનીના શેર 21 એપ્રિલ 2023ના બીએસઈમાં 1560.35 રૂપિયા પર બંધ થયા છે. જ્યોતિ રેજિન્સ એન્ડ એડહેસિવ્સના શેરએ છેલ્લા 8 વર્ષમાં રોકાણકારોને 3700 ટકાનું રિટર્ન આપ્યું છે. જો કોઈ વ્યક્તિએ 21 એપ્રિલ 2015ના જ્યોતિ રેજિન્સના શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યાં હોત અને તે ઈન્વેસ્ટમેન્ટ યથાવત રાખ્યું હોત તો આજે 3.78 કરોડ રૂપિયા બની ગયા હોત.
આ પણ વાંચોઃ એક સપ્તાહમાં સોનું 485 રૂપિયા થયું સસ્તું, ચાંદીમાં 1023 રૂપિયાનો ઘટાડો
4 વર્ષમાં શેરમાં મળ્યું 3700 ટકાનું રિટર્ન
જ્યોતિ રેજિન્સ એન્ડ એડહેસિવ્સના શરએ છેલ્લા 4 વર્ષમાં રોકાણકારોને 3750 ટકાનું રિટર્ન આપ્યું છે. કંપનીના શેર 21 જૂન 2019ના બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં 40.33 રૂપિયાના સ્તર પર હતા. જ્યોતિ રેજિન્સ એન્ડ એડહેસિવ્સના શેર 21 એપ્રિલ 2023ના બીએસઈમાં 1560.35 રૂપિયા પર બંધ થયા છે. જો કોઈ વ્યક્તિએ 21 જૂન 2019ના આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો વર્તમાન સમયમાં 38.68 લાખ રૂપિયા બની ગયા હોત.
(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના સરફોર્મેંસની જાણકારી આપવામાં આવી છે, આ રોકાણની સલાહ નથી. શેર બજારના રોકાણમાં જોખમ હોય છે. તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube