કપાસિયા તેલના ભાવમાં તોતિંગ વધારો, ડબ્બાનો ભાવ 1910 રૂપિયા પર પહોંચ્યો
- આર્જેન્ટિનામાં હડતાળના પગલે સોયાબીનના ભાવમાં વધારો થયો છે. તો બીજી તરફ, કપાસનું ઉત્પાદન ઘટતા કપાસિયા તેલના ભાવમાં વધારો થયો છે
- સામાન્ય રીતે કપાસમાં 13 થી 14 % તેલ નીકળતું હોય છે. પરંતુ આ વર્ષે કપાસનો પાક હળવો હોવાથી 7 થી 8 % તેલ નીકળી રહ્યું છે
રક્ષિત પંડ્યા/રાજકોટ :કપાસિયા તેલમાં એક દિવસમાં રૂપિયા 40 નો ભાવ વધારો થયો છે. કપાસિયા તેલમાં રૂપિયા 40 નો વધારો થતા ડબ્બાનો ભાવ રૂપિયા 1910 પહોંચ્યો છે. છેલ્લા 1 મહીનાથી કપાસિયા તેલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા 1 મહિનામાં કપાસિયા તેલના ભાવમાં રૂપિયા 80 થી 100 નો ભાવ વધારો નોંધાયો છે. જેની સીધી અસર ગ્રાહકોના ખિસ્સા પર પડી રહી છે.
જો કપાસિયા તેલના ભાવમાં આવી રીતે સતત વધારો થશે તો લોકોને ધરવપરાશમાં તેલ ઓછું વાપરવું પડશે. છેલ્લા કેટલાક મહિનાથી કપાસિયા તેલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. કપાસિયા તેલમાં એક દિવસમાં રૂપિયા 40 નો ભાવ વધારો થયો છે. કપાસિયા તેલમાં રૂપિયા 40 નો વધારો થતા ડબ્બાનો ભાવ રૂપિયા 1910 પહોંચ્યો છે. છેલ્લા એક મહીનાથી કપાસિયા તેલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. તો છેલ્લા 10 દિવસમાં કપાસિયા તેલના ભાવમાં રૂપિયા 125 નો ભાવ વધારો નોંધાયો છે.