• આ વર્ષે કપાસના ભાવ વધતા કપાસિયા તેલના ભાવમાં સતત વધારો ઝીંકાઈ રહ્યો છે

  • લોકો સૌથી વધુ કપાસિયા તેલનો વપરાશ કરે છે, આ ભાવવધારો ગૃહિણીઓના બજેટને બગાડી દેશે


ગૌરવ દવે/રાજકોટ :રાજકોટમાં ફરી સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો થયો છે. અષાઢ મહિનાની શરૂઆત થતા જ હવે તહેવારોની સીઝન શરૂ થઈ ગઈ છે ત્યારે આવા ટાંણે લોકોના બજેટ પર મોંઘવારીનો માર ઝીંકાયો છે. એક તરફ પેટ્રોલ-ડીઝલમાં તોતિંગ ભાવવધારો અને બીજી તરફ હવે ખાદ્યતેલના ભાવ (food oil) પણ આસામાને જઈ રહ્યાં છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : કૂવામાં નાંખેલો રોટલો જે દિશામાં જાય તેવો વરસાદ પડે, ગુજરાતના નાનકડા ગામની અનોખી પરંપરા


તેલના ભાવમાં વધારો


સિંગતેલના ભાવમાં રૂપિયા 25 અને કપાસિયા તેલ (Kapasiya Tel) ના ભાવમાં પણ રૂપિયા 25 નો વધારો થયો છે. કાચા માલની અછતના કારણે ભાવ વધ્યાનું કારણ સામે આવ્યું છે. સિંગતેલ (sing tel) ના ડબ્બાનો ભાવ 2400 થી 2450 રૂપિયા થયા છે. તો કપાસિયા તેલનો ડબ્બાનો ભાવ 2300 ને પાર પહોંચ્યો છે. પહેલીવાર કપાસિયા તેલનો ડબ્બો 2300 ને પાર પહોંચ્યો છે. આ વર્ષે કપાસના ભાવ વધતા કપાસિયા તેલના ભાવમાં સતત વધારો ઝીંકાઈ રહ્યો છે. લોકો સૌથી વધુ કપાસિયા તેલનો વપરાશ કરે છે, ત્યારે આ ભાવવધારો ગૃહિણીઓના બજેટને બગાડી દેશે. સતત પંદર દિવસથી ઘટાડા બાદ કપાસિયા તેલ અને સિંગતેલના ભાવમાં વધારો થયો છે. 


આ પણ વાંચો : Love એટ ફર્સ્ટ સાઈટ, પછી મુસ્લિમ યુવક હિન્દુ યુવતીને ઈન્સ્ટાગ્રામ પર કલમા મોકલવા લાગ્યો 


મે મહિનામાં ભાવ ઘટ્યા હતા, હવે ફરી વધ્યા 


મે મહિનાના અંતમાં સિંગતેલના ભાવમાં મોટો ઘટાડો થયો હતો. જેથી લોકોને રાહત થઈ હતી. મે મહિનામાં ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થતા ખાદ્યતેલમા વાયદા બજાર ખુલતાની સાથે જ કડાકો બોલાયો હતો. જેથી સિંગતેલના ડબ્બાના ભાવમાં 50 રૂપિયાનો ઘટાડો થયો હતો. તો કપાસિયા તેલના ભાવ 30 રૂપિયા ઘટ્યા હતા. સિંગતેલ ડબ્બો 2500થી 2550 થયો હતો. જેના બાદ સતત ભાવ ઘટ્યા હતા. આ પાછળ ચીનની માંગ કારણભૂત છે. સીંગતેલમાં છેલ્લા કેટલાક સમયથી ચાઈના સાથેના વેપાર બંધ હતા.બીજી તરફ ઈમ્પોર્ટ તેલના ભાવ કાબુમાં આવ્યા હતા.તેની સાથે સાથે સીંગતેલના ભાવમાં ધટાડો જોવા મળ્યો હતો.