હવે કોના પર ભરોસો કરવો! માતાના મિત્રએ જ સગીર દીકરી પર બળાત્કાર ગુજાર્યો
Surat Minor Girl Rape Case : સુરતના અડાજણમાં દુષ્કર્મની ચોંકાવનારી ઘટના... માતાના મિત્રએ જ આચર્યું દુષ્કર્મ... નરાધમ બે વર્ષથી બળાત્કાર ગુજારતો હોવાનું આવ્યું સામે.... વિરોધ કરવા પર પીડિતાને માર પણ મારતો...
Trending Photos
Surat News : સુરત શહેરના અડાજન વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. કેતન પરમાર નામના આરોપી, જે કિડ્સ નર્સરી ચલાવે છે, તેના પર પોતાની મહિલા મિત્રની નાબાલિક દીકરી સાથે બે વર્ષ સુધી દુષ્કર્મ આચરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. પોલીસ ફરિયાદ મુજબ, આરોપીએ પીડિતાને બળજબરીપૂર્વક દારૂ પીવડાવી અને બેલ્ટ વડે મારમારી તેના પર આ અત્યાચાર આચર્યો હતો. સમગ્ર બનાવમાં અડાજણ પોલીસે ગુનો નોંધી આરોપીની અટકયત પોલીસે કરી લીધી છે.
પીડિતાની માતાનું જીવન આઘાતજનક હતું. છૂટાછેડા પછી તે પોતાના જીવનમાં સ્થિરતા લાવવા માટે સતત પ્રયત્નશીલ રહી હતી. મહિલાએ ફરી લગ્ન કર્યા જોકે તેના બીજા પતિને ગુનામાં સજા થતાં તેને લાજપોર જેલમાં મોકલવામાં આવ્યો. આ મુશ્કેલ સમય દરમિયાન માતા મનોસામર્થ્ય જણાવી પોતાનાં દીકરી માટે જીવન ચલાવતી હતી. માતાના પતિના મિત્ર તરીકે ઓળખાતા કેતન પરમાર આ સંજોગોમાં અવારનવાર તેના ઘરે આવતો. તે કુટુંબ સાથે નજીકની સંબંધિત ભૂમિકા ભજવી રહ્યો હતો, જે બાદમાં તેના માટે પીડિતાના ભયનો ફાયદો ઉઠાવાનું એક માધ્યમ બની ગયું.
જ્યારે પીડિતા ઘરમાં એકલી હોય ત્યારે અવારનવાર તેના ઘરમાં આવી જતો હતો. એકવાર આરોપી પીડિતાને બળજબરીપૂર્વક દારૂ પીવડાવી શારીરિક સંબંધ બાંધવા માટે પ્રયાસ કર્યો હતો, જ્યારે તેનો વિરોધ પીડિતાએ કર્યો હતો.
ત્યારે આરોપીએ બેલ્ટ વડે તેને માર માર્યો અને દુષ્કર્મ આચર્યું. એટલું જ નહીં વારંવાર ધમકી આપી તેમની સાથે દુષ્કર્મ આચાર્યું હતું. બે વર્ષથી તે આ પીડાથી પસાર થઈ રહી હતી. આખરે બે વર્ષ બાદ પીડિતાએ થાય આ અંગે માતાને જાણ કરી. અવારનવાર આ ઘટનાથી ત્રાસી ગયેલી પીડીતાએ પોતાની ઉપર ગુજારવામાં આવેલા તમામ ત્રાસ અંગેની વાત માતા સાથે કરી. આખરે માતાએ પણ હિંમત બતાવીને દીકરી સાથે પોલીસ સ્ટેશન પહોંચી.
ઘટનાની ગંભીરતા જોઈ પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંધાવી આરોપીની ધરપકડ કરી હતી. આરોપી વિરુદ્ધ પોસ્કો હેઠળ ગંભીર ગુનાઓની ફરિયાદ નોંધવામાં આવી છે. દારૂ પીવડાવવાનું અને બેલ્ટ વડે માર મારવાનું કૃત્ય આ ગુનાની ગંભીરતાને વધુ ઊંડો બનાવે છે. પોલીસ હાલ આ કેસની તપાસ કરી રહી છે અને પીડિતાના નિવેદનને આધારે કડક પગલાં લેવા તૈયાર છે.
ઉલેખનીય છે કે, અડાજણ પોલીસ સ્ટેશન પાસેથી મળતી માહિતી મુજબ જૂન 2022 થી આરોપી પીડિતાના ઘરે આવતો હતો અને ત્યારથી જ આ અત્યાચારનો સિલસિલો ચાલી રહ્યો હતો. જ્યારે પ્રથમવાર બાળકી સાથે દુષ્કર્મ આચર્યું ત્યારે તેની ઉંમર 16 વર્ષ હતી હાલ તેની ઉંમર અઢાર વર્ષ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે