Petrol-Diesel Price Hike: ચૂંટણી પુરી થતાં જ કર્ણાટક સરકારે પેટ્રોલ- ડીઝલના ભાવમાં મોટો વધારો કરી દીધો છે. કર્ણાટક સરકારે આજથી પેટ્રોલ-ડીઝલના ભાવ વધારી દીધા છે. સરકારના નિર્ણય બાદ આજથી કર્ણાટકમાં પેટ્રોલ 3 રૂપિયા અને ડીઝલ 3.05 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થઈ ગયું છે. વધારવામાં આવેલા ભાવ તત્કાલ પ્રભાવથી લાગૂ કરી દેવામાં આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગામી 6 દિવસ ગુજરાતના આ જિલ્લાઓ સાવધાન! કાચા મકાનોના છાપરા ઉડે તેવા પવનો ફૂંકાશે!


કર્ણાટકમાં આજથી મોંઘું થયું પેટ્રોલ-ડીઝલ
કર્ણાટક સરકારે સેલ્સ ટેક્સમાં સંશોધન કર્યું છે, ત્યારબાદ પેટ્રોલ પર સેલ્સ ટેક્સ 25.92 ટકાથી વધારીને 29.84 ટકા થઈ ગયો છે તો જ્યારે ડીઝલ પર સેલ્સ ટેક્સ 14.3 ટકાથી વધારીને 18.4 ટકા કરી દીધો છે. ટેક્સ વધારવાથી કર્ણાટકમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધી ગયા છથે. નવા ભાવ આજથી લાગૂ પણ કરી દેવામાં આવ્યા છે. 


થઈ જાવ તૈયાર! ધોરણ. 9 અને 11માં નાપાસ થયેલા વિદ્યાર્થી માટે મહત્વપૂર્ણ નિર્ણય


સેલ્સ ટેક્સમાં વધારો
કર્ણાટક સરકારે સેલ્સ ટેક્સમાં સંશોધન કર્યું છે. રાજ્ય સરકાર તરફથી જાહેર અધિસૂચના મુજબ પેટ્રોલ પર કર્નાક સેલ્સ ટેક્સ એટલે KST હવે 29.84 ટકા અને ડીઝલ પર 18.4 ટકા પર પહોંચી ગયો છે. તમને જણાવી દઈએ કે સેલ્સ ટેક્સમાં વધારાથી પેટ્રોલ ડીઝલના રિટેલ પ્રાઈસમાં સીધી રીતે વધારો થાય છે. ટેક્સમાં વધારાથી કર્ણાટકમાં પેટ્રોલ ડીઝલની કિંમત 3 રૂપિયા પ્રતિ લીટર સુધી વધી ગઈ છે.


ગુજરાત સરકારનો ઈમ્પેક્ટ ફીને લઈને મહત્વનો નિર્ણય, જાણો શું જાહેર કર્યું નોટિફિકેશન?


તમને જણાવી દઈએ કે વધારા પહેલા બેંગ્લુંરુંમાં પેટ્રોલ 99.84 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 85.93 રૂપિયા પ્રતિ લીટર પર વેચાઈ રહ્યું છે. બેંગ્લુરુંમાં દિલ્હીથી પણ મોંઘું પેટ્રોલ ડીઝલ વેચાય છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 94.72 પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે તો જ્યારે ડીઝલ 87.62 રૂપિયા પ્રતિ લીટર ચે. આ વધારાથી તેમાં વધુ વધારો થયો છે.


5 લાખ લગાવો...10 લાખ મેળવો, Post Officeની આ ધાસું સ્કીમમાં એક ઝાટકે રૂપિયા ડબલ!


બેંગ્લુરુમાં પેટ્રોલ-ડીઝલના ભાવ
કર્ણાટક સરકાર તરફથી સેલ્સ ટેક્સ વધાર્યા બાદ રાજધાની બેંગ્લુરુમાં પેટ્રોલની કિંમત 99.84 પ્રતિ લીટરથી વધીને 102.84 પ્રતિ લીટર પર પહોંચી ગઈ છે. જ્યારે ડીઝલની કિંમત 85.93થી વધીને 88.95 પ્રતિ લીટર પર પહોંચી ગઈ છે. જ્યાં આશા રાખવામાં આવી રહી હતી કે લોકસભા ચૂંટણી બાદ પેટ્રોલ ડીઝલના ભાવ ઘટશે, પરંતુ અહીં તો ઉંધું જોવા મળ્યું. કર્ણાટકમાં તો સીધા 3 રૂપિયા ભાવ વધી ગયો. સરકારના આ નિર્ણયથી સામાન્ય જનતાથી લઈને વેપારીઓ હેરાન છે. સરકારના આ નિર્ણયનો બોજ સામાન્ય જનતાથી લઈને વેપારી વર્ગ પર પડશે.