આ નાની કંપનીએ આપ્યા 6 બોનસ શેર, 1 વર્ષમાં 1 લાખ રૂપિયાના બનાવી દીધા 35 લાખ રૂપિયા
કેસર ઈન્ડિયાના શેર એક વર્ષમાં 24 રૂપિયાથી વધી 870 રૂપિયાને પાર કરી ગયા છે. કંપનીના શેરમાં એક વર્ષમાં 3300 ટકાથી વધુની તેજી આવી છે. કંપનીના સ્ટોકે 1 વર્ષમાં 1 લાખ રૂપિયાના 35 લાખથી વધુ બનાવી દીધા છે.
નવી દિલ્હીઃ એક નાની કંપની કેસર ઈન્ડિયાએ એક વર્ષમાં શેર બજારમાં ધમાલ મચાવી દીધો છે. કેસર ઈન્ડિયાના શેરમાં પૈસા લગાવનાર ઈન્વેસ્ટરો એક વર્ષમાં માલામાલ થઈ ગયા છે. કંપનીના શેર એક વર્ષમાં 24 રૂપિયાથી વધી 870 રૂપિયાને પાર પહોંચી ગયા છે. કેસર ઈન્ડિયાના સ્ટોકમાં 1 વર્ષમાં ઈન્વેસ્ટરોને 3300 ટકાથી વધુનો ફાયદો થયો છે. કંપનીએ પાછલા દિવસોમાં પોતાના ઈન્વેસ્ટરોને 6:1 ના રેશિયોમાં બોનસ શેર આપ્યા હતા. એટલે કે કંપનીએ દરેક એક શેર પર છ બોનસ શેર આપ્યા હતા.
1 વર્ષમાં 1 લાખ રૂપિયાના બનાવી દીધા 35 લાખથી વધુ
કેસર ઈન્ડિયાના શેર 30 જૂન 2023ના 24.44 રૂપિયા પર હતા. કંપનીના શેર 14 જૂન 2024ના બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં 873.05 રૂપિયા પર બંધ થયા છે. કેસર ઈન્ડિયાના સ્ટોકમાં એક વર્ષમાં 3300 ટકાથી વધુની તેજી આવી છે. જો કોઈ વ્યક્તિએ 30 જૂન 2023ના કેસર ઈન્ડિયાના શેરમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત અને પોતાનું રોકાણ બનાવી રાખ્યું હોત તો વર્તમાન સમયમાં 1 લાખ રૂપિયાના ખરીદવામાં આવેલા શેરની વેલ્યૂ 35.70 લાખ રૂપિયા હોત.
આ પણ વાંચોઃ આ ડિફેન્સ સ્ટોક થઈ જશે 5000 ને પાર! હજુ ચાન્સ મળે તો જરૂર લેવાય આ શેર
આ વર્ષે અત્યાર સુધી શેરમાં 500 ટકાની તેજી
કેસર ઈન્ડિયાના શેરમાં આ વર્ષે અત્યાર સુધી શાનદાર તેજી આવી છે. કંપનીના શેર આ વર્ષની શરૂઆતમાં 1 જાન્યુઆરી 2024ના 146.38 રૂપિયા પર હતા. કેસર ઈન્ડિયાના શેર 16 જૂન 2024ના 873.05 રૂપિયા પર પહોંચી ગયા છે. કંપનીના શેરમાં આ વર્ષે અત્યાર સુધી 500 ટકાથી વધુની તેજી આવી છે. છેલ્લા છ મહિનામાં કંપનીના શેરમાં 330 ટકાનો વધારો જોવા મળ્યો છે. તો એક મહિનામાં શેર 37 ટકા ઉપર ગયો છે. રિયલ એસ્ટેટ કંપનીના શેરનો 52 સપ્તાહનો હાઈ 952 રૂપિયા છે. તો કંપનીના શેરનું 52 સપ્તાહનું લો લેવલ 24.47 રૂપિયા છે.