દર મહિને માત્ર 3 હજાર રૂપિયા ચૂકવીને બનો કાર માલિક, જાણો શું ખાસ લોન ઓફર
કસ્ટમ ફિટ લોન હકિકતમાં ગ્રાહકોની આર્થિક ક્ષમતા અને ભવિષ્યમાં સારી આવકના અનુમાન ના આધારે આપવામાં આવી લોન છે. જેમાં ઇએમઆઇ આગામી સમયમાં વધે છે.
નવી દિલ્હી: કોરોના સંકટે લોકોના ખિસ્સા પર ખરાબ અસર પાડી છે. સ્થિતિ એ છે કે અર્થવ્યવસ્થામાં રિકવરીના સંકેતો છતાં લોકો મોટા ખર્ચ કરવાનું ટાળે છે. જેથી બેંક કસ્ટમ ફિટ કાર લોન ઓફર લઇને આવી છે, જેથી લોકો પોતાના ખિસ્સા મુજબ ખર્ચ કરી શકે.
શું છે કસ્ટમ ફિટ લોન
કસ્ટમ ફિટ લોન હકિકતમાં ગ્રાહકોની આર્થિક ક્ષમતા અને ભવિષ્યમાં સારી આવકના અનુમાન ના આધારે આપવામાં આવી લોન છે. જેમાં ઇએમઆઇ આગામી સમયમાં વધે છે. HDFC બેંક ઘણા પ્રકારની કસ્ટમ ફિટ કાર લોન આપી રહ્યું છે. સૌથી આકર્ષક કસ્ટ ફિટ લોન ઓફર હેઠળ તમે સૌથી સસ્તી કાર મારૂતિ અલ્ટો 800 લગભગ 3000 રૂપિયા દર મહિને શરૂઆતી ઇએમઆઇ પર ઘરે લાવી શકો છો. અહીં તમને HDFC બેંકની કેટલીક ખાસ ઇએમઆઇ યોજના વિશે જણાવી રહ્યા છીએ.
"તું બહુ હોટ લાગે છે" કહીને કરી છેડતી, અને પછી બહાદુર યુવતિએ કર્યું આવું કારનામું
899 ની EMI ની ઓફર
1-6 મહિના માટે- 899 રૂપિયા પ્રતિ લાખની EMI
7-36 મહિના માટે- 3717 રૂપિયા પ્રતિ લાખની EMI
1111 ની EMI ની ઓફર (આ લોન ઓફર 7 વર્ષના સમયગાળા માટે છે)
1-12 મહિના માટે- 1111 રૂપિયા પ્રતિ લાખની EMI
13-24 મહિના માટે- 1222 રૂપિયા પ્રતિ લાખની EMI
25-36 મહિના માટે- 1444 રૂપિયા પ્રતિ લાખની EMI
37-48 મહિના માટે- 1666 રૂપિયા પ્રતિ લાખની EMI
49-60 મહિના માટે- 1888 રૂપિયા પ્રતિ લાખની EMI
61-83 મહિના માટે- 1999 રૂપિયા પ્રતિ લાખની EMI
84 મો મહિનો- 9999 રૂપિયા પ્રતિ લાખની EMI ( અથવા અંતિમ મહિનામાં લોનની રકમના 10 ટકા)
દરેક વર્ષ EMI માં 10 ટકાના વધારાની યોજના
આ યોજના હેઠળ 7 વર્ષ માટે લોનમાં પહેલા વર્ષે EMI 1234 રૂપિયા પ્રતિ લાખ પર ચૂકવવી પડે છે.
ત્યારબાદ પહેલાં વર્ષમાં 11% અને ત્યારબાદ દર વર્ષે EMI 10-10 ટકા વધે છે.
તેના આધારે પહેલાં વર્ષે ગ્રાહકોને 1234 રૂપિયા પ્રતિ લાખની ઇએમઆઇ ચૂકવવી પડે છે. અને 7મા વર્ષમાં 2219 રૂપિયા પ્રતિ લાખનો EMI ચૂકવવી પડે છે.
દર વર્ષના પહેલાં 3 મહિના મેળવો EMI માં રાહત
આ યોજના હેઠળ દર વર્ષ પહેલાં 3 મહિનામાં EMI 1826 રૂપિયા પ્રતિ લાખ હશે.
બાકી એટલે ચોથા મહિનેથી 12મા મહિના સુધી EMI 3652 રૂપિયા પ્રતિ લાખ ચૂકવવી પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube