અભ્યાસ છોડીને હીરાના બિઝનેસમાં જોડાયો હતો મેહુલ ચોક્સી, આજે તપાસ એજન્સીઓની રડાર પર
તમને જણાવી દઇએ કે હીરાના વેપારી મેહુલ ચોક્સી ગત વર્ષથી એંટીગુઆમાં છે. થોડા દિવસો પહેલાં તેણે એક સ્થાનિક ટીવી ચેનલને કહ્યું હતું કે તેના ડોક્ટર્સને તેને યાત્રા ન કરવાની સલાહ આપી છે. તેણે દાવો કર્યો હતો કે તે ભારતથી ભાગ્યો નથી પરંતુ હોટ સર્જરી માટે દેશ છોડ્યો હતો.
નવી દિલ્હી: પીએનબીના 13,500 કરોડના ગોટાળાના આરોપી મેહુલ ચોક્સી (Mehul Choksi)ના ભારત પ્રર્ત્યપણનો રસ્તો ધીમે-ધીમે સ્પષ્ટ થઇ રહ્યો છે. એંટીગુઆ અને બારબૂડાના પીએમ ગેસ્ટન બ્રાઉન (Gaston Browne)એ કહ્યું કે પીએનબી કૌભાંડના આરોપી મેહુલ ચોક્સી (Mehul Choksi)ને છેતરનાર ગણાવ્યો છે. પીએમ બ્રાઉને કહ્યું કે મેહુલ ચોક્સીને એંટીગુઆમાં રાખવાનો ઇરાદો નથી. ભારતી તપાસ એજન્સીઓ મેહુલ ચોક્સી સાથે પૂછપરછ માટે સ્વતંત્ર છે.
તેમણે કહ્યું કે મેહુલ ચોક્સીની અરજીઓના નિકાલ બાદ તેને સરેન્ડર કરી દેવામાં આવશે. બ્રાઉને ભારતના સરકારી પ્રસારતકર્તા ડીડી ન્યૂઝે કહ્યું 'અમે કાયદાને માનનાર દેશ છે, અને કેસ ન્યાયપાલિકાની સમક્ષ છે. તમને જણાવી દઇએ કે ભારત તરફથી ચોક્સીના પ્રત્યર્પણ માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. થોડા દિવસો પહેલાં તપાસ એજન્સીઓએ દાવો કર્યો હતો કે મેહુલ ચોક્સી બિમારી છે તેમના દાવા પર એર એમ્બુલસ દ્વારા પરત લાવવાનો પણ પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો.
1 ઓક્ટોબરથી બદલાશે SBIના આ 6 નિયમ, તમામ ખાતેદોરાને જાણવા જરૂરી
2018ની શરૂઆતથી એંટીગુઆમાં ચોક્સી
તમને જણાવી દઇએ કે હીરાના વેપારી મેહુલ ચોક્સી ગત વર્ષથી એંટીગુઆમાં છે. થોડા દિવસો પહેલાં તેણે એક સ્થાનિક ટીવી ચેનલને કહ્યું હતું કે તેના ડોક્ટર્સને તેને યાત્રા ન કરવાની સલાહ આપી છે. તેણે દાવો કર્યો હતો કે તે ભારતથી ભાગ્યો નથી પરંતુ હોટ સર્જરી માટે દેશ છોડ્યો હતો. મેહુલ ચોક્સીએ કહ્યું હતું કે જેવો તે ઠીક થઇ જશે, ભારત પરત ફરશે.
ભારત 2025 સુધીમાં વિશ્વના ટોપ-10 'ડ્યુટી ફ્રી' માર્કેટમાં સામેલ થઈ જશે
કોણ છે મેહુલ ચોક્સી
5 મે 1959ના રોજ ગુજરાતમાં જન્મેલા મેહુલ ચોક્સી જાણિતા હીરાના બિઝનેસમેન છે. મેહુલ ચોક્સીની કંપની ગીતાંજલિ જેમ્સ લિમિટેડ ઇટલી, ચીન, જાપાન, થાઇલેન્ડ અને હોંગકોંગ જેવા દેશોમાં હીરા નિર્યાત કરે છે. મેહુલ ચોક્સીએ શરૂઆતી શિક્ષણ ઉત્તર ગુજરાતના પાલનપુર શહેરની જીડી મોદી કોલેજમાંથી મેળવ્યું છે. ત્યારબાદ મેહુલ ચોક્સી સ્નાતકના અભ્યાસ માટે મુંબઇ યૂનિવર્સિટી જતો રહ્યો. પરંતુ અહીં તે અભ્યાસ અધૂરો છોડીને પિતાના બિઝનેસમાં સમય આપવા લાગ્યો. મેહુલ ચોક્સીએ થોડા સમયમાં પિતાજીના બિઝનેસમાં સારી પકડ બનાવી લીધી અને 1986માં ગીતાંજલિ જેમ્સની શરૂઆત કરી હતી. ત્યારબાદ ગીતાંજલિએ પોતાના જ્વેલરી બ્રાંડ 'ગિલી' લોન્ચ કરી.
મુકેશ અંબાણી સતત આઠમાં વર્ષે સૌથી ધનવાન ભારતીય, કુલ સંપત્તિ 3,80,700 કરોડ રૂપિયા
મેહુલ ચોક્સીની મહત્વાકાંક્ષા
હીરાના બિઝનેસમેન મેહુલ ચોક્સી શરૂથી મહાત્વાકાંક્ષી હતા અને તે જ્વેલરીની દુનિયાના સૌથી મોટા બિઝનેસમેન બનવા માંગતા હતા. બોલીવુડ અભિનેત્રીઓએ મેહુલ ચોક્સીની કંપનીની જાહેરાત કરી છે. ફેબ્રુઆરી 2018માં પીએનબી બેંકના 13,500 કરોડ રૂપિયાના ગોટાળામાં મેહુલનું નામ આવ્યા બાદ તે એંટીગુઆ ભાગી ગયો. જૈન સમુદાય સાથે સંબંધ રાખનાર મેહુલ ચોક્સીને એક પુત્ર અને બે પુત્રીઓ છે.