મુકેશ અંબાણી સતત આઠમાં વર્ષે સૌથી ધનવાન ભારતીય, કુલ સંપત્તિ 3,80,700 કરોડ રૂપિયા

આઈઆઈએફએલ વેલ્થ હુરૂન ઈન્ડિયાની ધનવાનોની યાદી અનુસાર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સતત આઠમાં વર્ષે સૌથી ધનવાન ભારતીયોની યાદીમાં પ્રથમ સ્થાન પર છે. 

મુકેશ અંબાણી સતત આઠમાં વર્ષે સૌથી ધનવાન ભારતીય, કુલ સંપત્તિ 3,80,700 કરોડ રૂપિયા

મુંબઈઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સતત આઠમાં વર્ષે સૌથી ધનવાન ભારતીયોની યાદીમાં ટોપ પર રહ્યાં છે. તેમની કુલ સંપત્તિ 3,80,700 કરોડ રૂપિયા છે. આઈઆઈએફએલ વેલ્થ હુરૂન ઈન્ડિયાની ધનવાનોની યાદી અનુસાર લંડન સ્થિત એસપી હિંદુજા તથા તેનો પરિવાર 1,86,500 કરોડ રૂપિયાની સંપત્તિની સાથે આ યાદીમાં બીજા સ્થાન પર છે. વિપ્રોના અજીમ પ્રેમજી ધનવાનોની યાદીમાં ત્રીજા સ્થાન પર છે. તેમની કુલ સંપત્તિ 1,17,100  કરોડ રૂપિયા રહી છે. 

આ વર્ષે ધનવાનોની સંખ્યામાં વધારો
આ વખતની યાદીમાં 1,000 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ ધરાવનારા ભારતીયોની સંખ્યા વધીને 953 થઈ ગઈ છે. 2018મા આ સંખ્યા 831 હતી. તો ડોલર મૂલ્યમાં અબજોપતિઓની સંખ્યા 141થી ઘટીને 138 થઈ ગઈ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેશના ટોપ-25 ધનવાનોની કુલ સંપત્તિનું મૂલ્ય ભારતની જીડીપીના 10 ટકાની બરોબર છે. તો 1,000 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ રાખનાર 953 ધનવાનોની કુલ સંપત્તિ દેશના જીડીપીના 27 ટકાની બરોબર છે. ભારતીય ધનવાનોની યાદીમાં આર્સેલરમિત્તલના સીઈઓ લક્ષ્મી નિવાસ મિત્તલ 1,07,300 કરોડ રૂપિયાની સંપત્તિની સાથે ચોથા અને 94,500 કરોડ રૂપિયાની સંપત્તિની સાથે ગૌતમ અદાણી પાંચમાં સ્થાન પર છે. ટોપ-10 ધનવાન ભારતીયોમાં 94,100 કરોડ રૂપિયાની સંપત્તની સાથે ઉદય કોટક છઠ્ઠા, 88,800 કરોડ રૂપિયાની સાથે સાઇરસ એસ પૂનાવાલા સાતમાં, 76,800 કરોડ રૂપિયાની સાથે સાઇરસ પલ્લોનજી મિસ્ત્રી આઠમાં, 76800 કરોડ રૂપિયાની સંપત્તિની સાથે શાપોરજી પલ્લોનજી નવમાં અને 71,500 રૂપિયાની સાથે દિલીપ સંઘવી દસમાં સ્થાન પર છે. 

દેશના ટોપ-10 સુપરરિચ
ક્રમ નામ સંપત્તિ (કરોડ રૂપિયામાં)
1 મુકેશ અંબાણી (રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ) 3,80,700
2 એસપી હિંદુજા એન્ડ ફેમેલી (હિંદુજા સમૂહ) 1,86,500
3 અજીમ પ્રેમજી (વિપ્રો) 1,17,100
4 લક્ષ્મી નિવાસ મિત્તલ (આર્સેલરમિત્તલ) 1,07,300
5 ગૌતમ અદાણી (અદાણી ગ્રુપ) 94,500
6 ઉદય કોટક (કોટક મહિન્દ્રા બેન્ક) 94,100
7 સાઇરસ એસ પૂનાવાલા (પૂનાવાલા સમુહ) 88,800
8 સાઇરસ પલ્લોનજી મિસ્ત્રી(સાપૂરજી પલ્લોનજી સમુહ) 76,800
9 શાપોરજી પલ્લોનજી(સાપૂરજી પલ્લોનજી સમૂહ) 76,800
10 દિલીપ સંઘવી ( સન ફાર્મા) 71,500

આઈઆઈએફએલ વેલ્થ હુરૂનની યાદી અનુસાર, આ વર્ષે ધનવાનોની કુલ સંપત્તિમાં સામૂહિક રૂપથી બે ટકાનો વધારો થયો છે. પરંતુ એવરેજ સંપત્તિ વૃદ્ધિ 11 ટકા ઘટી છે. યાદીમાં સામેલ 344 ધનવાનોની સંપત્તિ આ વર્ષે ઘટી છે. તો 112 ધનવાનો એવા રહ્યાં છે, જે 1,000 કરોડ રૂપિયાના સ્તરથી પાછળ રહ્યાં છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news