Home Loan લેવાનો બનાવી રહ્યાં છો પ્લાન, તો પહેલા જાણી લો હોમ લોન લેવા પર લાગતા ચાર્જ વિશે
જો તમે પણ હોમ લોન લેવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો જાણી લો કે લોન લેવામાં ઘણા પ્રકારના ચાર્જ લેવામાં આવે છે. તેવામાં તમારે હોમ લોન લેતા પહેલા આ ચાર્જ વિશે જાણી લેવું જોઈએ.
Home Loan: પોતાના ઘરમાં રહેવાનું સપનું દરેકનું હોય છે પરંતુ આજના સમયમાં મોટા શહેરોમાં ખુદનું ઘર લેવું સરળ વાત નથી. મોટા શહેરોમાં પ્રોપર્ટીના ભાવ આસમાને છે. તેવામાં લોકો પોતાનું ઘર ખરીદવા માટે હોમ લોનનો સહારો લે છે. હોમ લોન લઈને તમે ઓછા પૈસામાં પોતાના ઘરમાં રહી શકે છે. તે માટે તમારે EMI ભરવાનો હોય છે પરંતુ શું તમે જાણો છો કે હોમ લોન લેવા સમયે તમારે પ્રોપર્ટીના પેમેન્ટ સિવાય અન્ય પેમેન્ટ પણ કરવા પડે છે.
જો તમે હોમ લોન લેવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો અમે તમને જણાવી દઈએ કે હોમ લોનમાં ઘણા પ્રકારના ચાર્જ લગાવવામાં આવે છે. તેવામાં તમારે લોન લેતા પહેલા આ બધા ચાર્જ વિશે જાણી લેવું જોઈએ. આવો જાણીએ હોમ લોનમાં લાગનાર ચાર્જ વિશે.
એપ્લીકેશન ફી
જો તમે કોઈપણ બેંક કે એનબીએફસી (NBFC)થી હોમ લોન લઈ રહ્યાં છો તો તમારે હોમ લોન પ્રોસેસિંગ માટે એપ્લીકેશન ફી આપવી પડશે. બેંકમાંથી જો તમારી લોન મંજૂર ન થાય તો તમને તે ફી પરત મળશે નહીં. એપ્લીકેશન ફી નોન-રિફંડેબલ હોય છે.
કમિટમેન્ટ ફી
કેટલીક બેંકો અથવા સંસ્થાઓ લોનની પ્રક્રિયા અને મંજૂરી પછી એક નિશ્ચિત સમય નક્કી કરે છે, જેમાં તમારે લોન લેવાની હોય છે. જો તમે આ નિર્ધારિત સમયની અંદર લોન ન લો તો તમારે કમિટમેન્ટ ફી ચૂકવવી પડશે. આ ફી મોટાભાગે અવિતરિત લોન પર લેવામાં આવે છે.
આ પણ વાંચોઃ મોંઘવારીમાં થયો ઘટાડો, RBI માટે રાહતના સમાચાર... જાણો કઈ-કઈ વસ્તુઓ થઈ સસ્તી
મોર્ટગેજ ડીડ ફી
હોમ લોન લેતી વખતે મોર્ટગેજ ડીડ ફી પણ એક પ્રકારનો ચાર્જ છે. આ ચાર્જ હોમ લોનની ટકાવારી તરીકે લેવામાં આવે છે અને લોન લેવા માટે ચૂકવવામાં આવતી કુલ રકમનો એક મોટો ભાગ છે. કેટલીક બેંકો અથવા સંસ્થાઓ હોમ લોન પ્રોડક્ટને વધુ આકર્ષક બનાવવા માટે આ ફી પણ માફ કરે છે.
લીગલ ફી
જે પ્રોપર્ટીને તમે લોન દ્વારા ખરીદી રહ્યાં છો તેની કાયદાકીય સ્થિતિની તપાસ બેંક કે નાણાકીય સંસ્થા કરે છે. તે માટે વકીલની નિમણૂંક કરવામાં આવે છે. તેવામાં આ ફી ગ્રાહકો પાસેથી વસૂલ કરવામાં આવે છે પરંતુ જો ખરીદવામાં આવતી પ્રોપર્ટીને સંસ્થાએ પહેલાથી જ કાયદાકીય રીતે મંજૂરી આપી દીધી છે તો આ ચાર્જ લાગતો નથી.
પ્રીપેમેન્ટ પેનલ્ટી
જ્યારે કોઈ લોન ધારક પોતાની લોન સમાપ્ત થતાં પહેલા બધી લોન ભરી આપે તો આવી સ્થિતિમાં બેંકને વ્યાજદરનું નુકસાન થાય છે. તેવામાં તેના નુકસાનની ભરપાઈ કરવા માટે બેંક પેનલ્ટી લગાવે છે.