એવી લોન જેના માટે Cibil ની જરૂર નથી, ના તો ઈન્કમ પ્રૂફની અને વ્યાજ પણ ઓછું
આપણે બધાને મોટાભાગે કોઇ જરૂરી કામ માટે પૈસાની જરૂર પડે છે, અને આપણી પાસે પૈસા હોતા નથી. જેમ કે બાળકોના અભ્યાસ, લગ્ન અથવા સારવારના ખર્ચ માટે. એવામાં આપણે મિત્રોની મદદ લઇએ છીએ, પરંતુ તેની પણ એક લિમિટ હોય છે. પર્સનલ લોન (personal loan)ની શરતો પણ આકરી હોય છે અને ઈન્ટરેસ્ટ રેટ (interest rate) પણ ખૂબ વધુ હોય છે. એવામાં એક લોન એવી છે જે કોઇપણ ઝંઝટ વિના તમારી નાણાકીય જરૂરિયાતને પુરી કરી શકે છે. તેના માટે સિબિલ (cibil) ઝંઝટ નથી, ના તો આવકના પુરાવા અને વ્યાજ દર પણ ખૂબ ઓછો હોય છે. અમે વાત કરી રહ્યા છીએ ગોલ્ડ લોન (gold loan)ની.
શું છે ગોલ્ડ લોન?
ગોલ્ડ લોન સામાન્ય રીતે શરત ટર્મની જરૂરિયાતો માટે લેવામાં આવે છે. જેમ કે બાળકોના લગ્ન, અભ્યાસ અને પરિવારમાં કોઇ ઇમરજન્સીની સ્થિતિ. સામાન્ય રીતે ગોલ્ડ લોનનો વ્યાજદર પણ ઓછો હોય છે કારણ કે આ લોન બેંકો અને એનબીએફસી માટે સંપૂર્ણપણે સુરક્ષિત હોય છે. આ લોન લેવા માટે ઘરમાં મુકેલા સોનાને ગિરવે રાખવું પડે છે, જેમાં કોઇ સમસ્યા નથી કારણ કે બેંક પાસે સોનું ઘર કરતાં વધુ સુરક્ષિત રહે છે.
ગોલ્ડ લોન માટે સિબિલની જરૂર નથી
ગોલ્ડ લોન માટે સિબિલ રેકોર્ડ ચેક કરવાની કોઇ જરૂર નથી. જો તમારો સિબિલ સ્કોર ખરાબ છે તો પણ તમે આ લોન લઇ શકો છો. એટલું જ નહી આ લોન દ્વારા તમે સમયસર લોન ચૂકવીને પોતાનો સિબિલ સ્કોર સારો કરી શકો છો. ગોલ્ડ લોન તાત્કાલિક મળી જાય છે. સામાન્ય રીતે આ લોન લેવા માટે 1-2 દિવસનો સમય લાગે છે. ગોલ્ડ લોન હેઠળ 50 લાખ રૂપિયા સુધીની લોન લઇ શકાય છે અને આ લોન તમે તમારી જરૂરિયાત અનુસાર ઉપયોગ કરી શકો છો.
ગોલ્ડ લોન પર કેટલો છે વ્યાજ દર
સામાન્ય રીતે ગોલ્ડ લોન પર 10-11 ટકાના દરે વ્યાજ ચૂકવવું પડે છે અને તેને એકથી ત્રણ વર્ષ માટે લઇ શકાય છે. પ્રતિ ગ્રામ સોનાના બદલામાં 2000 રૂપિયા મળે છે. આ રકમ સોનાની શુદ્ધતા અનુસાર વધુ-ઓછી થઇ શકે છે. લગભગ બધી સરકારી બેંક અને એનબીએફસી ગોલ્ડ લોન આપે છે અને તમે તમારી સુવિધા મુજબ કોઇપણ પ્રતિષ્ઠિત સંસ્થાની પસંદગી કરી શકો છો.