નવી દિલ્હી: પ્રોવિડેંટ ફંડ વિશે આપણે બધા જાણીએ છીએ. આ રકમ કર્મચારીઓના ભવિષ્ય માટે સુરક્ષિત રાખવામાં આવે છે. તાજેતરમાં જ PF પર વ્યાજ દર વધાની 8.65 કરી દેવામાં આવ્યું છે. પરંતુ, શું તમને ખબર છે કે પ્રોવિંડેન્ટ ફંડ (PF) ત્રણ પ્રકારના હોય છે. પહેલો એમ્પોય પ્રોવિડેન્ટ ફંડ (EPF), બીજો જનરલ પ્રોવિંડેન્ટ ફંડ (GPF) અને ત્રીજો પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ (PPF) થાય છે. ત્રીજામાં ખૂબ અંતર હોય છે જેના વિશે તમને જણાવવા જઇ રહ્યા છીએ. સરકાર દ્વારા સમયાંતરે ત્રણેય પર મળનાર વ્યાજદરમાં ફેરફાર કરવામાં આવે છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હેલમેટ વિના નહી મળે પેટ્રોલ, 1 જૂનથી આવી રહ્યો છે આ નિયમ


શું હોય છે EPF?
EPF ની રકમ દરેક કર્મચારીની સેલરી કાપવામાં આવે છે. બેસિક પગારના 12 ટકા કર્મચારીના વેતમાંથી EPFમાં જમા થાય છે. 12 ટકા કંપની પણ આપે છે, જેમાં 8.33 ટકા તમારા પેંશન સ્કીમ (EPS) એકાઉન્ટમાં અને બાકી 3.67 ટકા EPF માં જમા હોય છે.


જો કોઇ કંપનીમાં 20થી વધુ કર્મચારી કામ કરે છે તો તેને EPF લાગૂ થાય છે. નાણાકીય વર્ષ 2018-19 માં EPF પર વ્યાજ દર વધીને 8.65 ટકા કરી દેવામાં આવ્યો છે. જ્યારે નોકરી બદલો છો તો જૂના PF એકાઉન્ટને બંધ કરાવી શકો છો અથવા પછી તેને ટ્રાંસફર પણ કરાવી શકો છો. આ રકમનો કેટલોક ભાગ પણ નિકાળી શકો છો.

આટલા લાખ કરોડનું છે શેર બજાર, ફક્ત મે મહિનામાં રોકાણકારોના ડૂબ્યા 7 લાખ કરોડ


શું હોય છે GPF?
જનરલ પ્રોવિડેન્ટ ફંડ ફક્ત સરકારી કર્મચારી માટે હોય છે. પ્રાઇવેટ કર્મચારીઓ માટે EPF હોય છે. GPF પર 8 ટકા વ્યાજ દર મળે છે. જો કોઇ સરકારી કર્મચારી સસ્પેંડ થઇ જાય છે તો તે GPF માં જમા કરાવી ન શકો. જ્યારે કોઇ સરકારી કર્મચારી રિટાયર થવાનો હોય તો રિટાયરમેન્ટના ત્રણ મહિના પહેલાં GPF એકાઉન્ટ બંધ થઇ જાય છે. તેનાપર હાલમાં 8 ટકા વ્યાજ મળે છે. સરકારી કર્મચારી તેની અવેજમાં એડવાન્સ લોન પણ લઇ શકે છે, જેના બદલામાં વ્યાજ ચૂકવવાનું હોતું નથી. લોનની રકમ EMI ના રૂપમાં ચુકવવાની હોય છે. 


શું હોય છે  PPF?
પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ બેંકો અને પોસ્ટની દ્વારા ઓફર કરવામાં આવે છે. આ રોકાણનું સાધન છે જેનો ઉપયોગ કોઇપણ કરી શકે છે. તેના હેઠળ જેટલું રોકાણ કરવામાં આવે છે તે 80C હેઠળ આવે છે અને ઇનકમ ટેક્સમાં રાહત મળે છે. હાલમાં તેના પર 8 ટકા વ્યાજ દર મળે છે.