નવી દિલ્હીઃ Identify the Origin of Your Coin with Mint Mark: જો આપણે માણસની મૂળભૂત જરૂરિયાતોની વાત કરીએ તો તેમાં રોટી, કપડા અને મકાન પ્રથમ આવે છે. હવે આ બધી મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવા માટે જે વસ્તુની જરૂર છે તે પૈસા છે. આપણે બધા જાણતા નથી કે આપણે આપણા રોજિંદા ખર્ચાઓને પહોંચી વળવા માટે કેટલા રૂપિયા ખર્ચીએ છીએ. તે રૂપિયામાં નોટ અને સિક્કા બંને સામેલ છે. હવે જો આ રૂપિયાના સિક્કાની વાત કરીએ તો આપણે સૌએ નાનપણથી જ અનેક રીતે સિક્કા જોયા હશે. પરંતુ શું તમે કોઈ સિક્કો જોઈને કહી શકો છો કે આ સિક્કો ભારતના કયા શહેરમાં બન્યો હતો? જો નહીં, તો કોઈ સમસ્યા નથી. આજે અમે તમને જણાવીશું કે તમારા ખિસ્સામાં પડેલા સિક્કાને જોઈને તમે કહી શકશો કે તે કયા શહેરમાં બનાવવામાં આવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમગ્ર ભારતમાં ચાર ટંકશાળ છે
વાસ્તવમાં, સૌથી પહેલા અમે તમને જણાવી દઈએ કે તમામ ભારતીય સિક્કા ટંકશાળમાં બનેલા છે. ટંકશાળ એ સરકારી ફેક્ટરી છે, જ્યાં સરકારના આદેશ પર અને બજારની માંગને ધ્યાનમાં રાખીને સિક્કા બનાવવામાં આવે છે. સમગ્ર ભારતમાં કુલ 4 ટંકશાળ છે, જે નોઈડા, મુંબઈ, હૈદરાબાદ અને કોલકાતામાં આવેલી છે. દરેક ટંકશાળમાં બનેલા સિક્કા પોતાની આગવી ઓળખ ધરાવે છે. આ સિક્કાઓ પર બનેલી ખાસ નિશાની જોઈને તમે સરળતાથી કહી શકો છો કે તે સિક્કો ભારતમાં કઈ ટંકશાળમાં બનાવવામાં આવ્યો હતો.


આ પણ વાંચોઃ AADHAR CARD: માત્ર 50 રૂપિયામાં ઘર બેઠા બનાવો PVC આધાર કાર્ડ, આ સ્ટેપ્સને કરો ફોલો


તમે સિક્કો જોઈને કઈ રીતે જાણી શકો ક્યા શહેરમાં બન્યો છે
નોંધનીય છે કે દરેક સિક્કા પર લખેલ વર્ષ નીચે એક ખાસ પ્રકારનું નિશાન બનેલું હોય છે, જેને જોઈને તમે સિક્કો ક્યા શહેરમાં બન્યો તેની જાણકારી મેળવી શકો છો.


1. જે સિક્કા પર Dot નું નિશાન બનેલું હોય છે, તે સિક્કો નોઇડાની ટંકશાળમાં બનેલો હોય છે. 
2. જે સિક્કાની નીચે Diamond નો શેપ બનેલો હોય છે, તે સિક્કો મુંબઈની ટંકશાળમાં બનેલો હોય છે.
3. આ પ્રકારે જે સિક્કા પર Star નો શેપ બનેલો જોવા મળે, તો સમજી જવું કે આ સિક્કો હૈદરાબાદની ટંકશાળમાં બનેલો છે.
4. હવે તમને સિક્કા પર કોઈ પ્રકારનું નિશાન કે શેપ ન જોવા મતે તો તમારે તત્કાલ સમજી જવું કે આ સિક્કાને કોલકત્તાની ટંકશાળમાં બનાવવામાં આવ્યો છે. 


આ પણ વાંચો- પૈસા રાખો તૈયાર! 2 કંપનીઓનો આવી રહ્યો છે IPO, એપ્રિલમાં રોકાણ કરવાની સારી તક


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube