ફાઇનાશિયલ ટ્રાંજેક્શન અને ટેક્સ રિટર્ન ભરવા માટે પાન કાર્ડનો એક અનિવાર્ય ડોક્યૂમેંટ તરીકે ઉપયોગ થાય છે. પરંતુ ઘણીવાર લોકોના પાન કાર્ડની ડિટેલ્સ ખોટી છપાઇ હોઇ છે. તેમાં નામ, પિતાનું નામ અથવા જન્મતિથિ ખોટી રીતે છપાયેલી હોઇ છે. જો તમારી સાથે પણ આમ થયું છે તો તેમાં સુધારો કરી શકો છો. સુધારો ન કરવાની સ્થિતિમાં તમે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરી શકશો નહી. પહેલીવાર રિટર્ન ભરનાર લોકોને કદાચ આ જાણકારી ન હોય કે પાન કાર્ડ અથવા આઇટીઆર ફોર્મમાં નાનકડી ભૂલ ભારે પડી શકે છે. પાન કાર્ડને અપડેટ કરવા માટે ભાગદોડ કરવાની જરૂર નથી, થોડી મિનિટોમાં તેને અપડેટ કરી શકાય છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમારા ઇશાર પર ચાલશે સિલાઇ મશીન, ઉષાએ લોન્ચ કર્યું વાઇ-ફાઇ મશીન


આ છે કેટલાક સરળ સ્ટેપ્સ
1. જોકે, ઇ-મેલ દ્વારા પાન કાર્ડ પર તમારા નામમાં સુધારવા માટે તમારે એક ફોર્મ ભરવું પડશે. આ ફોર્મને તમે http://www.incometaxindia.gov.in/archive/changeform.pdf થી ડાઉનલોડ કરી શકો છો.


2. આ ફોર્મની સાથે તમારે નામમાં સુધારો કરવા માટે પુરાવા તરીકે દસ્તાવેજ પણ આપવા પડશે. જો ઇનકમ ટેક્સ વિભાગ દ્વારા થયેલી ભૂલના લીધે પાન કાર્ડ પર ખોટું નામ છપાયું છે તો તમે તે દસ્તાવેજ દર્શાવીને કરી શકો છો જેના પર તમારું નામ સાચું છપાયેલું છે.

દેશના અરબપતિ ગુજ્જુ બિઝનેસમેને સ્વિપર અને સિક્યોરિટી સાથે લંચ કરી પુરૂ પાડ્યું ઉદાહરણ


3. જો તમે તમારું નામ પછી બદલ્યું છે તો તમારે તે આધિકારિક ગેજેટની કોપી આપવી પડશે, જેમાં બદલાયેલું નામ છપાયેલું છે. 


4. ત્યારબાદ તમારે ઇ-મેલ દ્વારા ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા એક મેલ પ્રાપ્ત થશે. જેમાં તમારા બદલાયેલા નામનું વિવરણ આપવામાં આવશે. બસ તેને એપ્રૂવ કર્યા બાદ તમારું નામ અને સરનામું બદલાઇ જશે. તેમાં થોડો સમય લાગે છે.