મોટાભાગના એક્સપર્ટસ કહે છે કે, જો તમને વજન ઓછું કરવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો, તો ઓછુ ખાઓ અને વધુ કસરત કરો. રૂપિયાનો મામલો પણ એવો છે કે, ઓછો ખર્ચ કરો અને વધુ બચત કરો, તો તમારી પાસે સારું એવું બેંક બેલેન્સ (bank balance) હશે. રિટાયર્ડમેન્ટ કે બીજા ફાઈનાન્શિયલ ટાર્ગેટ (financial planning) માટે તમે જેટલી જલ્દી શરૂઆત કરશો, લક્ષ્ય નજીક આવવા સુધી તમે એટલા માલદાર થઈ જશો. તેના માટે તમારે સરળ નિયમ અપનાવવા પડશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રુલ 72નો ઉપયોગ કરીને તમે જાણી શકો છો કે, કેવી રીતે 7 વર્ષમાં તમારા રૂપિયા ડબલ થઈ જશે. આજે અમે તમને કેટલાક આવા જ સરળ નિયમો જણાવી રહ્યાં છે જેના દ્વારા તમે જાણી શકશો કે કેટલા વર્ષમાં ઈન્વેસ્ટમેન્ટ બે કે ત્રણ ગણુ કે પછી ચાર ગણુ વધી શકશે. 


Video : એક યુવકે માતાના માંડવામાં ગાઈ રહેલા કલાકારને સટાસટ થપ્પડ લગાવ્યાં


મદદ કરશે ચક્રવૃદ્ધિ 
તમારે માત્ર તમારા બચતની કન્ટીન્યુટી જાળવવી રાખવી પડશે અને બાકીનું કામ ચક્રવૃદ્ધિ સમયની સાથે કરતું રહેશે. ચક્રવૃદ્ધિનો પ્રભાવ દીર્ઘાવધિમાં જોવાથી મળે છે અને આ લાંબા સમયમાં તમે માલદાર બનવા તરફ આગળ જશો. 


કેવી રીતે કામ કરે છે ચક્રવૃદ્ધિ
માની લો કે, તમે 100 રૂપિયા ક્યાંક જમા કરો છો અને તેના પર વાર્ષિક 10 ટકાનું વ્યાજ મળે છે. એક વર્ષ બાદ તમારી પાસે 110 રૂપિયા હશે. આગામી વર્ષ ચક્રવૃદ્ધિ વ્યાજને કારણે તમને 110 રૂપિયા પર 10 ટકા વ્યાજ મળશે. અને તમારા રૂપિયા વધીને 121 રૂપિયા થઈ જશે. આગામી વર્ષે 121 રૂપિયા પર 10 ટકા વ્યાજ પ્રાપ્ત થશે અને આ સિલસિલો વર્ષે દર વર્ષે ચાલતો રહેશે. સમયની સાથે તમને રૂપિયામાં આશ્ચર્યજનક વધારો થતો જોવા મળશે. 


Google યુઝર્સને ઝટકો લાગે તેવા સમાચાર, બંધ થઈ રહી છે તમારા કામની સર્વિસ


કેવી રીતે ડબલ થશે રૂપિયા
તમારા બચતના રૂપિયા ડબલ ક્યારે થશે તેની ગણતરીનો એક સામાન્ય નિયમ બહુ જ પ્રચલિત છે. આ નિયમ રુલ 72 છે. ફાઈનાન્સમાં તેનો ઉપયોગ થાય છે. રુલ 72ના દ્વારા તમે જાણી શકો છો કે, તમારા ઈન્વેસ્ટમેન્ટના રૂપિયા કેટલા સમયમાં બે ગણા થશે. તેની ફોરમ્યુલા જાણીએ. 


આમ સમજો
જો તમે 100 રૂપિયા ઈન્વેસ્ટ કરો છો, જેના પર વાર્ષિક 10 ટકા ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે, તો રુલ 72 અનુસાર આ ઈન્વેસ્ટમેન્ટ બે ગણુ થવામાં 72/10=7.2 વર્ષ લાગશે. જો તમે તેનાથી વધુ રકમ, માની લો કે એક લાખ રૂપિયા ઈન્વેસ્ટ કરો છો તો લગભગ સાત વર્ષમાં તે બે લાખ રૂપિયા થઈ જશે. તેના માટે ઈન્વેસ્ટમેન્ટની કન્ટીન્યુટી અને વર્તમાન ફંડમાં વધારો કરવાનો ન ભૂલો. આ બાબત તમને ઘણો લાભ અપાવશે. 


નિત્યાનંદ આશ્રમ કેસમાં નવો વળાંક, મિસિંગ નિત્યનંદિતાનું નેપાળ કનેક્શન આવ્યું સામે 


ઈન્વેસ્ટમેન્ટના શરૂઆતના લાભ
જો તમે તમારા રિટાયર્ડમેન્ટ માટે કરોડો રૂપિયાની બચત કરવા માંગો છો તો શરૂઆત જેટલી જલ્દી હોઈ શકે, તેટલા જલ્દી કરો. જો તમે 25 વર્ષની ઉંમરથી 5000 રૂપિયાનું ઈન્વેસ્ટમેન્ટ શરૂ કરો છો તો તેના પર વાર્ષિક 10 ટકાનું રિટર્ન મળે છે. તો 60 વર્ષની ઉંમરમાં તમારી પાસે એક કરોડ રૂપિયાથી વધુનુ ફંડ હશે. 


72નો નિયમ શું છે
72નો નિયમ એ જાણવામાં મદદ કરે છે કે તમારા રૂપિયા કેટલા વર્ષમાં બે ગણા થશે. 10 ટકા વાર્ષિક વ્યાજ આપનાર વિકલ્પ તમારા ઈન્વેસ્ટમેન્ટને 72/10=7.2 વર્ષોમાં ડબલ કરી દેશે. 


તત્વપ્રિયાએ એફિડેવિટ કરીને કહ્યું, અમે સેફ છીએ, અમારું અપહરણ નથી થયું...’


કેટલા વર્ષમા ત્રણ ગણા થશે
નિયમ 114- તમારા રૂપિયા કેટલા વર્ષમાં ત્રણ ગણા કરી શકે છે. તેના માટે તમારે 114થી મળનાર વ્યાજનો ભાગ આપવાનો રહેશે. માની લો કે, તમને વાર્ષિક 8 ટકા વ્યાજ મળી રહ્યું છે, તો 114નો 8થી ભાગ આપવાનો રહેશે. 114/8= 14.25 વર્ષ, એટલે આ સ્કીમમાં તમારા રૂપિયા 14.28 વર્ષમાં ત્રણ ગણા થઈ જશે. 


કેટલા વર્ષમાં ચાર ગણા થશે
નિયમ 144- નિયમ 144 બતાવે છે કે, તમારા રૂપિયા કેટલા વર્ષમાં ચાર ગણા વધી જશે. 8 ટકા વાર્ષિક વ્યાજ દરથી ઈન્વેસ્ટ કર્યું છે તો 18 વર્ષોમાં તમારા રૂપિયા ચાર ગણા થઈ જશે. 144/8 = 18


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube