Video : એક યુવકે માતાના માંડવામાં ગાઈ રહેલા કલાકારને સટાસટ થપ્પડ લગાવ્યાં

જાહેર કાર્યક્રમોમાં જ્યારે કાર્યક્રમ કરનાર વ્યક્તિ જ પોતાની મર્યાદા વટાવી જાય ત્યારે લોકો બરાબરની ધોકાવાળી કરી છે. આવું જં કંઈક બોટાદમાં યોજાયેલ માતાજીના માંડવાના કાર્યક્રમમાં થયું હતું. કાર્યક્રમમાં કલાકાર પ્રભાત સોલંકી દારૂ પીને પહોંચતા એક યુવકે તેમને ચાલુ કાર્યક્રમમાં લાફા ઝીંક્યા હતા. 
Video : એક યુવકે માતાના માંડવામાં ગાઈ રહેલા કલાકારને સટાસટ થપ્પડ લગાવ્યાં

બોટાદ :જાહેર કાર્યક્રમોમાં જ્યારે કાર્યક્રમ કરનાર વ્યક્તિ જ પોતાની મર્યાદા વટાવી જાય ત્યારે લોકો બરાબરની ધોકાવાળી કરી છે. આવું જં કંઈક બોટાદમાં યોજાયેલ માતાજીના માંડવાના કાર્યક્રમમાં થયું હતું. કાર્યક્રમમાં કલાકાર પ્રભાત સોલંકી દારૂ પીને પહોંચતા એક યુવકે તેમને ચાલુ કાર્યક્રમમાં લાફા ઝીંક્યા હતા. 

બન્યું એમ હતું કે, બોટાદના સાળંગપુર રોડ પર માતાજીના માંડવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બોટાદમાં ચાલુ કાર્યક્રમમાં પ્રભાત સોલંકી નામના એક કલાકારની ધોલાઈ કરવામાં આવી હતી. કારણ કે, પ્રભાત સોલંકી દારૂ પીને સ્ટેજ પર આવ્યા હોવાનું ચર્ચાયું હતું. તેથી તેઓ જ્યારે સ્ટેજ પર ગીતો ગાઈ રહ્યા હતા ત્યારે એક યુવક સ્ટેજ પર ચઢ્યો હતો. તેણે પ્રભાત સોલંકીને ઉપરાઉપરી બે-ચાર લાફા લગાવ્યા હતા. 

યુવકના આ કૃત્યથી તાત્કાલિક અન્ય લોકો એકઠા થયા હતા. તેઓએ યુવકને અટકાવ્યો હતો. પરંતુ ઓડિયન્સમાં અનેક લોકોએ આ ઘટનાનો વીડિયો ઉતાર્યો હતો, જે જોતજોતામા સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તો બીજી તરફ, કલાકાર પ્રભાત સોલંકી હકીકતમાં દારૂ પીને આવ્યા હતા કે નહિ તે તપાસનો વિષય છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news