Technical Guruji Gaurav Chaudhary: જો તમે ટેકનિકલ ગુરુજીને નથી જાણતા તો જણાવી દઈએ કે ગૌરવ ચૌધરી એ વ્યક્તિ છે જે યુટ્યુબ પર ટેકનિકલ ગુરુજીના નામથી પોતાની ટેક ચેનલ ચલાવે છે. તેમની આ ચેનલ વિશ્વની સૌથી વધુ જોવાયેલી ટેક ચેનલ છે. તેણે યુટ્યુબ પર આ ચેનલ દ્વારા એટલી કમાણી કરી છે કે આજે તેની પાસે લગભગ 20 કરોડની લક્ઝરી કાર અને દુબઈમાં 60 કરોડનો બંગલો છે. ખરેખર, ગૌરવ તેની યુટ્યુબ ચેનલ ટેકનિકલ ગુરુજી પર ટેક્નોલોજી સાથે જોડાયેલી બાબતો વિશે જણાવે છે અને તેની કહેવાની રીત એવી છે કે આજે યુટ્યુબ પર ટેકનિકલ ગુરુજીની ચેનલના લગભગ 2.29 કરોડ ફોલોઅર્સ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુટ્યુબ સિવાય કરે છે પોતાનો બિઝનેઝ 
જણાવી દઈએ કે ગૌરવ ચૌધરી મૂળ રાજસ્થાનના અજમેર જિલ્લાનો રહેવાસી છે. તેનો જન્મ વર્ષ 1991માં થયો હતો. તેણે અજમેરથી જ સ્કૂલનો અભ્યાસ કર્યો હતો. શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી, ગૌરવે BITS પિલાનીના દુબઈ કેમ્પસમાં માઇક્રોઇલેક્ટ્રોનિક્સ કોર્સમાં પ્રવેશ લીધો. અહીંથી પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી, ગૌરવે તેની યુટ્યુબ ચેનલ ખોલી અને લોકોને ટેક્નોલોજી સાથે જોડાયેલી વસ્તુઓ વિશે માહિતી આપવાનું શરૂ કર્યું. જો કે, હવે ગૌરવ માત્ર યુટ્યુબ ચેનલ જ નહીં પરંતુ દુબઈમાં પોતાનો બિઝનેસ પણ કરે છે.



દુબઈ પોલીસ માટે કરે છે કામ 
હકીકતમાં, ગૌરવ દુબઈ પોલીસને સુરક્ષા સંબંધિત ગેજેટ્સ પૂરા પાડે છે. આ સિવાય તે અન્ય ઘણી સંસ્થાઓને સુરક્ષા ગેજેટ્સ પ્રોવાઈડ કરે છે. જણાવી દઈએ કે ગૌરવ આજની તારીખમાં દુબઈ પોલીસ માટે સીક્યોરીટી સિસ્ટમ એન્જિનિયર તરીકે પણ કામ કરે છે. ગૌરવની સંપત્તિની વાત કરીએ તો તેણે તેની યુટ્યુબ ચેનલ અને તેના બિઝનેસ દ્વારા લગભગ 369 કરોડ રૂપિયાની સંપત્તિ બનાવી છે.


લક્ઝરી વાહનોનું કલેક્શન
ઘણા મીડિયા અહેવાલો અનુસાર, ગૌરવના પરિવારના સભ્યો ઇચ્છતા હતા કે તે કરિયાણાનો પારિવારિક વ્યવસાય સંભાળે, પરંતુ તેણે વર્ષ 2015 માં તેની યુટ્યુબ ચેનલ ખોલીને એક અલગ રસ્તો અપનાવ્યો. ગૌરવના આ નિર્ણયનું પરિણામ એ છે કે આજે તેની પાસે દુબઈમાં 11 લક્ઝરી વાહનોનું કલેક્શન છે. 



1. રોલ્સ રોયસ ઘોસ્ટ - 8 કરોડ
2. મેકલેરેન જીટી - 4.75 કરોડ
3. રેન્જ રોવર વોગ - 2.10 કરોડ
4. પોર્શ પનામેરા જીટીએસ - 1.90 કરોડ
5. પોર્શ પનામેરા - 1.89 કરોડ
6. મર્સિડીઝ બેન્ઝ જી-ક્લાસ - 1.72 કરોડ
7. મર્સિડીઝ બેન્ઝ 500ML - 81.70 લાખ
8. ઓડી A6 - 68 લાખ
9. મહિન્દ્રા થાર - 15.54 લાખ


આ પણ વાંચો:
બિપરજોયના ડરથી ગુજરાતમાં તોડવામાં આવી ઈમારતો, 90 ટ્રેનો રદ, ચક્રવાતની અસર જોવા મળી
સૌરાષ્ટ્ર, કચ્છના કાંઠે 15મીએ બપોરે 12 વાગ્યે ભારે પવન સાથે ટકરાશે બિપરજોય  

રાશિફળ 13 જૂન: મેષ સહિત આ રાશિના જાતકો માટે આજનો દિવસ અત્યંત શુભ, સારા સમાચાર મળશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube