ગુજરાતની આ કંપનીએ રોકાણકારોને માલામાલ કર્યા, 7 રૂપિયાના શેરનો ભાવ 26000% ચડી ગયો
KPI Green Energy Share: છેલ્લા 3 વર્ષમાં પણ સ્ટોકે ગજબનું રિટર્ન આપ્યું છે. મે 2021માં આ શેર 16.5 રૂપિયાના ભાવે હતો અને હાલ પ્રાઈસમાં 11330 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ બધા વચ્ચે છેલ્લા એક વર્ષમાં તે 500 ટકા ચડી ગયો છે અને 2024 YTD માં તે 90 ટકા વધ્યો છે.
KPI Green Energy Share: એક સમયે પેની સ્ટોક રહી ચૂકેલા કેપીઆઈ ગ્રીન એનર્જીએ લાંબા સમયગાળામાં પોતાના રોકાણકારોને મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. છેલ્લા ચાર વર્ષમાં સ્ટોક 26842 ટકાથી વધુ ચડ્યો છે. મે 2020માં આ એનર્જી શેરની કિંમત 7.48 રૂપિયા હતી. જે હાલ વધીને 1885.95 રૂપિયા થઈ ગઈ છે. છેલ્લા 3 વર્ષમાં પણ સ્ટોકે ગજબનું રિટર્ન આપ્યું છે. મે 2021માં આ શેર 16.5 રૂપિયાના ભાવે હતો અને હાલ પ્રાઈસમાં 11330 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ બધા વચ્ચે છેલ્લા એક વર્ષમાં તે 500 ટકા ચડી ગયો છે અને 2024 YTD માં તે 90 ટકા વધ્યો છે.
આ વર્ષે શાનદાર રિટર્ન
આ વર્ષે અત્યાર સુધીમાં આ શેરે 5માંથી 4 મહિનામાં પોઝિટિવ રિટર્ન આપ્યું છે. એપ્રિલમાં 19 ટકાના વધારા બાદ મેમાં સ્ટોક 1.5 ટકા વધ્યો છે. જો કે માર્ચમાં તેમાં 12.5 ટકાનો ઘટાડો જોવા મળ્યો. આ બધા વચ્ચે આ વર્ષના પહેલા બે મહિનામાં તે નિગેટિવ રહ્યો. ફેબ્રુઆરીમાં 43.2 ટકા અને જાન્યુઆરી 2024માં 24.2 ટકાનો વધારો જોવા મળ્યો.
કંપની વિશે
અત્રે જણાવવાનું કે KPI ગ્રીન એનર્જી લિમિટેડ ભારતમાં સોલરિઝ્મ બ્રાન્ડ નામ હેઠળ સોલર એનર્જીનું પ્રોડક્શન અને સપ્લાય કરે છે. આ એક સ્વતંત્ર વીજળી ઉત્પાદક અને કેપ્ટિવ વીજળી ઉત્પાદક તરીકે સોલર એનર્જી પ્લાન્ટનો વિકાસ, નિર્માણ, સ્વામિત્વ, સંચાલન અને દેખરેખ કરે છે તથા થર્ડ પાર્ટીને ભૂમિ પાર્સલ વેચે છે. કંપનીને પહેલા K.P.I. નામથી ઓળખવામાં આવતી હતી. ગ્લોબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ અને એપ્રિલ 2022માં તેનું નામ બદલીને KPI ગ્રીન એનર્જી લિમિટેડ કરવામાં આવ્યું હતું. KPI ગ્રીન એનર્જી લિમિટેડને 2008માં સામેલ કરાઈ હતી અને તે સુરતમાં આવેલી છે.
QIP થી ભેગા કરશે 1000 કરોડ
કેપીઆઈ ગ્રીન એનર્જીએ સોમવારે કહ્યું કે તેના બોર્ડ ઓફ ડાઈરેક્ટર્સે પાત્ર સંસ્થાગત નિયોજન (QIP) દ્વારા શેર ઈશ્યુ કરીને 1000 રૂપિયા સુધીની રકમ ભેગા કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં સક્રિય કંપનીએ શેર બજારને આ નિર્ણયની જાણ કરતા કહ્યું કે આ પ્રસ્તાવને હવે શેર ધારકોની મંજૂરી માટે રાખવામાં આવશે. કેપીઆઈ ગ્રીન નર્જીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે એક કે વધુ હપ્તામાં QIPના માધ્યમથી 1000 કરોડ રૂપિયા સુધીની રકમ ભેગા કરવાની મંજૂરી આપી છે. ગુજરાતમાં સ્થિત કેપીઆઈ ગ્રીન એનર્જી લિમિટેડ (અગાઉ કેપીઆઈ ગ્લોબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ) એક મુખ્ય રિન્યુએબલ એનર્જી પ્રોડ્યુસર છે.
(Disclaimer: અહીં ફક્ત શેરના પરફોર્મન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube