ખુશખબરી! PF ને લઇને મોદી સરકારે જાહેર કર્યું નોટિફિકેશન, હવે નિકાળી શકાશે 75% પૈસા
શ્રમ મંત્રાલયે EPF નિયમોમાં ફેરફારને નોટિફાઇ કરી દેવામાં આવ્યા છે. હવે ઇપીએફ એકાઉન્ટથી 75% સુધી રકમ કાઢી શકાશે. સરકારે આ નિર્ણય કોરોના વાયરસ (Coronavirus) સંકટને જોતાં કર્યો હતો.
નવી દિલ્હી: શ્રમ મંત્રાલયે EPF નિયમોમાં ફેરફારને નોટિફાઇ કરી દેવામાં આવ્યા છે. હવે ઇપીએફ એકાઉન્ટથી 75% સુધી રકમ કાઢી શકાશે. સરકારે આ નિર્ણય કોરોના વાયરસ (Coronavirus) સંકટને જોતાં કર્યો હતો.
હવે ઇપીએફ ખાતામાંથી રકમના 75 ટકા અથવા ત્રણ મહિનાના વેતન (જે પણ ઓછું હોય)ને કાઢવાની પરવાનગી આપશે. ઇપીએફ એકાઉન્ટથી ઉપાડ નોન-રિફંડેબલ હશે.
તમને જણાવી દઇએ કે નાણામંત્રી નિર્મલા સીતારમણે કોરોના વાયરસના પ્રકોપના વિરૂદ્ધ સરકાર દ્વારા શરૂ કરેલી જંગથી પ્રભાવિત ગરીબો અને મજૂરોની કઠિનાઇને જોતાં ગુરૂવારે 1,70,000 કરોડ રૂપિયાના રાહત પેકેજના રૂપમાં વડાપ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજની જાહેરાત કરી હતી.
નાણામંત્રીએ કહ્યું હતું કે આ પેકેજ હેઠળ ગરીબો અને દહાડી મજૂરોને સીધા તેમના બેંક એકાઉન્ટમાં કેસ રકમ ટ્રાંસફર કરી તેમને ખાદ્ય સુરક્ષા પ્રદાન કરવામાં આવશે.
તેમણે કહ્યું હતું કે કોરોના વાયરસના પ્રકોપની સારવારને ધ્યાનમાં રાખતાં દેશમાં ચાલી રહેલા લોકડાઉનને લીધે દેશમાં કોઇપણ ગરીબ ભૂખ્યો ન રહે, તેના માટે વડાપ્રધાન ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ તેમને આગામી ત્રણ મહિના સુધી પાંચ કિલો ઘઉ અથવા ચોખા આપવામાં આવશે અને દરેક પરિવારને એક કિલો દાળ પણ આપવામાં આવશે.
તો બીજી તરફ મનરેગામાં કામ કરનાર મજૂરોની દહાડી મજૂરીને વધારીને 200 રૂપિયા કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ખેડૂતો, ગરીબ વિધવા, પેન્શનધારી, દિવ્યાંગો અને જનધન ખાતાધારક મહિલાઓ, ઉજ્જવલા યોજના લાભાર્થીઓ, મહિલા સ્વયં સહાયતા સમૂહો સહિત નિર્માણ ક્ષેત્રના મજૂરોને રાહત પુરી પાડવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત સ્વંય સેવા સમૂહોની મહિલાઓ અને સંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ, કંસ્ટ્રકશન સાથે જોડાયેલા મજૂરોને મદદ આપવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર