નવી દિલ્હીઃ કોવિડ મહામારીને કારણે દેશમાં જ નહીં વિશ્વમાં કામકાજની રીતમાં પરિવર્તન આવ્યું છે. ઓણિક્રોન (Omicron) ના વધતા કેસ અને ત્રીજી લહેરની આસંકા વચ્ચે એકવાર ફરી વર્ક ફ્રોમ હોમની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. 31 ડિસેમ્બરની સાંજે RPG ગ્રુપના ચેરમેન હર્ષ ગોયનકાએ ટ્વીટ કરીને જાણકારી આપી કે તેમની કંપનીએ તમામ કર્મચારીઓને તત્કાલ પ્રભાવથી ઘરેથી કામ કરવાનું કહ્યું છે અને તમામ ઓફિસો બંધ રહેશે. કંપની તરીકે આ એક સાવચેતીનું પગલું છે તો કર્મચારીઓ માટે પણ સુવિધાજનક છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'વર્ક ફ્રોમ હોમ' માટે કાયદો લાવશે સરકાર
તો મોટાભાગની ઓફિસોમાં કોરોના વાયરસ સંક્રમણને કારણે કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમની સુવિધા આપવામાં આવી રહી છે. ઘણી સરકારી ઓફિસોમાં પણ ઘરેથી કામ કરવાની સુવિધા આપવામાં આવી છે. હવે કેન્દ્ર સરકાર આવો નિયમ લાવવા પર વિચાર કરી રહ્યો છે, જે હેઠળ કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમનો વિકલ્પ પસંદ કરવાની તક મળશે. શ્રમ મંત્રાલયે તે માટે એક ડ્રાફ્ટ જાહેર કર્યો છે. આ ડ્રાફ્ટમાં માઇનિંગ, મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરના કર્મચારીઓને સામેલ કરવામાં આવશે. આ પગલાથી ઓફિસોના વર્ક કલ્ચરમાં મોટો ફેરફાર જોવા મળશે. 


આ પણ વાંચોઃ Gold Silver Price Today: નવા વર્ષે સોના-ચાંદીના ભાવમાં થયો વધારો, જાણો નવી કિંમત  


HRA માં થઈ શકે છે ઘટાડો
આ હેઠળ કર્મચારીઓના હાઉસ રેન્ટ અલાઉન્સમાં (HRA) ઘટાડો કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિમ્બર્સમેન્ટ કોસ્ટમાં વધારો કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. શ્રમ મંત્રાલય તરફથી જારી વર્ક ફ્રોમ હોમ ડ્રાફ્ટ અનુસાર આઈટી સેક્ટરને નવા નિયમોમાં વિશેષ છૂટ મળી શકે છે. આઈટી કર્મચારીઓને વર્કિંગ કલાકમાં પણ સુવિધા મળશે. શ્રમ મંત્રાલય અનુસાર આઈટી સેક્ટરમાં કામ કરતા કર્મચારીઓની સુરક્ષાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. શ્રમ મંત્રાલય અનુસાર સર્વિસ સેક્ટરની જરૂરીયાત પ્રમાણે પ્રથમવાર આ ખાસ મોડલને તૈયાર કરવામાં આવ્યું છે. 


સરકારે માંગ્યા સૂચનો
શ્રમ મંત્રાલયે નવા ડ્રાફ્ટ પર સામાન્ય લોકોના સૂચનો માંગ્યા છે. જો તમે પણ તમારૂ સૂચન આપવા ઈચ્છો છો તો 30 દિવસની અંદર શ્રમ મંત્રાલયની પાસે મોકલી શકો છો. આશા કરવામાં આવી રહી છે કે શ્રમ મંત્રાલય નવા કાયદાને એપ્રિલમાં લાગૂ કરી શકે છે. મહત્વનું છે કે સરકારના આ પગલાથી કર્મચારીઓને સુવિધા મળી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube