લક્ષ્મી વિલાસ બેન્કનો આ Bankમાં થશે વિલય, કેન્દ્રીય કેબિનેટે આપી મંજૂરી
કેબિનેટ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ કે, લક્ષ્મી વિલાસ બેન્કમાં 20 લાખ ખાતાધારક છે, તેમને સુરક્ષા મળશે. હવે તે જ્યારે ઈચ્છે ત્યારે પૈસા ઉપાડી શકે છે.
નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રીમંડળે સંકટગ્રસ્ત લક્ષ્મી વિલાસ બેન્કના DBS બેન્ક ઓફ ઈન્ડિયા લિમિટેડ (DBIL)માં વિલય પ્રસ્તાવ પર મહોર મારી દીધી છે. બુધવારે યોજાયેલી કેબિનેટની બેઠકમાં આ સાથે ATCમાં એફડીઆઈને મંજૂરી આપવામાં આવી છે.
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે એક પત્રકાર પરિષદમાં કેબિનેટ નિર્ણયોની જાણકારી આપી છે. ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેન્કે લક્ષ્મી વિલાસ બેન્કનો DBS બેન્કમાં વિલયનો આદેશ આપ્યો હતો. ATC Telecom Infraમાં 2480 કરોડના પ્રત્યેક્ષ વિદેશી રોકાણ (FDI)ને કેબિનેટે મંજૂરી આપી છે. ટાટા સમૂહની કંપની એટીસીના 12 ટકા શેર એટીસી પેસિફિક એશિયાએ લીધા છે.
તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં આજે કેબિનેટ અને આર્થિક મામલાની મંત્રીમંડળીય સમિતિ (CCEA)ની બેઠકમાં ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, મોદી સરકારનો ભાર આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા પર છે. તેથી તે માટે નાણા ભેગા કરવા હવે ડેટ માર્કેટનો ફાયદો ઉઠાવવામાં આવશે.
આ તારીખે બેન્કોમાં હડતાળ...આજે જ પતાવી લો બધા જરૂરી કામકાજ
ભારતીય રિઝર્વ બેન્કે 17 નવેમ્બરે દક્ષિણ ભારત કેન્દ્રીત લક્ષ્મી વિલાસ બેન્કને એક મહિનાના મોરેટોરિયમમાં મુકી હતી. આરબીઆઈએ બેન્કને આદેશ આપ્યો હતો કે આગામી એક મહિના સુધી બેન્કમંથી કોઈ ગ્રાહક 25 હજારથી વધુનો ઉપાડ કરી શકશે નહીં. આરબીઆઈના આ નિર્ણયની અસર બેન્કના શેરો પર પણ જોવા મળી રહી છે.
કટોકટીની સ્થિતિમાં બેન્કમાંથી 5 લાખ રૂપિયા કાઢી શકાય છે. સારવાર, લગ્ન, શિક્ષણ અને અન્ય જરૂરી કામો માટે આ રકમ ઉપાડી શકાય છે, પરંતુ તે માટે ગ્રાહકોએ પૂરાવા આપવા પડશે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube