નવી દિલ્હી: કોરોના કાળમાં (Corona Pandemic) મુસાફરોને લલચાવા માટે ઘરેલું વિમાન કંપની વિસ્તારાએ (Vistara) ધમાકેદાર મોનસૂન સેલની (Monsoon Sale) જાહેરાત કરી છે.  તેના અંતર્ગત કોઈપણ શખ્સ માત્ર 1099 રૂપિયા ખર્ચમાં હવાઈ મુસાફરીનો આનંદ માણી શકે છે. જો કે, આ એક લિમિટેડ ટાઈમ પીરિયડ ઓફર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1099 રૂપિયામાં કરો હવાઈ મુસાફરી
વિસ્તારાએ તેના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વીટ કરીને લખ્યું છે કે, 'તમારી આગામી સફર બુક કરાવીને મોનસૂનની સીઝનનો લાભ ઉઠાવો. 1099 રૂપિયામાં દિલ્હીથી ચંડીગઢ માટે હવા મુસાફરી કરી શકો છો. બેંગલુરૂથી હૈદરાબાદ માટે શરૂઆતી ભાડુ 1499 રૂપિયા છે. મુંબઇથી ગોવા તમે 1699 રૂપિયા શરૂઆતી ભાડુ છે. ખાસ વાત એ છે કે આ ભાડામાં તમામ ટેક્સ અને ફી સામેલ છે. તેના અંતર્ગત જો તમે ચેન્નાઈથી બેંગલુરૂ માટે નક્કી તારીખ વચ્ચે ફ્લાઈટ બુક કરાવો છો તો તમારે તેના માટે 1549 રૂપિયા શરૂઆતી ભાડુ ચૂકવવું પડશે.


Bank Alert! જુલાઈમાં 15 દિવસ બંધ રહેશે બેંક, જતા પહેલા ચેક કરી લો લિસ્ટ


આજે છે સેલનો અંતિમ દિવસ
ધ્યાનમાં રાખો કે વિસ્તારા એરલાઇન્સ મુસાફરોને માત્ર 48 કલાક માટે ફ્લાઇટ બુકિંગ પર વિશેષ ઓફર આપી રહી છે. કંપનીના જણાવ્યા અનુસાર 1 ઓગસ્ટથી 12 ઓક્ટોબર સુધીની યાત્રા માટે ફ્લાઇટ બુકિંગની તમામ કેટેગરીમાં 48 કલાક માટે ખાસ છૂટ આપવામાં આવશે. વિસ્તારાએ જણાવ્યું હતું કે મોનસૂન સેલ દરમિયાન ફ્લાઇટ્સનું બુકિંગ શુક્રવારે (25 જૂન, 2021) 11:59 વાગ્યે સમાપ્ત થશે. વિસ્તાારના ચીફ કોમર્શિયલ ઓફિસર વિનોદ કન્નને જણાવ્યું હતું કે, પરિસ્થિતિ ધીરે ધીરે સુધરે છે અને માંગ પાછી આવે છે ત્યારે અમે આ આકર્ષક ભાડા પર મુસાફરોને ઉડાન માટે આમંત્રણ આપતા આનંદ અનુભવીએ છીએ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube