રૂપિયામાં મજબૂતી વચ્ચે સોના અને ચાંદીના ભાવોમાં આજે મિક્સ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ઘરેલુ વાયદા બજારમાં મંગળવારે સોના અને ચાંદીમાં ઉતાર ચડાવ જોવા મળ્યો. જ્યારે શરાફા બજારમાં આજે સોનું અને ચાંદી તેજીમાં જોવા મળ્યા છે. સોનામાં ભારે ઉતાર ચડાવના પગલે કિંમતી ધાતુઓના આજના ભાવ ખાસ જાણો. MCX પર સોનું 77,200 રૂપિયાની ઉપર હતું જ્યારે ચાંદી 90,500 પાસે ચાલી રહી હતી. ગ્લોબલ માર્કેટમાં સોનું $2,650ની આસપાસ જોવા મળ્યું. બોન્ડ યીલ્ડમાં મજબૂતી જોવા મળી રહી છે અને એક અઠવાડિયાની ઊંચાઈ પર પહોંચી ગયા છે. ડોલર ઈન્ડેક્સ નબળા છે અને 109ની નીચે આવી ગયા છે. આ બધા વચ્ચે સતત નબળો પડી રહેલો રૂપિયો મંગળવારે 85.67/$ સુધી ચડી ગયો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાયદા બજારમાં ભાવ
વાયદા બજાર (MCX) પર આજે સવારે 10 વાગ્યાની આસપાસ સોનું 20 રૂપિયાના મામૂલી વધારા સાથે 77,178 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળ્યું હતું. જે કાલે 77,158 રૂપિયા પર ક્લોઝ થયું હતું. આ દરમિયાન ચાંદી આજે 29 રૂપિયાના ઘટાડા સાથે 90,525 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર જોવા મળી. જે કાલે 90,554 રૂપિયા પર બંધ થઈ હતી. 


શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 36 રૂપિયા વધીને 77,196 રૂપિયાની સપાટીએ જોવા મળ્યું જે કાલે 213 રૂપિયા ઉછળીને વધારા સાથે 77,161 પર ક્લોઝ થયું હતું. જ્યારે સવારે ઓપનિંગ રેટમાં સોનાનો ભાવ 76,948 રૂપિયા હતો. જ્યારે ચાંદી 136 રૂપિયા વધીને 89,288 રૂપિયાની સપાટીએ જોવા મળી જે કાલે 1,584 રૂપિયાના તોતિંગ વધારા સાથે 89,152 રૂપિયા પર બંધ થઈ હતી. કાલે સવારે ઓપનિંગ રેટમાં ચાંદીનો ભાવ 87,568 રૂપિયા હતો. 



રિટેલ ભાવ પર ફેરવો નજર



ખાસ નોંધ
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)