નવી દિલ્હી : ભારતીય બેંકિંગ ઇતિહાસમાં ક્યારેય ન થયું હોય એવું થવા જઇ રહ્યું છે. કોઇ બેંક દ્વારા બીજી બેંકને ડિફોલ્ટર જાહેર કરવામાં આવે એવી આ પ્રથમ ઘટના હશે. હાલમાં આ અત્યારે આશંકા સેવાઇ રહી છે જોકે ટેકનિકલ રીતે આવું થઇ શકે એમ છે. અહીં નોંધનિય છે કે, પીએનબી કૌભાંડથી બેંકિંગ ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પંજાબ નેશનલ બેંક દ્વારા અપાયેલા લેટર ઓફ અન્ડરટેકિંગ (એલઓયૂ)ના આધારે યૂનિયન બેંક ઓફ ઇન્ડિયા દ્વારા અંદાજે 1000 કરોડ રૂપિયાની લોન આપવામાં આવી હતી. આ રકમ પીએનબીએ યૂનિયન બેંકને ચૂકવવાની છે. જો આ રકમ ચૂકવવામાં તે કાચી પડશે તો બેંક દ્વારા પીએનબીને ડિફોલ્ટર જાહેર કરવામાં આવી શકે છે અને ડિફોલ્ટરની યાદીમાં નાંખી શકે છે. (પીએનબી કૌભાંડ બાદ સરકારે શું આકરા પગલાં લીધા? જાણો)


PNB માટે કપરો સમય
રેટિંગ એજન્સી સાથે સંકળાયેલા એક અધિકારીના જણાવ્યા અનુસાર જો કોઇ બેંકનું નામ ડિફોલ્ટર યાદીમાં મુકાય તો એ બેંક માટે કપરો સમય શરૂ થાય છે. જોકે આ મામલો કેટલીક રીતે એનપીએ કરતાં અલગ છે. જ્યાં મોટા કોર્પોરેટ હાઉસ લોન ધારક છે. અહીં લોન લેનારની ક્ષમતા અને ઇરાદાઓ પર કોઇ સવાલ નથી. આમ છતાં અમે સરકારથી એલઓયૂના સંદર્ભે કેટલીક સ્પષ્ટતાઓ થાય એની પ્રતિક્ષા કરી રહ્યા છીએ. 


પીએનબી કૌભાંડ : 100 કરોડની સંપત્તિ સામે મળી 5280 કરોડની લોન


પ્રથમ વખત કોઇ બેંક થશે ડિફોલ્ટર
ઇકોનોમિક્સ ટાઇમ્સના અહેવાલ અનુસારા સિનિયર બેંકર આને અજીબ સ્થિતિ ગણાવી રહ્યા છએ. પહેલી વખત એવું બનશે કો ટેકનિકલ કારણોસર કોઇ બેંકને ડિફોલ્ટર યાદીમાં નાંખવામાં આવે. ફ્રોડને જોતાં બેંકોએ આ રકમની સત્વરે જોગવાઇ કરવી જોઇએ અને આ રકમને એનપીએ જાહેર કરવાની છે. આ નુકસાનને ફયાસેલી અન્ય લોન કરતાં અલગ રીતે દર્જ કરવાની હોય છે. જેમાં ડિફોલ્ટરને 90 દિવસો બાદ એનપીએનું ટેગ લાગી શકે. 


યૂનિયન બેંકે શું કહ્યું? 
યૂનિયન બેંકના એમજી રાજકિરણ રાયે કહ્યું કે, અમારા માટે તો આ પીએનબીના સપોર્ટવાળા દસ્તાવેજથી આ થયું છે. અમારા ત્યાં આવું કોઇ ફ્રોડ નથી. અમે તજજ્ઞો સાથે વિચારવિમર્શ કરીશું. અમે નથી ઇચ્છતા કે પીએનબીને ડિફોલ્ટરના રૂપમાં જાહેર કરવામાં આવે. અમે સરકાર અને આરબીઆઇ તરફથી કોઇ દરમિયાનગીરી કરવામાં આવે એની રાહ જોઇ રહ્યા છીએ. અમને આશા છે કે, 31 માર્ચ સુધી પરિણામ આવી જશે.