નવી દિલ્હીઃ Nirmala Sitharaman Budget Speech- ભારતમાં ક્રિપ્ટોકરન્સીના ભવિષ્યને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે, નવા નાણાકીય વર્ષમાં ડિજિટલ કરન્સી લોન્ચ થશે. તેમણે કહ્યું કે, કે નવા નાણાકીય વર્ષમાં ભારતીય રિઝર્વ બેન્ક ડિજિટલ કરન્સી લોન્ચ કરશે. નાણામંત્રીએ કહ્યું કે, ડિજિટલ કરન્સી લોન્ચ થવાથી ડિજિટલ ઇકોનોમીને બૂસ્ટ મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્રિપ્ટોકરન્સીમાંથી આવક પર 30% ટેક્સ
વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સમાંથી થતી આવક પર 30 ટકા ટેક્સ લાગશે. આનો સ્પષ્ટ અર્થ એ છે કે ક્રિપ્ટોકરન્સી પણ તેના કાર્યક્ષેત્રમાં આવશે અને ક્રિપ્ટોકરન્સીમાંથી થતી આવક પર 30 ટકા ટેક્સ લાગશે.


આ પણ વાંચોઃ Budget 2022: LIC IPO, લાખો નોકરીઓ, રોકાણને પ્રોત્સાહન, જાણો નાણામંત્રીના બજેટ ભાષણની 10 મોટી વાતો


તમને જણાવી દઈએ કે ક્રિપ્ટોકરન્સીના ભવિષ્યને લઈને દેશમાં અલગ-અલગ પ્રકારની ચર્ચા ચાલી રહી છે. સરકાર તરફથી ક્રિપ્ટો પર કડકાઈના સંકેતો પણ મળ્યા છે. તે જ સમયે, રિઝર્વ બેંકે પણ સરકારને ક્રિપ્ટોની ચિંતા વિશે જાણ કરી છે.


ગયા વર્ષે જુલાઈમાં કેન્દ્રીય બેંકના ડેપ્યુટી ગવર્નર ટી રવિશંકરે ડિજિટલ કરન્સી લોન્ચ કરવાનો સંકેત આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે ડિજિટલ કરન્સીની શરૂઆતની તારીખ જણાવવી મુશ્કેલ છે. અમે કદાચ 2021ના અંત સુધીમાં તેનું મોડલ લાવી શકીશું. જોકે, આવું થઈ શક્યું નહીં. હવે નાણામંત્રીએ કહ્યું છે કે આરબીઆઈ નવા નાણાકીય વર્ષમાં આ કરન્સી લોન્ચ કરશે. જોકે, આ ચલણ કેવી રીતે કામ કરશે અને રોકડનું ભવિષ્ય કેવું રહેશે તે જોવું જરૂરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube